________________
૧૬૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
પૂર્વી આહારક લબ્ધિ સંપન્ન મુનિવરોને હોય છે.
--
આહારક મિશ્ર કાયપ્રયોગ :– આહારક શરીર સંપૂર્ણ બનતા પહેલા આત્માનો જે વ્યાપાર હોય છે, તેને આહારક મિશ્ર કાયપ્રયોગ કહે છે. તે પણ લબ્ધિ સંપન્ન મુનિવરોને હોય છે.
કાર્મણ કાયપ્રયોગ :- જન્મ સ્થાનમાં પહોંચતા પહેલા માર્ગમાં ઔદારિક વૈક્રિય શરીરના અભાવમાં તે કાર્મણ કાયપ્રયોગ થાય છે. તે સમયે જીવની સાથે તૈજસ અને કાર્યણ એ બે શરીર જ હોય છે. બંનેના મિશ્ર પ્રયોગને કાર્યણની જ પ્રમુખતા માનીને આગમમાં એક કાર્પણ કાયપ્રયોગ જ કહેવામાં આવે છે. એના સિવાય કેવલી સમુદ્દાતના આઠ સમયોમાંથી વચ્ચેના ત્રણ સમય (ત્રીજા, ચોથા, પાંચમા)માં કાર્મણ કાયપ્રયોગ હોય છે. [પાંચ શરીરનું વર્ણન બારમા પદમાં બતાવાઈ ગયું છે.] ચોવીસ દંડકમાં પ્રયોગઃ
૧. નારકી દેવતા બધામાં ૧૧ પ્રયોગ છે– ૪ મનના, ૪ વચનના એ આઠ થયા. ૯. વૈક્રિય ૧૦. વૈક્રિય મિશ્ર ૧૧. કાર્પણ.
૨. ચાર સ્થાવરમાં ૩ પ્રયોગ– ૧ ઔદારિક, ૨ ઔદારિક મિશ્ર, ૩ કાર્મણ. ૩. વાયુકાયમાં ૫ પ્રયોગ–૧ ઔદારિક, ૨ ઔદારિક મિશ્ર, ૩ વૈક્રિય, ૪ વૈક્રિય મિશ્ર, ૫ કાર્મણ.
૪. ત્રણ વિકલેન્દ્રિયમાં ૪ પ્રયોગ– ૧ ઔદારિક, ૨ ઔદારિક મિશ્ર, ૩ કાર્મણ, ૪
વ્યવહાર વચન.
૫. તિર્યંચ પંચેન્દ્રિયમાં ૧૩પ્રયોગ– આહારક અને આહારક મિશ્ર, આ બેસિવાય. ૬. મનુષ્યમાં ૧૫ પ્રયોગ હોય છે.
જીવોમાં શાશ્વત અશાશ્વત પ્રયોગ તેમજ તેના વિકલ્પો:
શાશ્વત પ્રયોગોનો એક વિકલ્પ (ભંગ) થાય છે. એક અશાશ્વત પ્રયોગના એકવચન, બહુવચનથી બે ભંગ બને છે. બે અશાશ્વત પ્રયોગના એકવચન, બહુ વચનથી અસંયોગી ચાર ભંગ થાય છે અને દ્વિસંયોગી પણ ચાર ભંગ બની જાય છે. યથા– (૧) બંને એકવચન, (૨) પહેલું એકવચન, બીજું બહુવચન, (૩) પહેલું બહુવચન, બીજું એકવચન, (૪) બંને બહુવચન, આ ચૌભંગી-ચાર ભંગ બનાવવાની રીત છે. એમ બે અશાશ્વતના કુલ ૮ ભંગ થાય છે.
ત્રણ અશાશ્વત પ્રયોગોના એકવચન બહુવચનથી અસંયોગી ૬ ભંગ થાય છે. દ્વિસંયોગી ૧૨ ભંગ થાય છે. ત્રણ અશાશ્વતના ત્રણ દ્વિક બને છે. જેમ કે–૧ પહેલા-બીજા, ૨ પહેલા-ત્રીજા, ૩ બીજા-ત્રીજા. આ પ્રત્યેક દ્વિકના ઉપર બતાવેલ અનુસાર ચાર ભંગ બને છે, માટે ૩ × ૪ = ૧૨ ભંગ દ્વિસંયોગી. ત્રણ સંયોગીના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org