________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
[૧૯
૫. કૃષ્ણલેશી કૃષ્ણલેશી નૈરયિકોના અવધિજ્ઞાનમાં ક્ષેત્ર આદિની અપેક્ષા થોડું બહુ અંતર હોય છે. કૃષ્ણ અને નીલલેશ્યાવાળાના અવધિજ્ઞાનના ક્ષેત્રમાં તેમજ વિશદ્ધિમાં કંઈક વિશેષ અંતર હોય છે. કૃષ્ણ તેમજ કાપોતમાં તેનાથી પણ કંઈક
અધિક અંતર હોય છે. આ ત્રણેના અંતર માટે ત્રણ દષ્ટાંત બતાવે છે. ૧ સમભૂમિ ઉપરબે વ્યક્તિ ઉભી રહીને જુએ તો તેની દષ્ટિઓમાં થોડું બહુ અંતર હોય છે. ૨ એક વ્યક્તિ સમભૂમિ ઉપર બીજી પહાડ પર ઉભી રહીને જુએ, ૩ એક સમભૂમિ પર બીજી પર્વતના શિખર પર ઉભી રહીને જુએ. આ રીતે ત્રણે લેશ્યાવાળામાં પરસ્પર અવધિજ્ઞાનનું અંતર સમજવું.
નારીનું અવધિક્ષેત્ર જઘન્ય અર્ધાકોશ અને ઉત્કૃષ્ટ ચાર કોશ હોય છે. અવધિક્ષેત્રના અનુપાતથી દ્રવ્ય, કાલ તેમજ વિશુદ્ધિ, અવિશુદ્ધિમાં અંતર હોય છે. ૬. પાંચ લેશ્યામાં ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન હોઈ શકે છે. શુક્લ લેગ્યામાં પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન હોઈ શકે છે. અર્થાત્ કૃષ્ણાદિ પાંચ લેગ્યામાં બે જ્ઞાન, ત્રણ જ્ઞાન, ચાર જ્ઞાન હોઈ શકે છે. તેમજ શુક્લ લેગ્યામાં ૨, ૩, ૪ તેમજ એક જ્ઞાન (કેવળજ્ઞાન) હોઈ શકે છે.
" ચોથો ઉદ્દેશક પરિણામાંતર:– દૂધ છાશથી પરિણામોતરને પ્રાપ્ત થાય છે. વસ્ત્રવિવિધ રંગોમાં પરિવર્તિત થાય છે. એવી જ રીતે લેશ્યા પણ બીજી લે શ્યામાં પરિણત થઈ શકે છે.
વૈડૂર્યમણિમા જેવા રંગનો દોરો પરોવાય એવા જ રંગનો મણિ દેખાય છે. આ અપેક્ષાએ પણ લેશ્યામાં પરિણામાંતર જોવામાં આવે છે. વર્ણ – કૃષ્ણ લેશ્યાનો વર્ણ કાળો હોય છે. જેમ કે અંજન, ખંજન, ભેસના શીંગળા, જાંબુ, ભીના અરીઠા, ઘનઘોર કાળા વાદળા, કોયલ, કાગડો, ભ્રમરોની લાઈન, હાથીના બચ્ચા, માથાના વાળ, કાળા અશોક, કાળા કનેર આદિ.
નીલ વેશ્યાનો વર્ણ નીલ(લીલો) હોય છે. જેમ કે પોપટ, ચાસ પક્ષી, કબૂતરની ડોક, મોરની ડોક, અળસીના ફૂલ, નીલકમલ, નીલા અશોક, નીલા કનેર આદિ.
કાપોતલેશ્યાનો વર્ણતાગ્રહોય છે. જેમ કે તાંબુ, બૈરસાર, અગ્નિ, રીંગણાના ફૂલ, જવારાનું ફૂલ
તેજલેશ્યાનો વર્ણ લાલ હોય છે. જેમ કે સસલા આદિ પશુઓનું લોહી, મનુષ્યોનું લોહી, વરસાદમાં ઉત્પન્ન થતા ક્રીડા, ઉગતો સૂર્ય, લાલ દિશા, ચિરમી, હિંગળો, મૂંગા, લાક્ષારસ, લોહિતાક્ષ મણિ, કિરમજી રંગની કામળી, હાથીનું તાળ વું જપાકુસુમ, કિંશુક (ખાખરા)નું ફૂલ, લાલ અશોક, લાલ કનેર, લાલ બંધુજીવક. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International