________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
(૪) અનેક ચરમ :~ અચરમ વિના અનેક ચરમ હોવા અસંભવ છે તેથી આ ભંગ પણ શૂન્ય છે. કોઈ પણ સ્કંધમાં માન્ય નથી. (૫) અનેક અચરમ ઃ- ચરમ વગર એક અચરમ પણ થતો નથી, માટે અનેક અચરમ થવાનો સંભવ જ નથી. તેથી આ ભંગ પણ શૂન્ય છે.
૧૩૨
(૬) અનેક અવક્તવ્ય :- ચરમ અચરમ વિના અવક્તવ્ય અનેક રહેતા નથી. એક અવક્તવ્ય રૂપ પરમાણુનો ત્રીજો ભંગ તો સફળ છે જ, પરંતુ અનેક અવક્તવ્ય રૂપ આ ભંગ સંભવ નથી.
(૭) ચરમ એક અચરમ એક ઃ— જો સમકક્ષ અને એક દિશામાં રહેલ પ્રદેશોમાં એક અચરમ છે તો ચરમ અનેક થાય છે. આ ભંગ સમકક્ષ એક દિશામાં રહેલ પ્રદેશની અપેક્ષા થતો નથી પરંતુ સમકક્ષ ચારે દિશામાં રહેલ પ્રદેશોની અપેક્ષા થાય છે. તેથી આ ભંગ ઓછામાં ઓછા પાંચપ્રદેશી સ્કંધમાં થઈ શકે છે. એમાં જે એક પ્રદેશ વચમાં હોય છે, તે એક અચરમ હોય છે. શેષ ચાર ચારે તરફથી ઘેરાયેલા રહેવાની અપેક્ષાએ એક ચરમ કહેવાય છે.
:~
(૮) ચરમ એક અચરમ અનેક ઃ- સાતમાં ભંગની જેમ આ પણ ભંગ છે, એમાં બે પ્રદેશ વચ્ચેના બે આકાશપ્રદેશ પર હોય છે અને ચાર પ્રદેશ ચારે બાજુએ ઘેરાએલા હોય છે, તેથી આ ભંગ ઓછામાં ઓછા ૬ પ્રદેશી સ્કંધમાં હોય છે. (૯) ચરમ અનેક અચરમ એક :– આ ભંગ સમકક્ષમાં એક શ્રેણીમાં રહેલા પ્રદેશોમાં હોય છે. એમાં ઓછામાં ઓછા ત્રણ પ્રદેશ આવશ્યક છે. અર્થાત્ આ ભંગ બે પ્રદેશી કંધમાં નથી હોતો, ત્રણ પ્રદેશી સ્કંધમાં અને એનાથી અધિક પ્રદેશી સ્કંધમાં હોય છે.
(૧૦) ચરમ અનેક અચરમ અનેક ઃ- નવમાં ભંગની જેમજ આ ભંગમાં પણ બે પ્રદેશ વચ્ચે અને બે પ્રદેશ બંને કિનારે એમ ચાર પ્રદેશ સમકક્ષમાં એક શ્રેણીમાં રહેવાથી જઘન્ય ચાર પ્રદેશીમાં આ ભંગ થાય છે.
(૧૧) ચરમ એક અવક્તવ્ય એક ઃ– બે પ્રદેશ એક શ્રેણીમાં સમકક્ષમાં હોય અને એક પ્રદેશ ઉપર અથવા નીચે અન્ય પ્રતરમાં હોય અને સમકક્ષમાં ન હોય તો આ ભંગ થાય છે. એમાં ઓછામાં ઓછો ત્રણ પ્રદેશી સ્કંધ હોવો આવશ્યક છે. (૧૨) ચરમ એક અવક્તવ્ય અનેક :– અગિયારમાં ભંગની જેમ જ આ ભંગ છે. તેમાં એક પ્રદેશ ભિન્ન પ્રતરમાં હોય છે અને એમાં બે પ્રદેશ ભિન્ન પ્રતરોમાં હોય અર્થાત્ એક ઉપરના પ્રતરમાં એકલો, એક નીચેના પ્રતરમાં એકલો અને વચ્ચેના પ્રતરમાં સમકક્ષમાં બે પ્રદેશ હોય છે. તે સમકક્ષવાળા એક ચરમ છે અને ઉપર નીચે વાળા બે અવક્તવ્ય છે. આ પ્રકારે આ ભંગ ઓછામાં ઓછા ચારપ્રદેશી સ્કંધમાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org