________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૫
(૨) નરકની સમાન પૃથ્વી, પાણી, વનસ્પતિ તેમજ બધા દેવોનું મનુષ્યમાં મુક્તિ પ્રાપ્તિ સુધીનું વર્ણન છે. (૩) તેઉવાયુ તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ધર્મશ્રવણની પ્રાપ્તિ તેને હોય છે. પરંતુ બોધિ(ધર્મની શ્રદ્ધા રુચિ) આદિની પ્રાપ્તિ હોતી નથી. (૪) ત્રણ વિકસેન્દ્રિય મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, ધર્મશ્રવણ આદિ મન:પર્યવજ્ઞાન સુધીની ઉપલબ્ધિ તેને થઈ શકે છે, કેવળજ્ઞાન થતું નથી. (૫) તિર્યંચ પંચેન્દ્રિયના જીવ નારકી, દેવતામાં ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ધર્મશ્રવણ, બોધિ-શ્રદ્ધા, મતિજ્ઞાન આદિ ૩ જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્રત પ્રત્યાખ્યાન કરતા નથી. નારકીને દેવો દ્વારા ધર્મશ્રવણ વગેરે પ્રાપ્ત થાય છે.
તિર્યંચ પંચેન્દ્રિય, તિર્યંચ પંચેન્દ્રિયમાં તેમજ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે ત્યાં નારકી જીવની સમાન તિર્યંચમાં અવધિજ્ઞાન સુધી તેમજ મનુષ્યમાં મોક્ષ સુધી ઉપલબ્ધિ કરે છે. () મનુષ્યનું કથન પણ તિર્યંચની સમાન છે. વિશેષતાએ છે કે કેટલાય જીવતે જ ભવે મુક્તિ પ્રાપ્ત કરે છે. ૧ તીર્થકરત્વ આદિ ઉપલબ્ધિ – પહેલી, બીજી, ત્રીજી નરક તેમજ વૈમાનિક દેવ, મનુષ્ય ભવમાં ઉત્પન્ન થઈને તીર્થકર બની શકે છે. તેના સિવાય કોઈ પણ જીવ તીર્થકર બનતા નથી. પરંતુ અન્ય ધર્મ શ્રવણાદિ ઉપલબ્ધિ ઉપર કહેલ અનુસાર પ્રાપ્ત કરે છે. ૨ ચક્રવર્તી – પહેલી નરક તેમજ ભવનપતિ-વ્યતર-જ્યોતિષી-વૈમાનિક દેવ મનુષ્ય ભવમાં આવીને ચક્રવર્તી બની શકે છે. ૩બળદેવ – પહેલી બીજી નરક અને બધા દેવલોકથી આવીને મનુષ્ય બનવાવાળા જીવ બળદેવ બની શકે છે. ૪ વાસુદેવઃ–પહેલી-બીજી નરકના જીવ તેમજ અનુત્તરવિમાન છોડીને બાકીના વૈમાનિક દેવ મનુષ્યભવમાં આવીને વાસુદેવ બની શકે છે. અર્થાત્ ભવનપતિવ્યંતર-જ્યોતિષી દેવ વાસુદેવ બનતા નથી. ૫ માંડલિક રાજ - સાતમી નરક અને તેઉકાય વાયુકાયને છોડીને બાકી સમસ્ત સ્થાનોથી મનુષ્યભવમાં આવનારા જીવ માંડલિક રાજા બની શકે છે.
સેનાપતિ, ગાથાપતિ, બઢઈ(વાર્ધિક), પુરોહિત તેમજ સ્ત્રી રત્ન આ પાંચ ચક્રવર્તીના પંચેન્દ્રિય રત્ન:- તેલ-વાયુ, સાતમી નરક, પાંચ અનુત્તર દેવને છોડીને બાકી સમસ્ત સ્થાનોમાંથી આવીને મનુષ્ય બનનારા જીવ સેનાપતિ આદિ પાંચેય બની શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org