________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
વચન પ્રયોગ કરનારા સત્યાર્થી વ્યક્તિએ ભાષા સંબંધી વચન પ્રયોગોનું જ્ઞાન અવશ્ય રાખવું જોઈએ. વક્તા કે પ્રવચનકાર મુમુક્ષુ આત્માઓએ ઉક્ત ચાર પ્રકારની ભાષાના ભેદ-પ્રભેદ અને પરમાર્થનું જ્ઞાન અને અનુભવ પણ પ્રાપ્ત કરવા જોઈએ. આ સાથે નીચે બતાવેલ ૧૬ પ્રકારના વચન પ્રયોગોનો પણ અભ્યાસ કરી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
૧૪૨
(૨૨) સોળ પ્રકારના વચન :- ૧. એક વચનનાપ્રયોગ, ૨. દ્વિવચનના પ્રયોગ, ૩. બહુવચનના પ્રયોગ, ૪. સ્ત્રીવચન, ૫ પુરુષવચન, ૬. નપુંસકવચન, ૭. અધ્યાત્મવચન એટલે વાસ્તવિક અંતરભાવના વચન, સહજ સ્વાભાવિક સરલતાપૂર્ણ વચન, ૮. ગુણ પ્રદર્શક વચન, ૯. અવગુણપ્રદર્શક વચન, ૧૦. ગુણ બતાવીને અવગુણ પ્રગટ કરવાનું વચન ૧૧. અવગુણ બતાવીને ગુણ પ્રગટ કરનારું વચન, ૧૨. ભૂતકાલિક વચન પ્રયોગ, ૧૩. વર્તમાનકાલિક વચનપ્રયોગ, ૧૪. ભવિષ્યકાલિક વચન પ્રયોગ, ૧૫. પ્રત્યક્ષીભૂત વિષયના વચન પ્રયોગ, ૧૬. પરોક્ષભૂત વિષયની કથન પદ્ધતિ.
ઇત્યાદિ પ્રકારના વચનોના પ્રયોગ યાં, કયારે અને કેવા પ્રકારે કરવા જોઈએ, કયારે કઈ ક્રિયાના, શબ્દના, લિંગના, વચનના પ્રયોગ કરાય છે, આ વિષયક ભાષા જ્ઞાન કરવું, એનો અભ્યાસ અને અનુભવ કરવો પણ આરાધક ભાષા પ્રયોગના ઇચ્છુક સાધકે અને વિશેષ કરીને વક્તાઓએ પોતાનું આવશ્યક કર્તવ્ય સમજવું જોઈએ.
(૨૩) ગ્રહણ યોગ્ય ભાષા દ્રવ્યો સંબંધી તાત્ત્વિક જ્ઞાન :- ૧. વચનપ્રયોગ હેતુ ભાષા વર્ગણાના પુદ્ગલ ગ્રહણ કરવામાં આવે અન્ય વર્ગણાના નહીં ૨. સ્થાન સ્થિત પુદ્ગલ ગ્રહણ કરાય ચલાયમાન નહીં, ૩. અનંતપ્રદેશી પુદ્ગલ ગ્રહણ કરાય, અસંખ્યાતપ્રદેશી આદિ નહીં ૪. અસંખ્ય આકાશપ્રદેશની અવગાહના વાળા પુદ્ગલ ગ્રહણ કરાય છે. ૫. તે પુદ્ગલ સમૂહમાં કેટલાક સ્કંધ એક સમયની સ્થિતિવાળા પણ હોઈ શકે છે, ઉત્કૃષ્ટ અસંખ્ય સમયની સ્થિતિવાળા પણ હોઈ શકે છે. . તે પુદ્ગલ ચાર સ્પર્શવાળા હોય છે અર્થાત્ એમાં વર્ણાદિ ૧૬ બોલ (પ વર્ણ, ૨ ગંધ, ૫ રસ અને, ૪ સ્પર્શી હોય છે. ૭. તે પુદ્ગલ એક ગુણ કાળા હોઈ શકે છે અથવા અનંત ગણા કાળા પણ હોઈ શકે છે. એ પ્રકારે ૧૬ બોલ એક ગુણ યાવત્ અનંત ગણા ગુણ સમજી લેવા.
૮. જે ભાષા વર્ગણાના પુદ્ગલ જીવના સ્પર્શમાં છે અર્થાત્ જે શરીરમાં આત્મા હોય તે શરીરને સ્પર્શિત અને અવગાહિત છે એને ગ્રહણ કરી શકાય છે અન્ય અનવગાઢ યા અસ્પર્શિત ને નહીં; કંઠ, હોઠના નિકટતમ અનંતર છે તે ગ્રહણ કરી શકાય છે પરંપરને નહીં. ૯. તે પુદ્ગલ નાના પણ હોઈ શકે છે. મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org