________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૪. ચાર પુરુષોની સમ-વિષમ ગતિ અર્થાત્ સાથે રવાના થવું, સાથે પહોંચવું આદિ ચાર ભંગ, ૧૫. વક્રતિ(આડી અવળી), ૧૬. પંકતિ, ૧૭. બંધન વિમોચન ગતિ, કેરી આદિ ફળોનું સ્વાભાવિક રૂપથી તૂટીને પડવું.
આ પાંચ પ્રકારની તેમજ વિવિધ પ્રકારની ગતિઓ જીવની પ્રમુખતાથી કહેલ છે તો પણ અનેક ગતિઓ અજીવમાં પણ પ્રાપ્ત થાય છે. માટે જેમાં જે સંભવ હોય તે યથાયોગ્ય સમજી લેવું જોઈએ.
સત્તરમું : લેશ્યા પદ દO O
પ્રથમ ઉદ્દેશક
૧૫
લેશ્યા આત્માની સાથે કર્મોને ચોંટાડનાર છે. તે જીવના પરિણામ વિશેષ છે. તે યોગ નિમિત્તક છે તેમજ તેના દ્રવ્ય યોગાંતર્ગત છે. તે કષાયાનુરંજિતપણ હોય છે, તેમજ યોગાનુજિત પણ હોય છે.
તે દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની હોય છે. જીવના પરિણામ ભાવલેશ્યા છે, અરૂપી છે. કૃષ્ણાદિ દ્રવ્યોનું જે ગ્રહણ થાય છે તે દ્રવ્ય લેશ્યા છે, રૂપી છે, યોગ અને કષાયથી ગ્રહણ કરાયેલા કર્મોનું આત્માની સાથે ચીટકાવવાનું કાર્ય કૃષ્ણાદિ દ્રવ્ય લેશ્યાથી થાય છે. દ્રવ્ય ભાવ બંને લેશ્યાના –૬ પ્રકાર છે— ૧. કૃષ્ણ ૨. નીલ ૩. કાપોત ૪. તેજો ૫. પદ્મ ૬. શુક્લ.
ભાવ લેશ્યાને જ અધ્યવસાય તેમજ આત્મ પરિણામ કહેવામાં આવે છે. આ ત્રણેને પર્યાય શબ્દ સમજવા જોઈએ.
સલેશીમાં આહાર, કર્મ આદિ સમ વિષમ :
૧. સલેશી નારકીમાં ‘આહાર, શરીર, ઉચ્છ્વાસ’ સમાન હોતા નથી, કારણ કે શરીરની અવગાહના નાની મોટી હોય છે. નાની અવગાહનામાં આહારાદિ અલ્પ હોય છે. મોટી અવગાહનામાં તે અધિક હોય છે. આ રીતે ભવનપતિ આદિ ૨૩ દંડકમાં જાણવું. મનુષ્ય યુગલિયા મોટી અવગાહનાવાળા હોય છે તે આહારના પુદ્ગલ વધારે ગ્રહણ કરે છે પરંતુ વારંવાર ગ્રહણ કરતા નથી, આ તફાવત છે, બાકીમાં મોટી અવગાહનાવાળા વારંવાર આહાર ગ્રહણ કરે છે.
૨. સલેશી નારકીમાં ‘કર્મ-વર્ણ-લેશ્યા' સમાન હોતા નથી કારણ કે પૂર્વોત્પન્નમાં તે વિશુદ્ધ હોય છે. નૂતનોત્પન્નમાં અવિશુદ્ધ હોય છે. દેવતાઓમાં પૂર્વોત્પન્નમાં અવિશુદ્ધ હોય છે, નૂતનોત્પન્નમાં તે વિશુદ્ધ હોય છે. બાકીના દંડકોમાં નારકી પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org