________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૮૧
દ્રવ્ય–પ્રદેશની અપેક્ષા – ૧થી ૩ ઉપર મુજબ, ૪ આહારકપ્રદેશ અનંતગણ, પવૈક્રિય પ્રદેશ અસંખ્યાતગણા, દારિકપ્રદેશ અસંખ્યાતગણા, ઉતૈજસ કાર્પણ દ્રવ્ય અનંતગણા, ૮ તૈજસપ્રદેશ અનંતગણા, ૯ કાર્મણપ્રદેશ અનંતગણા. જઘન્ય અવગાહનાની અપેક્ષા – સૌથી થોડી ઔદારિકની રતૈજસ કાર્મણની વિશેષાધિક, વૈક્રિયની અસંખ્યાતગણી, ૪ આહારકની અસંખ્યગણી. ઉત્કૃષ્ટ અવગાહનાની અપેક્ષા :– ૧ સૌથી થોડી આહારકની(૧ હાથ) ૨
ઔદારિકની સંખ્યાતગણી (સાધિક ૧૦૦૦ યોજન) ૩ વૈક્રિયની સંખ્યાતગણી ૪ તૈજસ-કાર્પણની અસંખ્યાતગણી. ભેગાની અપેક્ષા – આહારકની જઘન્યથી આહારકની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક, બાકી ક્રમ પહેલાની જેમ.
- -
-
બાવીસમ: ક્રિયા પદ ,
ક્રિયા સ્વરૂપ – કષાય તેમજ યોગ જન્ય પ્રવૃત્તિઓથી ક્રિયાઓ લાગે છે અને ક્રિયાઓથી કર્મોનો બંધ થાય છે. કર્મ જ સંસાર છે તેમજ સંસાર છે તો મુક્તિ નથી; આત્મસુખ, આત્મ આનંદ પણ નથી; તેથી આત્મવિકાસ માટે અવરોધક, બાધારૂપ થનારી આ ક્રિયાઓનું જ્ઞાન તેમજ ત્યાગ કરવો આવશ્યક છે. ત્યારે આત્મા મુક્ત થઈ શકે છે.
સર્વ ત્યાગી સાધુને પણ જ્યાં સુધી પ્રમાદ અને યોગ છે ત્યાં સુધી ક્રિયા લાગે છે અને જ્યાં સુધી ક્રિયા છે ત્યાં સુધી કર્મબંધ પણ થતો રહે છે. આગમોમાં ક્રિયાઓ – ક્રિયાઓના પ્રકાર વિવિધ રૂપથી આગમોમાં ઉપલબ્ધ છે. વધારેમાં વધારે રપ ક્રિયાઓ ઠાણાંગ સૂત્રના પાંચમા ઠાણામાં વર્ણવેલ છે. સૂયગડાંગસૂત્રમાં અપેક્ષાથી ૧૩ ક્રિયાઓ વર્ણવેલ છે. ભગવતી સૂત્રમાં સંક્ષિપ્તીકરણ કરીને સમસ્ત ક્રિયાઓનો બે પ્રકારમાં સમાવેશ કરી દીધો છે. જેમ કે–૧. સાંપરાયિક, ૨. ઈરિયાવહિ.
પ્રસ્તુત પ્રકરણમાં પ-૫ કરીને કુલ ૧૦ ક્રિયાઓનું વર્ણન છે. આ પાંચ ક્રિયાઓનું બીજા આગામોમાં પણ જ્યાં ત્યાં વર્ણન આવે છે તેનો સમાવેશ ઠાણાંગમાં કહેલ રપમાં છે.
ભગવતી સૂત્રમાં બતાવી દીધું છે કે કાયિકી આદિ પાંચ ક્રિયાઓ એવી છે કે મરણ પ્રાપ્ત જીવના શરીરથી પણ થનારી ક્રિયા તેને પરભવમાં પણ પહોંચી જાય છે. સાથે જ તેને ન લાગવાનો ઉપાય પણ એ બતાવી દીધો છે કે મરણ સમય નજીક જાણીને આ શરીરનો ત્યાગ કરી દેવો જોઈએ, તેના પરથી મમત્વ હટાવીને તેને વોસીરાવી દેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org