________________
- ૧૬૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જેનાગમ નવનીત,
તિર્યંચાણી સંખ્યાતગણી, ૧૧. નીલ લેશી તિર્યંચાણી વિશેષાધિક, ૧૨. કૃષ્ણલેશી તિર્યંચાણી વિશેષાધિક. દેવ દેવીનું સાથે અલ્પબદુત્વઃ- ૧. સૌથી થોડા શુક્લલશી દેવ, ૨. પદ્મલેશી દેવ અસંખ્યાતગણા, ૩. કાપોતલેશી દેવ અસંખ્યાતગણા, ૪. નીલેશી દેવ વિશેષાધિક, ૫. કૃષ્ણલેશી દેવ વિશેષાધિક, દ. કાપોતલેશી દેવીઓ સંખ્યાતગણી, ૭. નીલેશી દેવીઓ વિશેષાધિક, ૮. કૃષ્ણલેશી દેવીઓ વિશેષાધિક, ૯. તેજલેશી દેવ સંખ્યાતગણા, ૧૦. તેજોલેશી દેવીઓ સંખ્યાતગણી. ભવનપતિ દેવ દેવીનું સાથે અલ્પબદુત્વઃ - ૧. સૌથી થોડા તેજોલેશી દેવ, ૨. તેજોલેશી દેવીઓ સંખ્યાતગણી, ૩. કાપોતલેશી દેવ અસંખ્યાતગણા, ૪. નીલલેશી દેવવિશેષાધિક, ૫.કૃષ્ણલેશી દેવ વિશેષાધિક, ૬કાપોતલેશી દેવી સંખ્યાતગણી, ૭. નીલલેશી દેવી વિશેષાધિક, ૮. કૃષ્ણલેશી દેવી વિશેષાધિક.
આજ રીતે વ્યંતર દેવ દેવીનું અલ્પબદુત્વ છે. જ્યોતિષી દેવ દેવીમાં અને વૈમાનિક દેવીમાં એક તેજોવેશ્યા જ હોય છે તેથી અલ્પબદ્ધત્વ નથી. અલ્પરદ્ધિ મહાદ્ધિ – જ્યાં જેટલી લેશ્યા છે તેમાં પહેલાની લેગ્યા કૃષ્ણ આદિ અલ્પઝદ્ધિવાળી છે પછીની ક્રમથી મહાદ્ધિવાળી છે.
ત્રીજો ઉદ્દેશક ૧. નરયિક જ નરકમાં ઉત્પન્ન થાય છે. અન્ય એટલે અનૈરયિક જીવ નરકમાં ઉત્પન્ન થતા નથી કારણ કે નરકનું આયુષ્ય શરૂ થયા પછી જ જીવ ત્યાં આવે છે. તેથી ઉત્પત્તિ સ્થાનની અપેક્ષા એ જ ઉત્તર ૨૪ દંડકમાં સમજી લેવા અર્થાતુ મનુષ્ય જ મનુષ્યમાં અથવા દેવતા જ દેવયોનિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. ૨. આ રીતે કૃષ્ણ આદિ લેશ્યાવાળા જ કૃષ્ણ આદિ લેક્ષામાં ઉત્પન્ન થાય છે. નારકી દેવતામાં જે લેગ્યામાં જીવ ઉત્પન્ન થાય છે તે જ લેશ્યામાં મરે છે. અને તિર્યંચ મનુષ્યમાં તે જલેશ્યામાં અથવા બીજી કોઈ પણ લેગ્યામાં મરે છે. પરંતુ જે લેશ્યામાં જીવ મરે છે તે જ લેશ્યામાં ઉત્પન્ન થાય છે, આ નિયમ ૨૪ દંડકમાં છે. ૩. જે દંડકમાં જેટલી લેગ્યા છે, તેની અપેક્ષા ઉપર કહેલ કથન સમજી લેવું. પૃથ્વી, પાણી, વનસ્પતિ તેજો લેશ્યામાં ઉત્પન્ન થનારા તેજોલેસ્થામાં મરતા નથી અન્ય ત્રણ કૃષ્ણાદિમાં મરે છે. ૪. જ્યોતિષી વૈમાનિકમાં ઉદ્વર્તન(મરવાના)ના સ્થાન પર ચ્યવન કહેવામાં આવે છે આ બધી જગ્યાએ ધ્યાન રાખવું અર્થાત્ જે લેશ્યામાં જન્મે તે લેગ્યામાં ચ્યવે. નધિ :- નારકી દેવતામાં પ્રત્યેક જીવમાં જીવનભર એક જ વેશ્યા હોય છે. આ કથન દ્રવ્ય લશ્યાની અપેક્ષાએ સમજવું, ભાવ લેશ્યા કોઈ પણ હોઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org