________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
છોડવો ત્રણેય મળીને જ શ્વાસોશ્વાસ છે, તેમાં જે કાલમાન થાય છે તે જ અહીં સૂત્રમાં કહેવાયું છે. તેમ સમજવું. પરંતુ ઉશ્વાસ કે નિશ્વાસ આદિને જુદા પાડીને ચક્કરમાં પડવું નહીં.
૧૨૬
આઠમું સંજ્ઞા પદ
:
કર્મોના ક્ષયોપશમ કે ઉદય સાથે ઉત્પન્ન આહાર આદિની અભિલાષા, રુચિ કે મનોવૃત્તિને સંશા કહે છે. એનાથી થયેલ કાયિક માનસિક ચેષ્ટાને સંજ્ઞા પ્રવૃત્તિ કે સંજ્ઞા ક્રિયા કહે છે. આ સંજ્ઞાઓ દસ પ્રકારની છે.
(૧) આહાર સંજ્ઞા :- ક્ષુધાવેદનીય કર્મના ઉદયથી આહારની અભિલાષા, રુચિ. (૨) ભય સંજ્ઞા :– ભય મોહનીય કર્મના ઉદયથી ભય જન્ય ભાવો—અનુભવ. (૩) મૈથુન સંજ્ઞા :– વેદ મોહનીયના ઉદયથી મૈથુન-સંયોગની અભિલાષા અને વિકારરૂપ સૂક્ષ્મ-સ્થૂલ સંકલ્પ.
(૪) પરિગ્રહ સંજ્ઞા :– લોભ મોહનીયના ઉદયથી આસક્તિ યુક્ત પદાર્થોના ગ્રહણની અભિલાષા.
(૫) ક્રોધ સંશા :– ક્રોધ મોહનીયના ઉદયથી કોપ વૃત્તિનો સંકલ્પ, આત્મ પરિણતિ(પરિણામ).
(૬) માન સંજ્ઞા :- માન મોહનીયના ઉદયથી ગર્વ અહંકારમય માનસ આત્મ પરિણતિ(પરિણામ).
(૭) માયા સંજ્ઞા :– માયા મોહનીયના ઉદયથી મિથ્યા ભાષણ છલ પ્રપંચ જનક આત્મ પરિણતિ(પરિણામ).
(૮) લોભ સંજ્ઞા :- લોભ મોહનીયના ઉદયથી અનેક પ્રકારની લાલસાઓ, સુખ-સમૃદ્ધિ, યશ-સન્માન તથા પદાર્થોના પ્રાપ્તિની આશાઓ-અભિલાષાઓ. (૯) લોક સંજ્ઞા :- આ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. દેખા દેખી, પરંપરા, પ્રવાહ અનુસારી પ્રવૃત્તિઓની મનોવૃત્તિ-રુચિ ‘લોક સંજ્ઞા’ છે. (૧૦) ઓઘ સંજ્ઞા :- આ દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી થાય છે. આમાં કેઈ પણ વિચાર્યા વિના, સંકલ્પો અને વિવેક વિના, ફક્ત ધૂનમાં ને ધૂનમા પ્રવૃત્તિ કરવાની પાછળ રહેલી મનોદશા-આત્મ પરિણતિ ‘ઓઘ સંજ્ઞા’ છે. જેમ કે બોલતા તથા બેસતા, વિના પ્રયોજન, વિના સંકલ્પ, શરીર, હાથ પગ હલાવવાની પ્રવૃત્તિ ‘ઓઘ સંજ્ઞાની’ છે. એની પાછળ જે આત્મ પરિણતિ છે તે ઓઘ સંજ્ઞા’ છે.
આ દસે દસ સંજ્ઞાઓ સામાન્યરૂપે સંસારના સર્વે પ્રાણીઓમાં હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International