________________
૧૩૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
અગિયારમું: ભાષા પદ
(૧) ભાષા, વસ્તુ-તત્ત્વનો બોધ કરાવે છે. કોઈ પણ વ્યક્તિના આશયને સમજવા, ઓળખવા, જાણવા માટે ભાષા અત્યંત સહયોગકારિણી, ઉપકારિણી થાય છે. (૨) ભાષા જીવને હોય છે, અજીવને નહીં. કયારેક જીવની ભાષાના પ્રયોગમાં અજીવ માધ્યમ બને છે, પરંતુ સ્વંય અજીવ ભાષક નથી. તેમાં(અજીવમાં) પર પ્રયોગ યા વિકારથી ધ્વનિ (શબ્દ-અવાજ) આવી શકે છે, કંઠ, હોઠ આદિ અવયવોના સંયોગજન્ય વચન વિભક્તિરૂપ ભાષા પુદ્ગલોને નથી હોતી. (૩) જીવોમાં પણ એકેન્દ્રિય જીવ અભાષક છે. એને ભાષા નથી હોતી. કારણ કે બોલવાના સાધન મુખ, જીભ, કંઠ, હોઠ તેમને હોતા નથી.
(૪) ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરથી ભાષાની ઉત્પત્તિ થઈ શકે છે. (૫) ભાષા ૪ પ્રકારની હોય છે. ૧. સત્ય, ૨. અસત્ય, ૩. મિશ્ર, ૪. વ્યવહાર. પર્યાપ્તિની અપર્યાપ્તિનીના ભેદથી તે બે પ્રકારની છે. સત્ય, અસત્ય, ભાષા પર્યાપ્તિની (પરિપૂર્ણ) ભાષા છે. મિશ્ર અને વ્યવહાર ભાષા અપર્યાપ્તિની ભાષા છે. (૬) નારકી, દેવતા, મનુષ્યમાં ચારે પ્રકારની ભાષા છે; એકેન્દ્રિયમાં એક પણ નથી; બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચમાં એક વ્યવહાર ભાષા હોય છે. સંશી તિર્યંચમાં મનુષ્ય દ્વારા શીખવાડેલા અભ્યાસ થકી જે હોશિયાર પ્રાણી, પશુ, પક્ષી હોય છે, એમને ચારે ભાષા હોઈ શકે છે.
(૭) આ લોક-પરલોકની આરાધના કરાવનાર તેમજ મુક્તિ પ્રાપ્ત કરાવનાર ભાષા સત્ય ભાષા છે. એનાથી વિપરીત મુક્તિ માર્ગની વિરાધના કરાવનાર અસત્ય ભાષા છે. મિશ્ર ભાષામાં બંને અવસ્થા હોય છે તેથી તે પણ અશુદ્ધ છે. આશા આપનારી, સંબોધન કરનારી ઇત્યાદિ વ્યવહારોપયોગી, સત્ય અસત્યથી પર રહેનારી ભાષા, વ્યવહાર ભાષા છે. યથા− હે પુત્ર ! ઉઠો, ભણો આદિ. (૮) અબોધ બાળક(નવજાત બચ્ચા) બોલતા છતાં પણ એને ખબર નથી કે આ ભાષા બોલી રહ્યો છું. તે એ પણ નથી જાણતો કે આ માતા, પિતા છે વગેરે. એ જ રીતે પશુઓ પણ ભાષાઓની બાબતમાં જાણતા નથી. જો કોઈ બાળકને વિશેષજ્ઞાન(અવધિજ્ઞાન) જન્મથી ઉત્પન્ન થયું હોય તો તે બાળક, યા પશુ આદિ ઉક્ત ભાષા બોલીને ઓળખી શકે છે કે આ હું ભાષા બોલી રહ્યો છું.
(૯) સ્ત્રી-પુરુષ આદિને વ્યક્તિગત કે જાતિગત સંબોધન કરતી ભાષા 'પ્રજ્ઞાપની ભાષા કહેવાય છે, તે અસત્યામૃષા ભાષા છે અર્થાત્ વ્યવહાર ભાષા છે. (૧૦) પુરુષ જાતિ માટે શબ્દોના ઉદાહરણ :- મનુષ્ય, પાડો, બળદ, ઘોડો હાથી, સિંહ, વાઘ, ગધેડો, શિયાળ, બિલાડો, કૂતરો, ઉંદર, સસલો, ચિત્તો વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org