________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૩૩
(૧૩) ચરમ અનેક અવક્તવ્ય એક :– બે પ્રદેશ એક પ્રતરમાં સમકક્ષ હોય પછી બે બીજા પ્રતરમાં સમકક્ષ અને ત્રીજા પ્રતરમાં એક પ્રદેશ એકલો હોય ત્યારે બે પ્રતિરોમાં અનેક ચરમ થાય અને ત્રીજા પ્રતરમાં એકલો રહેલ પ્રદેશ એક અવક્તવ્ય છે. આ પ્રકારે આ ભંગ ઓછામાં ઓછા પાંચ પ્રદેશ સ્કંધમાં હોય છે. (૧૪) ચરમ અનેક અવક્તવ્ય અનેક – આ ભંગ તેરમાં ભાગની જેમ છે. ફરક એટલો જ કે તેમાં એકલો એક ત્રીજા પ્રતરમાં હોય છે પરંતુ એમાં એક એકલો ઉપરના પ્રતરમાં અને એક એકલો નીચેના પ્રતરમાં હોય છે; વચ્ચેના બે પ્રતરોમાં બે-બે પ્રદેશ હોય છે. આ પ્રકારે આ ભંગ ન્યૂનતમ ૬ પ્રદેશ સ્કંધમાં હોય છે. (૧૫ થી ૧૮) ભંગ:- આ ચાર ભંગ અચરમ + અવક્તવ્યના છે. એમાં ચરમ નથી અને ચરમ વિના અચરમ નથી થતા, તેથી અચરમ + અવક્તવ્યના આ ચારે ભંગ શૂન્ય છે. ભંગ માત્ર છે. અહીંયા તેમનો કોઈ ઉપયોગ નથી (૧૯) ચરમ એક, અચરમ એક, અવક્તવ્ય એક – સાતમા ભંગની જેમ આ ભંગ છે. આમાં વિશેષતા એ છે કે એક પ્રદેશ અન્ય ઉપર અથવા નીચેના પ્રતરમાં અધિક હોય છે તે અવક્તવ્ય હોય છે. ત્યારે આ ભંગ ઓછામાં ઓછા ૬ પ્રદેશી સ્કંધમાં બને છે. (૨૦) ચરમ એક અચરમ એક અવક્તવ્ય અનેક – આ ભંગ ૧૯માં ભંગની જેમ છે. વિશેષતા એ છે કે એમાં એકલો એક પ્રદેશ ઉપરી પ્રતરમાં અને એક નીચલા પ્રતરમાં એમ બે અવક્તવ્ય હોય છે. તેથી આ ભંગ ઓછામાં ઓછા સાતપ્રદેશ સ્કંધમાં હોય છે. (ર૧) ચરમ એક અચરમ અનેક અવક્તવ્ય એક – આ ભંગ પણ ૧૯મા ભંગની જેમ છે. પરંતુ તેમાં વચમાં બે પ્રદેશ હોય છે, ચારે તરફ ચાર અને એક ઉપર હોય છે, તેથી વચ્ચેના બે પ્રદેશ અનેક અચરમ હોય છે, ચારે તરફ વાળા ચાર પ્રદેશ એક ચરમ હોય છે. ભિન્ન પ્રતરમાં ઉપર રહેલ એક પ્રદેશ પ્રવક્તવ્ય હોય છે. આ પ્રકારે આ ભંગ ઓછામાં ઓછા સાતપ્રદેશી ઔધમાં હોય છે. (રર) ચરમ એક અચરમ અનેક અવક્તવ્ય અનેક – આ ભંગ ર૧મા ભંગની જેમ છે. તેમાં વિશેષતા એ છે કે એક ઉપરના પ્રતરમાં અને એક નીચેના પ્રતરમાં એમ બે અવક્તવ્ય હોય છે શેષ દ સમકક્ષમાં ર૧મા ભંગની જેમ રહે છે. આ પ્રકારે આ ભંગ ર+૪+ ૨ = ૮ પ્રદેશોથી બને છે અર્થાત્ ઓછામાં ઓછા આઠ પ્રદેશી અંધમાં આ ભંગ મળે છે. (ર૩) ચરમ અનેક અચરમ એક અવક્તવ્ય એક – એક પ્રદેશ વચમાં, બે પ્રદેશ કિનારે એમ ત્રણ પ્રદેશ, એક શ્રેણીમાં હોય અને એક પ્રદેશ ભિન્ન પ્રતરમાં એકલો હોય ત્યારે વચ્ચેનો એક અચરમ, કિનારાના બે ચરમ અને એકલો એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org