________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૪) અનેક જીવોની સર્વે દંડકોમાં દ્રવ્યેન્દ્રિય ઃ૧. ભૂતકાળ– સર્વે દંડકના જીવોએ સર્વે દંડકોમાં ભૂતકાળમાં અનંત દ્રવ્યેન્દ્રિયો કરી છે. પાંચ અનુત્તરદેવપણે ૨૨ દંડકના જીવોએ કરી નથી. મનુષ્યોએ સંખ્યાતા કરી છે. વૈમાનિકમાં ત્રૈવેયક સુધીના દેવોએ અસંખ્ય કરી છે. ચાર અનુત્તર દેવોએ અસંખ્ય કરી છે. સર્વાથ સિદ્ધના દેવોએ સંખ્યાતા કરી છે.
૧૬૦
૨. વર્તમાનકાળ– વર્તમાનકાળમાં સ્વદંડકમાં વનસ્પતિને અનંત દ્રવ્યેન્દ્રિયો છે. શેષ ૨૩ દંડકને અસંખ્ય છે. પર દંડકની અપેક્ષાએ વર્તમાનમાં નથી. મનુષ્યમાં સંખ્યાત—અસંખ્યાત દ્રવ્યેન્દ્રિયો છે. સર્વાર્થસિદ્ધમાં સંખ્યાતા છે.
૩. ભવિષ્યમાં— અનુત્તર દેવને છોડીને નારકી આદિ સર્વ જીવ સર્વ દંડકોમાં ભવિષ્યમાં અનંત દ્રવ્યેન્દ્રિયો કરશે.
વનસ્પતિના જીવ અનુત્તર દેવમાં અનંત દ્રવ્યેન્દ્રિયો કરશે. શેષ સર્વે દંડકના જીવ અનુત્તર દેવમાં અસંખ્ય વ્યેન્દ્રિયો કરશે, મનુષ્ય સંખ્યાતા કે અસંખ્યાતા કરશે. ૫ અનુત્તર દેવ ૨૨ દંડકમાં દ્રવ્યેન્દ્રિયો કરશે નહીં. ચાર અનુત્તર દેવ મનુષ્ય અને વૈમાનિક દેવમાં અસંખ્ય દ્રવ્યેન્દ્રિયો કરશે. ચાર અનુત્તર દેવ પાંચ અનુત્તર દેવપણે અસંખ્ય દ્રવ્યેન્દ્રિયો કરશે. સર્વાર્થસિદ્ધના દેવ મનુષ્યમાં સંખ્યાતા દ્રવ્યેન્દ્રિયો કરશે, વૈમાનિકમાં નહીં કરે.
ભાવેન્દ્રિય વિસ્તાર
:
ભાવેન્દ્રિય ક્ષયોપશમને કહેવાય છે. તે પાંચ છે, શ્રોત્રેન્દ્રિય યાવત્ સ્પર્શેન્દ્રિય, દ્રવ્યેન્દ્રિયની સમાન એનું પણ ચાર દ્વારોથી વર્ણન છે. યથા- (૧) એક એક જીવની ત્રૈકાલિક ભાવેન્દ્રિયો, (૨) સર્વે જીવોમાં ઐકાલિક ભાવેન્દ્રિયો, (૩) એક એક જીવની સર્વે દંડકોમાં ત્રૈકાલિક ભાવેન્દ્રિયો, (૪) સર્વેજીવોની સર્વે દંડકમાં વૈકાલિક ભાવેન્દ્રિયો.
ભાવેન્દ્રિયના ચારે દ્વારોનું સંપૂર્ણ વર્ણન દ્રવ્યેન્દ્રિયના ચારે દ્વારના વર્ણનની સમાન છે. ઉત્કૃષ્ટ સંખ્યાઓમાં અર્થાત્ સંખ્યાતા અસંખ્યાતા અનંતા કહેવામાં ફરક નથી પરંતુ જઘન્ય સંખ્યાઓમાં ફરક છે. અર્થાત્ ૮ના સ્થાન પર પ છે. ના સ્થાન પર ૬ છે. ૧૬ના સ્થાન પર ૧૦ છે. ૬, ૧૨ના સ્થાન પર ૪, ૮ છે. ૪, ૮ના સ્થાન પર ૩, ૬ છે. એકના સ્થાન પર એક અને રના સ્થાન પર ર છે.
આ જઘન્ય સંખ્યાઓ સિવાય કોઈ ફરક નથી.
--
વિશેષ : આ પ્રકરણમાં એકેન્દ્રિયને દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એક જ કહેલ છે. આથી કોઈ ચિંતક કે વ્યાખ્યાકાર અથવા વૈજ્ઞાનિકો વનસ્પતિમાં પાંચ ભાવેન્દ્રિયો કહે તો તે કથન આગમ સમ્મત નથી તેથી તેવું કથન શ્રદ્ધા પ્રરૂપણાને યોગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org