________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧પપ
પરંતુ તે સંયમની કિંચિત્ હાનિ અવશ્ય કરે છે. એ જ કારણે આ સંજ્વલન કષાય ચારિત્રને કષાય કુશીલ સંજ્ઞા અપાવે છે. આ કષાયનો ક્રમ ઝડપથી કે તત્કાળ નષ્ટ થાય છે, ઉત્કૃષ્ટ એક દિવસથી વધુ રહી શકતો નથી.
સંજ્વલન કષાયનો સ્વભાવ પાણીની લીટીની જેમ તુરત જ મિનિટો કલાકોમાં નષ્ટ થવાવાળો છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયનો સ્વભાવ રેતીની લીટી સમાન છે. જે થોડા સમયમાં નષ્ટ થવાવાળો છે. અપ્રત્યાખ્યાન કષાયનો સ્વભાવ પાણી રહિત તળાવની માટીની તિરાડો સમાન મહિનાઓ સુધી રહીને દૂર થાય છે. અનંતાનુબંધી કષાય પથ્થર યા પર્વતની તિરાડની સમાન છે. જેના નષ્ટ થવાનો નિશ્ચિત સમય જ હોતો નથી.
આભોગજાણવા છતાં ક્રોધાદિ કરવા. અનાભોગ– અજાણતા ક્રોધાદિ થવા. ઉપશાંત- વચન કાયામાં બહાર અપ્રકટરૂપ ક્રોધાદિ. અનુપશાંત- વચન કાયામાં પ્રકટ રૂપ ક્રોધાદિ. આ સર્વે પ્રકારના કષાય અને એના ભેદ પ્રભેદ ૨૪ દંડકમાં સૂક્ષ્મ બાદર બધાને કોઈને કોઈ રૂપમાં યા અસ્તિત્વ રૂપમાં હોય છે. તેથી સૂત્રમાં સર્વે દંડકોમાં એની વક્તવ્યતા કહેવાઈ છે. | ( પંદરમું ઇન્દ્રિય પદ , &|
પ્રથમ ઉદ્દેશક
(૧) સંસ્થાન (આકાર) – ૧. શ્રોતેન્દ્રિયનો – કદંબ પુષ્પ ૨. ચક્ષુ ઇન્દ્રિયનો – મસુર દાળ, ૩. ધ્રાણેન્દ્રિયનો- અતિમુક્તક(ધમણ), ૪. રસનેન્દ્રિયનો– સુરપ્ર ખુરપા(અસ્ત્રાની ધાર) સ્પર્શેન્દ્રિયનો– વિવિધ. (ર) લંબાઈ પહોળાઈ – જિહેન્દ્રિયની લંબાઈ અનેક અંગુલછે અને સ્પર્શેન્દ્રિયની લંબાઈશરીર પ્રમાણ છે. શેષ સર્વેની લંબાઈ અને પહોળાઈ અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. (૩) પ્રદેશ – પાંચે ય ઇન્દ્રિયો અનંતપ્રદેશ અને અસંખ્ય પ્રદેશાવગાઢ છે. (૪) અલ્પબહુત્વઃ- સર્વેથી નાની ઇન્દ્રિય ચક્ષુ ઇન્દ્રિય છે. શ્રોતેન્દ્રિય એનાથી સંખ્યાતગણી, ધ્રાણેન્દ્રિય તેનાથી સંખ્યાતગણી, રસનેન્દ્રિય અસંખ્યાતગણી અને સ્પર્શેન્દ્રિય એનાથી સંખ્યાતગુણી હોય છે. આ ક્રમથી પ્રદેશ પણ અલ્પાધિક છે. (૫) ચાર સ્પર્શ – એના બે વિભાગ છે. ૧ કર્કશ અને ભારે(ગુરુ), ૨ મૃદુ અને લઘુ(હલકા); આ એક ગુણ યાવતું અનંતગુણ પર્યત પાંચે ઇન્દ્રિયોમાં હોય છે. અલ્પબદુત્વ :- ચક્ષુ ઇન્દ્રિયમાં કર્કશ–ગુરુ સર્વથી ઓછા છે. પછી ક્રમશઃ શ્રોત્રેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય, સ્પર્શેન્દ્રિયમાં અનંતગણા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org