________________
૧૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
આ સૂત્ર પદનો અર્થ એમ પણ કરી શકાય છે કે કેટલા સમયના વિરહના અંતરથી શ્વાસોશ્વાસ લેવામાં આવે છે, પરંતુ આગમકારે કેટલા કાળનો વિરહ અથવા કેટલા કાળનું અંતર હોય છે એમ નથી પૂછ્યું, અને ઉત્તરમાં પણ અંતર અથવા વિરહના ભાવનો ઉત્તર નથી આપ્યો. અગર અંતર અથવા વિરહનો આશય હોત તો નારકી માટે 'અનુસમયે અવિરહિય' શબ્દનો પ્રયોગ થાત અને અન્ય દંડકમાં પણ સાત થોવ અથવા પંદર પક્ષના અંતરથી શ્વાસોશ્વાસ લે છે એવું સ્પષ્ટ કથન કરવામાં આવતા, પરંતુ પાઠમાં એવો પ્રયોગ નથી.
આગમમાં શબ્દ પ્રયોગ આ પ્રકારનો છે પ્રશ્ન-વક્ત બાળતિ? ઉત્તર– નહોઈ સત્ત થવાનાં કાનમંતિ ૩ોસે સારારૂ પક્ષવર્સ આનંતિ છે અહીં વાત થવા લાફા પર્વ એ શ્વાસોશ્વાસના વિશેષણ છે. આનો અર્થ સ્પષ્ટ છે કે કેટલા કાળનો શ્વાસોશ્વાસ? એક થોડ, સાધિક પક્ષનો શ્વાસોશ્વાસ લે છે. અતઃ એથી સ્પષ્ટ થાય છે કે તે તે જીવોને એક વારની શ્વાસોશ્વાસ ક્રિયામાં થોવ, પક્ષ આદિ સમય લાગે છે.
વ્યવહારિક દષ્ટિથી વિચારીએ તો કોઈ પણ સ્વસ્થ પ્રાણી રોકી-રોકીને શ્વાસ નથી લેતો. આભ્યતર નાડી સ્પંદન અથવા નાક દ્વારા શ્વાસ ગ્રહણ સ્વાભાવિક કોઈનો પણ રોકાતો નથી પરંતુ પ્રત્યેક પ્રાણીની શ્વાસ લેવાની પદ્ધતિ ભિન્ન હોય છે. કોઈની મંદગતિ તો કોઈની તીવ્રગતિ. મંદતમ ગતિ અને તીવ્રગતિથી શ્વાસ લેવાની ક્રિયા હોય છે. તેથી શ્વાસ લેવાની ક્રિયામાં ભિન્નતા સ્પષ્ટ દેખાય છે.
આગમમાં મનુષ્યના શ્વાસોશ્વાસ માટે “વેમાત્રા” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જો આ પ્રકરણમાં કહેલ કાલમાનને વિરહ સમજી લેવામાં આવશે તો મનુષ્ય માટે અવિરહ નહીં કહેતા માત્રાનું જે કથન કરવામાં આવ્યું છે તેનો અર્થ થશે કે અંતરનું નિશ્ચિત કાલ માન નથી, પરંતુ જુદા પ્રકારનું અંતર હોય છે. જ્યારે પ્રત્યક્ષ વ્યવહારમાં એ દેખાય છે કે નાક દ્વારા ચાલતો શ્વાસ અથવા નાડી સ્પંદન અથવા ધડકન આદિ કોઈની મિનિટ, અડધી મિનિટ કે બે મિનિટ એમ કોઈ પણ વેમાત્રા સુધી શ્વાસ થોભતો નથી, તેમાં(શ્વાસમાં) વિરહ–અંતર નથી. અતઃ અવિરહ કહેવું જોઈએ. અગર અંતર માટે માત્રાનો શબ્દપ્રયોગ હોય તો વિભિન્ન માત્રાઓમાં જુદી જુદી વ્યક્તિઓના શ્વાસની વચ્ચે કોઈને કોઈ અત્યધિક અંતર દેખાવું જોઈએ પરંતુ એવું દેખાતું નથી.
પ્રત્યક્ષમાં એ દેખાય છે કે વિભિન્ન માત્રાનું કાળમાન અલગ-અલગ વ્યક્તિઓની શ્વાસોશ્વાસ ક્રિયાનું હોય છે. ભગવતી ટીકામાં પણ સાત લવ આદિ માટે કાલમાન શબ્દનો પ્રયોગ કરાયો છે.
આહારનું અંતર જે રીતે પ્રત્યેક પ્રાણીના જીવનમાં દેખાય છે તે રીતે શ્વાસોશ્વાસમાં અંતર દેખાતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org