________________
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
કર્મોનો ચય(સંગ્રહ) કર્યો છે. વર્તમાનમાં તેની સમાન ઉપચય અને બંધ કરે છે. કષાયોથી બાંધેલા કર્મોનું ઉદયમાં આવવું આવશ્યક છે. અતઃ વેદન, ઉદીરણા, નિર્જરા પણ ત્રણ કાળની અપેક્ષા કરી છે, કરે છે અને કરશે, એવી રીતે આ આઠ કર્મ, ત્રણ કાળ, છ ચયાદિના (૮૪૩૪૬ = ૧૪૪) વિકલ્પ થાય છે. એને ઉપરોક્ત પ૧૨00 મંગથી ગુણવાથી = ૨૧૮૮૮૦૦ વિકલ્પ, કષાય સંબંધી પૃચ્છાઓના થાય છે. ફક્ત ચાર કષાયથી ચય આદિના ભંગ કરાય તો ૧૪૪૪૪ કષાયx૨૫ (જીવ-૨૪ દંડક)xર (એકવચન બહુવચન) = ૨૮૮૦૦ એ ચયાદિના સ્વતંત્ર વિકલ્પ થાય છે.
ક્રોધાદિના ક્ષેત્ર આદિ ચાર દ્રવ્ય નિમિત્ત કહ્યા છે. તોપણ નિંદા-પ્રશંસા, ઈર્ષ્યા, સવ્યવહાર અસવ્યવહાર આદિ ભાવ કારણોથી પણ ક્રોધાદિની ઉત્પત્તિ સમજવી જોઈએ. કઠિન શબ્દોના અર્થ – ચય- કર્મ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવા. ઉપચયઅબાધાકાળ છોડીને કર્મ નિષેક રચના કરવી. બંધ- નિષિક્ત જ્ઞાનાવરણીય આદિનું નિકાચન–નિયત કરવું. ઉદીરણા- કર્મોને ઉદયાવલિકામાં લાવવા. ઉદય(વેદના)- કર્મોનું ફળ પ્રાપ્ત થવું, ભોગવવું. નિર્જર- ઉપભોગ કરેલા કર્મોને આત્માથી અલગ કરી દેવા. અનંતાનુબંધી:– જે કષાય સમકિતની ઘાત કરે, જે કષાયનો અંત ન હોય, જે કષાયને સમાપ્ત કરવાનું કોઈ લક્ષ્ય યા મર્યાદા ન હોય તે અનંતાનુબંધી કહેવાય છે. ગુસ્સો, ઘમંડ, કપટ, લાલચ અનંત સંસાર વધારનારા મિથ્યાત્વ મોહને પ્રાપ્ત કરાવનારા કષાય અનંતાનુબંધી છે. અપ્રત્યાખ્યાની :- જે કષાય પ્રત્યાખ્યાન વૃત્તિનો પૂર્ણપણે નાશ કરે છે. જેના ઉદયથી ત્યાગ પ્રત્યાખ્યાનની વૃત્તિ યા રુચિ ઉત્પન્ન થતી નથી, પૂર્વમાં વ્રત યા વ્રત રુચિ હોય તો તેને આ કષાય નષ્ટ કરી દે છે. આ કષાયનો ક્રમ અંત રહિત હોતો નથી. ગુરુ સાનિધ્ય આદિ કોઈ નિમિત્તને પામીને યા સ્વતઃ કાળક્રમથી સંવત્સરની અંદર આ ક્રમ પરિવર્તિત થઈ જાય છે. પ્રત્યાખ્યાનાવરણઃ— જે કષાય સંયમ ભાવનો બાધક છે યા નાશક છે. અર્થાત્ સંયમના નવા ભાવોને આવવા ન દે અને જૂના ભાવોને નષ્ટ કરે. કાંઈક અંશે વ્રત પ્રત્યાખ્યાન યા શ્રાવક વૃત્તિમાં આ બાધક ન થાય. આ કષાયનો ક્રમ ૫–૧૦ દિવસ ઉત્કૃષ્ટ ૧પ દિવસથી વધુ ન ચાલે. સંજ્વલન :- ક્ષણભર માટે આવશ્યક પ્રસંગો કે પરિસ્થિતિઓથી આ કષાય ઉત્પન્ન થાય છે અને તુરત જ જ્ઞાન વૈરાગ્ય વિવેક અથવા સહજ સ્વભાવથી સ્વતઃ નષ્ટ થઈ જાય છે. અપ્રમત્તાવસ્થાના વિકાસ એવં વીતરાગ અવસ્થાની પ્રાપ્તિમાં આ કષાય બાધક થાય છે. આ કષાયથી સંયમનો સર્વથા નાશ થતો નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org