________________
૧૦૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
પાલેશ્યાનો વર્ણ પીળો હોય છે જેમ કે હળદર, ચમ્પક છાલ, હરતાલ, સુવર્ણ શુક્તિ, સુવર્ણરેખા, પીતાંબર, ચંપાનું ફૂલ, કનેર, ફૂલ, કુષ્માંડ લતા, જૂહીનું ફૂલ, કોરંટ ફૂલ, પીળો અશોક, પીળો કનેર, પીળા બંધુ જીવક,
શુક્લ લેશ્યાનો વર્ણ સફેદ હોય છે. જેમ કે અંતરત્ન, શંખ, ચંદ્રમા, નિર્મળ પાણીના ફીણ, દૂધ, દહીં, ચાંદી, શરદ ઋતુના વાદળા, પુંડરીક કમળ, ચોખાનો લોટ; સફેદ અશોક, કનેર અને બંધુ જીવક આ છ લેશ્યામાં કાપોત લેશ્યાનો વર્ણ મિશ્ર વર્ણ છે. બાકીના પાંચ વર્ણ સ્વતંત્ર છે. રસ - કૃષ્ણ લેશ્યાનો રસ કડવો હોય છે. જેમ કે લીમડો, તુંબી, રોહિણી, કુટજ, કડવી કાકડી આદિ. નીલલેશ્યાનો તીખો રસ હોય છે. જેમ કે સૂંઠ, લાલ મરચા, કાળા મરી, પીપર, પીપરામૂલ, ચિત્રમૂલક, પાઠા વનસ્પતિ આદિ કાપોતલેશ્યાનો રસ કાચા ફળની સમાન ખાટો હોય છે. જેમ કે કેરી, બોર, કોઠા, બિજોરા, દાડમ, ફણસ આદિ.
તેજલેશ્યાનો રસ પાકા ફળોની સમાન થોડો ખાટો ને વધારે મીઠો હોય છે. પાલેશ્યાનો રસ આસવ, અરિષ્ટ, અવલેહ, મધની સમાન હોય છે. શુક્લલેશ્યાનો રસ મીઠો હોય છે જેમ કે– ગોળ, શાકર, ખડી સાકર, મિષ્ઠાન આદિ.
ઉપર કહેલા પદાર્થોથી કેટલાય ગણો અધિક આ વેશ્યાઓનો રસ હોય છે. ગંધ – કૃષ્ણાદિ ત્રણ લેશ્યાઓ દુર્ગધમય હોય છે અને તેનો આદિ ત્રણ લેશ્યાઓ સુગંધમય હોય છે. અર્થાત્ મરેલા મડદા જેવી દુર્ગધવાળી તેમજ ફૂલોની ખુશબો જેવી સુંગધવાળી હોય છે. સ્પર્શ – કૃષ્ણાદિત્રણ વેશ્યાનો સ્પર્શખરબચડો હોય છે. તેજોલેશ્યા આદિત્રણનો સ્પર્શ સુંવાળો(મૃદુ અથવા કોમળ) હોય છે.
ત્રણ લેશ્યાઓ પ્રશસ્ત છે, ત્રણ અપ્રશસ્ત છે. ત્રણ સંક્લિષ્ટ પરિણામી છે. ત્રણ અસંક્લિષ્ટ પરિણામી છે, ત્રણ દુર્ગતિગામી છે. ત્રણ સદ્ગતિગામી છે. ત્રણ શીતરુક્ષ છે, ત્રણ ઉષ્ણસ્નિગ્ધ છે. પરિણામ :- જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટના ભેદથી વેશ્યાઓના પરિણામ ત્રણ પ્રકારના હોય છે. તેના પણ ફરી જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ ત્રણ ભેદ થાય છે. તેના ક્રમશઃ ફરી ફરી ત્રણ-ત્રણ ભેદ થવાથી વેશ્યાઓના પરિણામ ૩–૯-૨૭-૮૧૨૪૩ પ્રકારના થાય છે. પ્રદેશ આદિ :– વેશ્યાઓના અનંતપ્રદેશી અંધ છે. અસંખ્ય આકાશપ્રદેશની તેની અવગાહના હોય છે. દરેક વેશ્યાની અનંત વર્ગણાઓ હોય છે. દરેક વેશ્યાના અસંખ્ય સ્થાન, અસંખ્ય કક્ષા હોય છે. અલ્પબદુત્વઃ- બધાથી થોડા કાપોત લેશ્યાના સ્થાન દ્રવ્યથી તેમજ પ્રદેશથી છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org