________________
૧૪૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
પ. રૂપ સત્ય – બહુરૂપી વ્યક્તિ જે રૂપમાં હોય તેને તે કહેવું રૂપ સત્ય છે.
પ્રતીત્ય(અપેક્ષા) સત્ય-કોઈ પદાર્થને કોઈની અપેક્ષાએ નાનો કહેવો પ્રતીત્ય સત્ય છે. તે જ પદાર્થ બીજાની અપેક્ષાએ મોટો પણ હોઈ શકે છે. ૭. વ્યવહાર સત્ય- ગામ આવી ગયું, પહાડ બળી રહ્યો છે ઈત્યાદિ. વાસ્તવમાં ગામ ચાલતું નથી, જીવ ચાલે છે. પહાડ બળતો નથી પરંતુ એની અંદર રહેલા ઘાસ વગેરે બળે છે, તો પણ વ્યવહાર સત્ય ભાષા છે. ૮. ભાવ સત્ય- ભાવમાં જે ગુણ પ્રમુખ હોય છે તેનું તે પદાર્થમાં મહત્ત્વ બતાવવું તે ભાવ સત્ય છે. યથા– કાળી ગાય આ ભાવ સત્ય છે. જો કે પાંચ વર્ણ અષ્ટ સ્પર્શમાં હોય છે. તો પણ પ્રમુખ રંગને કહેવું ભાવ સત્ય છે. એ પ્રકારે અન્ય ગુણોની પ્રમુખતાના શબ્દ સમજવા. ૯. યોગ સત્ય- દંડ રાખવાવાળાને દંડી આદિ કહેવું યોગ સત્ય છે. ૧૦. ઉપમા સત્ય– ઉપમા આપીને કોઈને કહેવું. યથા– સિંહની સમાન શૌર્યવાળા માનવને 'કેસરી' કહેવું, મનને ઘોડો કહેવું વગેરે. (૧૮) અસત્ય ભાષાના ૧૦ પ્રકાર:- ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા, ૪. લોભ, ૫. રાગ, ૪. તેષ, ૭. હાસ્ય, ૮, ભય આ આઠને વશીભૂત થઈને અથવા આ વિભાવોને આધીન થઈને જે અસત્ય ભાષણ ઉચ્ચારે છે તે ક્રમશઃ ક્રોધ અસત્ય યાવતુ ભય અસત્ય છે. ૯. કથા, ઘટના આદિ વર્ણન કરતી વખતે વાતમાં રંગ લાવવા માટે અથવા ભાવ પ્રવાહમાં અસત્ય અતિશયોક્તિ વશ જે કથન કરી દેવાય છે, તે આખ્યાયી અસત્ય છે. ૧૦. બીજાના હૃદયને આઘાત પહોંચાડવા માટે અસત્ય વચન પ્રયોગ કરવો ઉપઘાત અસત્ય' છે. (૧૯) મિશ્ર ભાષાના ૧૦ પ્રકાર:– ૧–૩. જન્મ, મરણ અને જન્મ મરણની સંખ્યા સંબંધી કોઈ પણ પ્રકારનું સત્યાસત્ય કથન કહેવું, ૪-૬જીવ, અજીવ અને જીવાજીવ સંબંધી કોઈપણ પ્રકારનું સત્યાસત્ય કથન કરવું ૭-૮. અનંત અને પ્રત્યેક સંબંધી મિશ્ર ભાષાનો પ્રયોગ કરવો, ૯-૧૦. કાળ સંબંધી અને કાલાંશ અર્થાત્ સૂક્ષ્મ કાળ સંબંધી સત્યાસત્ય કથન કરવું ઇત્યાદિ મિશ્ર ભાષાના પ્રકાર છે. અન્ય પણ અનેક પ્રકાર હોઈ શકે છે. આ બધાની અપેક્ષાએ આ દસ પ્રકારમાં સમાવેશ કરી લેવો જોઈએ. (૨૦) વ્યવહાર ભાષાના ૧૨ પ્રકાર :– ૧. સંબોધન સૂચક વચન, ૨. આદેશ વચન, ૩. કોઈ વસ્તુના માંગવા રૂપ વચન, ૪. પ્રશ્ન પૂછવાનો વચન પ્રયોગ, ૫. ઉપદેશ રૂપ વચન કે તત્ત્વજ્ઞાન પ્રદાન કરનારા વચન, દ. વ્રત પ્રત્યાખ્યાનના પ્રેરક વચન, ૭. બીજાને સુખપ્રદ, અનુકૂલ, સન્માન સૂચકવચન,૮. અનિશ્ચયકારી ભાષામાં અર્થાત્ વૈકલ્પિક ભાષામાં સલાહ વચન,૯. નિશ્ચયકારી ભાષામાં સલાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org