________________
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત
ભંગ ઉચ્ચારણ વિધિઃ- સમુચ્ચય જીવના એક શાસ્વત અને બે અશાસ્વતના ૯ ભંગ– (૧) બધા જીવ ૧૩ પ્રયોગવાળા (બીજા કોઈ પણ ન હોય) (૨) અનેક ૧૩ પ્રયોગવાળા, ૧ આહારક પ્રયોગવાળા (૩) અનેક ૧૩ પ્રયોગી અનેક આહારક પ્રયોગી (૪) અનેક ૧૩ પ્રયોગી, એક આહારક મિશ્ર પ્રયોગી (૫) અનેક ૧૩ પ્રયોગી અનેક આહારક મિશ્ર પ્રયોગી. (૬) અનેક ૧૩ પ્રયોગી એક આહારક પ્રયોગી, એક આહારક મિશ્ર પ્રયોગી(૭) અનેક ૧૩ પ્રયોગી, એક આહારક પ્રયોગી, અનેક આહારક મિશ્ર પ્રયોગી (૮) અનેક ૧૩પ્રયોગી, અનેક આહારક પ્રયોગી, એક આહારક મિશ્ર પ્રયોગી (૯) અનેક ૧૩ પ્રયોગી, અનેક આહારક પ્રયોગી, અનેક આહારકમિશ્ર પ્રયોગી. આ રીતે બધા ભંગોનું ઉચ્ચારણ કરી લેવું જોઈએ. ગતિ પ્રવાહના ભેદ પ્રભેદઃ
જીવ અને પુદ્ગલની હલન ચલન, સ્પંદન રૂપ પ્રવૃત્તિને ગતિ પ્રવાહ કહે છે. તેમાં બધા પ્રકારના જીવાજીવની ગતિઓનો સમાવેશ થઈ જાય છે. ગતિ પ્રવાહના મુખ્ય પાંચ ભેદ આ પ્રમાણે છે - (૧) પ્રયોગ ગતિ પ્રવાહ – કહેલા ૧૫ પ્રયોગો(યોગો)થી પ્રવૃત્ત મન, વચન, કાયાના પુદ્ગલોનું હલન, ચલન, સ્પંદન. (૨) તત ગતિ પ્રવાહ -રસ્તે ચાલતા મંજિલ પૂર્ણ થવા પહેલા જે ક્રમિકમંદગતિ થાય છે તે જીવની સામાન્ય ગતિ જ “તત ગતિ પ્રવાહ છે. (૩) બંધનચ્છેદ ગતિ પ્રવાહ:- જીવથી રહિત થવા પર શરીરની ગતિ અથવા શરીરથી રહિત જીવની ગતિ અર્થાત્ મૃત્યુ થવાપર જીવ અને શરીરની ગતિ (ગમન સ્પંદન ક્રિયા) થાય છે. તેને બંધનચ્છેદગતિ પ્રવાહ કહે છે. (૪) ઉપપાત ગતિઃ- તેના ત્રણ પ્રકાર છે– ૧. ક્ષેત્રો પપાત ૨ ભવોપપાત ૩ નોભવોપપાત. ૧. નરક ગતિ આદિ ક્ષેત્રગત આકાશમાં જીવ આદિનું રોકાવવું, રહેવું તેને માટે ગતિ. ૨. કોઈ જન્મસ્થાનમાં જન્મ ધારણ કરીને તે આખા ભવમાં ક્રિયા કરતા રહેવું. ૩. સિદ્ધ બન્યા પહેલાં લોકાગ્રે જવાની ગમન ક્રિયાને નોભવોપરાત ગતિ કહે છે. (૫) વિહાયોગતિ – આકાશમાં થવાવાળી ગતિને તિહાયોગતિ કહે છે, તેના ૧૭પ્રકાર છે–૧. સ્પર્શદગતિ, ૨. અસ્પર્શદ ગતિ, ૩. ઉપસંપદ્યમાન (આશ્રયયુક્ત) ગતિ, ૪. અનુપસંપદ્યમાનગતિ, ૫. પુદ્ગલ(યુક્ત) ગતિ, ૬. મંડૂકગતિ(ઉછળ વા રૂપ ગતિ), ૭. નાવાની ગતિ, ૮. નયગતિ (યોનું ઘટિત થવું), ૯. છાયાની ગતિ, ૧૦. છાયાનુપાત ગતિ-છાયાની સમાન અનુગમન રૂપ ગતિ, ૧૧. લેશ્યાની ગતિ, ૧૨. ગ્લેશ્યાને અનુરૂપ ગતિ, ૧૩. ઉદ્દેશ્ય ગતિ (પ્રમુખતા સ્વીકાર કરીને રહેવું),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org