________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
કરે છે. ઔદારિક કે વૈક્રિય સંપૂર્ણ શરીરમાં આ શરીર વ્યાપ્ત રહે છે, સંસારના સમસ્ત જીવોને અનાદિકાળથી હોય છે. મોક્ષમાં જતી વખતે આ શરીર આત્માનો સાથ છોડે છે. મૃત્યુ પામીને જીવ જ્યારે ઔદારિક કે વૈક્રિય શરીરને ત્યાં જ છોડીને પરભવમાં જાય છે, ત્યારે પણ આ શરીર આત્માની સાથે રહે છે. એનું શરીરમાં પ્રમુખ સ્થાન અને કર્તવ્ય જઠરાગ્નિ છે તેથી તેનું નામ તૈજસ શરીર છે. (૫) કાર્યણ શરીર ઃ– કર્મોના ભંડારરૂપ, સંગ્રહરૂપ, પેટીરૂપ જે શરીર છે, તે આ કાર્યણ શરી૨ છે. અર્થાત્ જે શરીરમાં આત્માના સમસ્ત કર્મોના સર્વ પ્રકારના વિભાગ ક્રમાનુસાર સંગ્રહ થાય છે તે કાર્પણ શરીર છે. આ શરીર પણ તૈજસ શરીરની સમાન સંસારના સમસ્ત જીવોની સાથે અનાદિથી છે, મુક્ત અવસ્થા પ્રાપ્ત થવાના પૂર્વ સમય સુધી રહે છે. આ પ્રકારે આ શરીર કર્મોનો સંગ્રાહક અને આત્માના સંસાર ભ્રમણ સંચાલનનો મુખ્ય મુનિમ છે.
૧૪૫
ચોવીસ દંડકમાં શરીર :-- નારકી-દેવતામાં ત્રણ શરીર હોય છે— ૧. વૈક્રિય ૨. તૈજસ ૩ કાર્પણ. વાયુકાય અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ચાર શરીર હોય છે-- ૧. ઔદારિક ૨. વૈક્રિય ૩. તેજસ, ૪. કાર્મણ. સંશી મનુષ્યમાં ઔદારિક, તૈજસ, કાર્મણ અને લબ્ધિ પ્રાપ્તને વૈક્રિય તથા આહારક, એમ પાંચેય શરીર હોય છે. ચાર સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય આદિમાં ત્રણ શરીર હોય છે— ૧. ઔદારિક ૨. તૈજસ ૩. કાર્મણ.
પાંચેય શરીરોની સંખ્યા પ્રમાણ ઉપમા દ્વારા ઃ
પાંચેય શરીર બે–બે પ્રકારના છે. ૧. બદ્ધ(જીવની સાથે રહેલા), ૨. મુક્ત (જીવથી છૂટેલા).
ઔદારિક બદ્ધ-મુક્ત શરીર ઃ- જે શરીર જીવની સાથે છે તે બદ્ધ શરીર છે. અર્થાત્ જીવયુક્ત શરીર બઢેલક કહેવાય છે અને જીવ રહિત શરીર પુદ્ગલો મુશ્કેલગ કહેવાય છે.
૧. બદ્ધ(બઢેલક) શરીર, સંખ્યા માપથી અસંખ્યાતા છે. કાળમાપથી અસંખ્ય ઉત્સર્પિણી, અવસર્પિણીના સમય તુલ્ય છે. ક્ષેત્ર માપની અપેક્ષાએ અસંખ્ય લોક જેટલા ક્ષેત્રના આકાશપ્રદેશોની સંખ્યા તુલ્ય છે.
૨. મુશ્કેલગ(જીવથી છૂટેલા) ઔદારિક શરીર અનંત છે. અર્થાત્ આત્માથી છૂટતાં જ એક શરીરના અનંત વિભાગ થાય છે, તેથી અસંખ્ય બઢેલક હોવા છતાં પણ મુકકેલગ અનંત કહેવાય છે. આ શરીરના મુકકેલગ જ્યાં સુધી અન્ય પરિણામને પ્રાપ્ત થતા નથી, ત્યાં સુધી પૂર્વ શરીરના મુકકૈલગ જ ગણાય છે. એવા ઔદારિકના મુકકેલગ સંખ્યાની અપેક્ષા અનંત છે. કાળ માપની અપેક્ષા અનંત ઉત્સર્પિણી અવસર્પિણીના સમય તુલ્ય છે. ક્ષેત્ર માપની અપેક્ષા લોક જેટલા અનંત લોક હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org