________________
તત્ત્વશાસ્ત્ર પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૮૩
કેવલ ઇરિયાવહિ ક્રિયા જ લાગે છે. તેમજ પરિતાપ અથવા હિંસા અન્ય કર્મબંધ પણ ન થતાં કેવલ ઇરિયાવહિક્રિયા નિમિત્તક અતિઅલ્પ બે સમયનો શાતાવેદનીય કર્મનો બંધ થાય છે. ક્રિયા નિમિત્તક પાપ અને તેનો વિષય:
પાપ અઢાર છે જેમ કે ૧ પ્રાણાતિપાત યાવત્ ૧૮ મિથ્યાદર્શન શલ્ય.
છ જવનિકાય અર્થાત્ છ કાયાના જીવ પ્રાણાતિપાતનો વિષય છે. ગ્રહણ ધારણ યોગ્ય પદાર્થ અદત્તાદાનના વિષયરૂપ છે. રૂપ અને રૂપ સહગત પદાર્થ મૈથુન-કુશીલના વિષયભૂત છે. અર્થાત્ મૈથુન ક્રિયાને કારણભૂત અધ્યવસાય ચિત્ર, કાષ્ઠ, મૂર્તિ, પૂતળા આદિ રૂપોમાં અથવા સાક્ષાત સ્ત્રી આદિના વિષયમાં હોય છે. બાકી ૧૫ પાપ સર્વ દ્રવ્ય (કદ્રવ્ય)નો વિષય કરે છે. ૨૪ દંડકમાં ક્રિયા :- આ અઢાર પાપસ્થાનોથી ૨૪ દંડકના જીવોને ક્રિયાઓ લાગે છે. અહીંયા ભલામણ પાઠ છે જેથી એકેન્દ્રિય આદિમાં પણ ૧૮ પાપ ગણ્યા છે. તે અવ્યક્ત ભાવની અપેક્ષા તેમજ અવિરતભાવની અપેક્ષા સમજી શકાય છે. વ્યક્તભાવની અપેક્ષા તો જેને મન તેમજ વચનનો યોગ નથી, ચક્ષુ તેમજ ચક્ષુનો વિષય નથી તેના મૃષાવાદ મૈથુન આદિ પાપ દષ્ટિગોચર થતા નથી. સક્રિય અક્રિયઃ– જીવ અને મનુષ્ય સક્રિય પણ હોય છે અને અક્રિય પણ હોય છે. બાકી ર૩દંડકના જીવ સક્રિય જ હોય છે, અક્રિયહોતા નથી. જીવ પણ મનુષ્યની અપેક્ષા અને મનુષ્ય પણ ૧૪માં ગુણસ્થાનની અપેક્ષા અક્રિય હોય છે. સિદ્ધ બધા અક્રિય છે. કાયિકી આદિ ક્રિયા ૨૪દંડકમાં ચોવીસે દંડકમાં કાયિકી આદિ પાંચેક્રિયાઓ હોય છે. એક જીવમાં એક સમયમાં ક્યારેક ત્રણ, કયારેક ચાર તેમજ ક્યારેક પાંચ ક્રિયા હોય છે. મનુષ્યમાં ક્યારેક ત્રણ, ક્યારેક ચાર, કયારેક પાંચ તેમજ ક્યારેક અક્રિય પણ હોય છે.
નારકી, દેવતાથી કોઈને પણ પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી, તેથી તેની અપેક્ષા ત્રેવીસ દંડકના જીવોને કયારેક ત્રણ ક્રિયા અને કયારેક ચાર ક્રિયા લાગે છે. મનુષ્યમાં ક્યારેક ત્રણ ક્રિયા, ક્યારેક ચાર ક્રિયા લાગે છે તેમજ કયારેક અક્રિય પણ હોય છે.
ઔદારિકના દશ દંડકોની અપેક્ષા ર૩ દંડકના જીવોને કયારેક ત્રણ,ક્યારેક ચાર ક્રિયા, કયારેક પાંચ ક્રિયા લાગે છે. મનુષ્યમાં અક્રિયનો વિકલ્પ અધિક છે. એક જીવને એક જીવની અપેક્ષા. એક જીવને અનેક જીવની અપેક્ષા, અનેક જીવને એક જીવની અપેક્ષા અને અનેક જીવને અનેક જીવની અપેક્ષા પણ ૩-૪-૫ ક્રિયાનું કથન સમજી લેવું. ચોથા વિકલ્પમાં ક્યારેક ત્રણ, ક્યારેક ચાર એવું ન કહેતાં ત્રણ પણ, ચાર પણ, એવું કથન કરવું જોઈએ.
Jain Education International
Private & Personal Use Only
www.jainelibrary.org