________________
-
-
-
-
-
-
-
| તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સુત્રનો સારાંશ
૧oo
આ સાધકોનો વિસ્તારથી પરિચય ઔપપાતિક સૂત્રમાં છે, જેની જાણકારીને માટે સારાંશ ખંડ-૭, પૃષ્ટ ૧૦૪ થી ૧૧૩માં જુઓ તથા ભગવતી સૂત્ર શતક ૧ ઉદ્દેશક રમાં પણ આ રીતે સંક્ષિપ્ત કથન છે.
ઉપર કહેલ ૧૪ બોલના જીવોમાંથી પહેલા, બીજા, ચોથા, નિયમ દેવગતિમાં જાય છે. બાકી બોલ દેવગતિમાં જ જાય એવો નિયમ નથી અર્થાત્ તે ચારે ગતિમાં જઈ શકે છે. દેવગતિમાં જાય તો ઉપર કહેલદેવલોકોમાં જઈ શકે છે એવું સમજવું જોઈએ.
ભવ્ય દ્રવ્યદેવના બોલમાં દેવનો આયુષ્ય બંધ કરેલા બધા પ્રકારના જીવોનો સમાવેશ થઈ જાય છે. પરંતુ પ્રથમ બોલમાં “અસંયત’ વિશેષણ લાગી ગયું છે તેથી દેશવ્રતી અને સર્વત્રતાને છોડીને અન્ય દેવોત્પત્તિવાળાનો સમાવેશ તેમાં સમજવો જોઈએ અર્થાત્ બીજા, ચોથા બોલને છોડીને બાકી ૧૧ બોલોનો સમાવેશ અસંયત ભવ્ય દ્રવ્ય દેવમાં થાય છે, એથી સાર આ નીકળે છે કે પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાન સુધીના જીવ જેમણે દેવાયુનો બંધ કરેલ હોય છે, તે અસયત ભવ્ય દ્રવ્ય દેવ છે.
અસંજ્ઞી આયુષ્ય- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ચારેગતિનું આયુષ્ય બાંધે છે. નરકમાં–પ્રથમ નરકનું, દેવમાં-ભવનપતિ, વ્યંતરનું, તિર્યંચમાં–ખેચર જુગલિયા તિર્યંચ સુધીનું, તેમજ મનુષ્યમાં અંતર્લીપના યુગલિક મનુષ્ય સુધીના આયુષ્યનો બંધ કરે છે.
ચારેગતિમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો ઉત્કૃષ્ટ આયુષ્યનો બંધ કરે છે. પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સર્વ જગ્યાએ સમાન નથી, તેમાં અંતર છે. તેનું અલ્પબદુત્વ આ પ્રકારે છે.
બધાથી થોડું દેવ અસંજ્ઞી આયુષ્ય, તેનાથી મનુષ્ય અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણું, તેનાથી તિર્યંચ યોનિક અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણું, તેનાથી નૈરયિક અસંજ્ઞી આયુષ્ય અસંખ્યાતગણું.
તાત્પર્ય એ છે કે અસંશી તિર્યંચ દેવતાનું આયુષ્ય અતિઅલ્પ ઉપાર્જન કરે છે અને નરકનું આયુ સર્વાધિક ઉપાર્જન કરે છે.
એકવીસમું: અવગાહના-સંસ્થાન પદ ઔદારિક શરીર - મનુષ્ય તેમજ તિર્યંચમાં ઔદારિક શરીર હોય છે, આમ તિર્યંચની અપેક્ષાએ ૪૬ ભેદ તેમજ મનુષ્યના ત્રણ ભેદ, એ ઔદારિક શરીરના કુલ ૪૯ પ્રકાર કહ્યા છે.
- આ ૪૯ પ્રકારના ઔદારિક શરીરની અવગાહના અને તેના સંસ્થાન
Jain Education International
For Private & Personal Use Only
ww.jainelibrary.org