________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
વચન યથા– ૧ આ પદ્ધતિમાંથી કોઈ પણ પદ્ધતિ અપનાવવી જોઈએ ૨ આ પદ્ધતિ જ અપનાવવા યોગ્ય રહેશે, ૧૦. અનેકાર્થક સંશયોત્પાદક વચન પ્રયોગ કરવો, ૧૧. સ્પષ્ટાર્થક વચન, ૧૨. ગૂઢાર્થક વચન.
વિવિધ પ્રસંગોપાત અનેક પ્રકારની ભાષાઓ બોલાય છે. ગૂઢાર્થક, અનેકાર્થક(સંશયોત્પાદક) વચન પણ આવશ્યક પ્રસંગ પર બોલાય છે. જેના બોલવામાં યા કથન કરવામાં અસત્યથી બચવાનું કારણ નિહિત હોય છે. તે વચન અસત્ય નથી એવં સત્યના વિષયથી પર પણ છે. અર્થાત્ હે શિષ્ય ! અહીં આવ, નવકારસીના પ્રત્યાખ્યાન કરવા જોઈએ. આ વચન સત્ય અને અસત્યને અવિષયભૂત છે, પરંતુ વ્યવહારોપયોગી વચન છે.
૧૪૧
એ સિવાય જે પશુ, પક્ષી અને નાના જીવ જંતુ અવ્યક્ત વચન પ્રયોગ કરે છે તે પણ વ્યવહાર ભાષાની અંતર્ગત સમાવિષ્ટ છે. કારણ કે એના આ અવ્યક્ત વચનોનો જૂઠ, સત્ય યા મિશ્ર ભાષા સાથે કોઈ સંબંધ હોતો નથી.
આ પ્રકારે આ વ્યવહાર ભાષાની પરિભાષા એ નિષ્પન્ન થઈ કે જે વચન અવ્યક્ત હોય, વ્યવહારોપયોગી હોય અને જેનો અસત્ય, સત્ય અને મિશ્ર સાથે કોઈ સંબંધ ન હોય તે વ્યવહાર ભાષા છે.
(૨૧) દશવૈકાલિક સૂત્ર અધ્યયન ૪ના અનુસાર જીવ જતનાપૂર્વક ચાલવું, બોલવું, ખાવું આદિ પ્રવૃત્તિઓ કરતા પણ અપેક્ષિત પાપ કર્મનો બંધ કરતો નથી. ભગવતી સૂત્ર અનુસાર ઉપયોગપૂર્વક ઈર્યા શોધન કરતા અણગારના પગ નીચે સહસા પંચેન્દ્રિય પ્રાણી દબાઈ જાય તો પણ એ અણગારને એ જીવની વિરાધના સંબંધી સાવધ સપાપ ક્રિયા લાગતી નથી.
એ પ્રકારે આ ભાષા પદમાં પણ એ જ સમજાવવામાં આવ્યું છે કે ઉપયોગપૂર્વક બોલતા જો અસત્ય કે મિશ્ર ભાષાનો સહસા પ્રયોગ થઈ જાય તો પણ તે જીવ વિરાધક બનતો નથી. પરંતુ જે જીવ અસંયત-અવિરત છે, અસત્ય અથવા મિશ્ર કોઈ પણ વચનનો જેને ત્યાગ નથી અને એવા વચન ન બોલવાનો કોઈ સંકલ્પ નથી, તે વિવેક અને જાગરૂકતા રહિત વ્યક્તિ સત્ય અને વ્યવહાર ભાષા બોલવા છતાં પણ આરાધક નથી, પરંતુ વિરાધક છે. અર્થાત્ જાગૃત અને ભાષાના વિવેકમાં ઉપયોગવંત વ્યક્તિના દ્વારા કદાચિત ચારમાંથી કોઈપણ ભાષાનો પ્રયોગ થઈ જાય તો પણ તે આરાધક છે. એવં લક્ષ્ય રહિત, વિવેક અને ઉપયોગ રહિત, અસત્યના ત્યાગ રૂપ વિરતિથી રહિત, વ્યક્તિના દ્વારા ચારેમાંથી કોઈ પણ ભાષાનો પ્રયોગ થઈ જાય તો પણ તે આરાધક ગણાતો નથી તેને વિરાધક માનવામાં આવે છે.
એનું તાત્પર્ય એ છે કે ભૂલને ક્ષમ્ય માનવામાં આવે છે, પરંતુ અવિવેક, લાપરવાહી આદિ ક્ષમ્ય ગણાતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org