________________
| તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૪૨
પણ હોઈ શકે છે. ૧૦. અવગાઢ છએ દિશાઓમાંથી ગ્રહણ કરાય છે. ભાષા પ્રયોગના પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં જ્યાં સુધી બોલાય છે ત્યાં સુધી સર્વે સમયમાં ભાષા વર્ગણાના પુલ ગ્રહણ કરાય છે. બોલવાનું બંધ કરવું હોય તો કયારેય પણ પુદ્ગલ ગ્રહણ કરવાનું અટકી શકે છે. ૧૧. પ્રથમ સમયમાં જે ભાષા દ્રવ્ય ગ્રહણ થાય છે, તેનું બીજા સમયમાં નિસ્સરણ = છોડવાનું થાય છે. બીજા સમયમાં જેનું ગ્રહણ કરે છે, તેનું ત્રીજા સમયમાં નિસ્સરણ હોય છે. ૧૨. લગાતાર અસંખ્ય સમય સુધી ગ્રહણ-
નિસ્સરણ થયા વિના સ્વર યા વ્યંજનોની અર્થાત્ અક્ષરોની નિષ્પત્તિ થતી નથી.
૧૩. પ્રથમ સમયમાં ફક્ત ગ્રહણ જ હોય છે, નિસ્સરણ હોતું નથી. અંતિમ સમયમાં ફક્ત નિસ્સરણ હોય છે અને વચ્ચેના સમયમાં ગ્રહણ નિસ્સરણ બને ક્રિયા હોય છે. એક સમયમાં યોગ્ય અનેકક્રિયા થઈ શકવી એ જિનાનુમત છે. એક સમયમાં ઉપયોગ એક જ હોય છે. મિથ્યાત્વ અને સમ્યકત્વ એવી વિરોધી ક્રિયાઓ એક સાથે નથી થતી. પરંતુ કર્મ પ્રકૃતિનો બંધ, ઉદય, ઉદીરણા, નિર્જરા આદિ વિભિન્ન ક્રિયાઓ થતી રહે છે. (ર૪) સત્ય અસત્ય આદિ જે રૂપમાં ભાષા વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરાય છે તે રૂપમાં એનું નિસ્સરણ થાય છે, અન્ય રૂપમાં નહીં. (૫) સ્વવિષયના અર્થાત્ ભાષાને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે છે અન્ય નહીં. તે પુદ્ગલ અનુક્રમ પ્રાપ્ત ગ્રહણ કરે છે, વ્યુત્કમથી નહીં. (રદ) ભાષા વર્ગણાના પુદ્ગલો ભેદ પામતા નીકળે છે. તો તે પુદ્ગલના ભેદ પાંચ પ્રકારના હોય છે. ૧. ખંડા ભેદ– લોઢું, તાંબું, ચાંદી, સોનું આદિના ખંડની જેમ, ૨. પ્રતર ભેદ- વાંસ, નેતર, કદલી, અબરખ આદિના ભેદની જેમ, ૩. ચૂર્ણ ભેદ– પીસેલા પદાર્થની સમાન ચૂર્ણ બની જવું, ૪. અણુતડિયા ભેદજળ સ્થાનોમાં પાણી સૂકાઈ જતાં માટીમાં તિરાડ પડે તેના જેવા, ૫. ઉક્કરિયા ભેદ– મસૂર, મગ, અડદ, તલ, ચોળા આદિ ફળીઓના ફાટવા રૂપ ભેદની સમાન.
ભાષા વર્ગણાના પુદ્ગલોમાં આ પાંચ પ્રકારના ભેદ હોય શકે છે. એનું અલ્પબહત્વ આ પ્રકારે છે. ૧. સર્વેથી થોડા ઉક્કરિયા(ઉત્કટિકા) ભેદવાળા, ૨. અનુતડિયા ભેટવાળા અનંતગુણા, ૩. ચૂર્ણભેદવાળા એનાથી અનંતગણા, ૪. તેનાથી પ્રતર મેદવાળા અનંતગણા, ૫. તેનાથી ખંડા ભેદવાળા અસંખ્યગણા (ર૭) આ સમુચ્ચય જીવોની અપેક્ષાએ જે પણ કથન કર્યું છે, તેને નરકાદિ ૨૪ દિંડકમાં યથા યોગ્ય સમજવું, અર્થાત્ જ્યાં જે ભાષા હોય છે, તે દંડકમાં તે ભાષાના આશ્રયથી કથન કરવું જોઈએ. એકેન્દ્રિય અભાષક છે, તેથી તેમનું કોઈપણ કથન કરવામાં આવતું નથી; શેષ ૧૯ દંડકનું કથન જ અહીં અપેક્ષિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org