________________
૧૮૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
કાચિકી આદિ પાંચ ક્રિયાઓ:(૧) કાયિકી:- શરીરની સૂમ-બાદર પ્રવૃત્તિઓથી થનારી ક્રિયા. તેના બે પ્રકાર છે, જેમ કે અનુપરત- (પ્રવૃત્તિનો અત્યાગ), દુષ્પવૃત્ત. (૨) અધિકરિણિકી :- દૂષિત અનુષ્ઠાનથી, જીવોના શસ્ત્રભૂત અનુષ્ઠાનથી થનારી ક્રિયા તેના બે પ્રકાર છે–૧. શસ્ત્રભૂત મન કે શસ્ત્રભૂત પદાર્થોના સંયોજન રૂપ, ૨. શસ્ત્ર ભૂત મન અથવા પદાર્થોની નિષ્પત્તિરૂપ. () પ્રષિકી – અકુશલ પરિણામથી થનારી ક્રિયા. તેના ત્રણ પ્રકાર છે– ૧. પોતાના પર, ૨. બીજાપર, ૩. બંને ઉપર. (અશુભ વિચારો કરવા). (૪) પરિતાપનિકી – કષ્ટ પહોંચાડવા, અશાતા ઉત્પન્ન કરવાથી થનારી ક્રિયા તે પણ સ્વપરની અપેક્ષાથી ત્રણ પ્રકારની હોય છે. (૫) પ્રાણાતિપાતિકી – કષ્ટ પહોંચાડવાની સીમાનું અતિક્રમણ થઈને જીવોના પ્રાણોનો નાશ થઈ જવાથી અર્થાત્ તેનું મૃત્યુ થઈ જવાથી લાગનારી ક્રિયા. તે પણ સ્વ, પર, ઉભયની અપેક્ષાએ ત્રણ પ્રકારની છે. ક્રિયાઓ પર અનુપ્રેક્ષા - પ્રથમની ત્રણ ક્રિયાઓ સ્વરૂપમાં એટલી સૂક્ષ્મતમ છે કે સંસારના સમસ્ત જીવોને પ્રતિસમયનિરંતર લાગતી રહે છે. અપ્રમત્ત અવસ્થા પછી દશમાં ગુણસ્થાન સુધી આ ત્રણે ક્રિયાઓનું અસ્તિત્વ માનવામાં આવ્યું છે.
પાછલી બે ક્રિયાઓ તદર્થક પ્રવૃત્તિ થવા પર અથવા કરવા પર જ લાગે છે. અન્ય સમયમાં અથવા અન્ય જીવોથી બંને ક્રિયાઓ લાગતી નથી.
પોતાને મારવા પીટવા અથવા શસ્ત્ર પ્રહાર આદિ કરવાથી પોતાના નિમિત્તે પરિતાપનિકી ક્રિયા લાગે છે. તેમજ આત્મઘાત કરવાથી સ્વનિમિત્તક પ્રાણાતિપાતિકી ક્રિયા લાગે છે. પાછલી બંને ક્રિયાઓ છદ્મસ્થોને આભોગ(મનસહિત) તેમજ અનાભોગ(વિના મને) બંને પ્રકારે લાગી જાય છે અર્થાત સંકલ્પ વિના કોઈ જીવને કષ્ટ થઈ જાય અથવા તે મરી જાય તો પણ ચોથી પાંચમી ક્રિયા લાગે છે.
વીતરાગ અવસ્થામાં આ પાંચ ક્રિયાઓનો નિષેધ છે. ત્યાં માત્ર એક ઇરિયાવહિ ક્રિયા જ કહી છે. જેને પ્રથમ કાયિકી ક્રિયામાં એક અપેક્ષાથી લક્ષિત કરવામાં આવે છે કારણ કે ઇરિયાવહિક્રિયા પણ કાયાની સૂમ બાદર પ્રવૃત્તિઓથી જ સંબંધિત છે. તો પણ તેનો અલગાવ એટલા માટે આવશ્યક છે કે ઈરિયાવહિ ક્રિયામાં કાયિકીક્રિયાની સમાન અનુપરત અને દુષ્પવૃત્ત આ બે વિભાગ થઈ શકતા નથી. આ બંનેથી સ્વતંત્ર જ અવસ્થા ઇરિયાવહિ ક્રિયાની વીતરાગ આત્માઓને હોય છે.
વીતરાગ છઘી આત્માઓને પંચેન્દ્રિય પ્રાણી પગની નીચે એકાએક દબાઈ જાય તો પણ પરિતાપનિકી અથવા પ્રાણાતિપાતિકી ક્રિયા લાગતી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org