________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૨. પરમાણુ આદિમાં બતાવેલા આ ભંગ કોઈ પણ સમજમાં ન આવે તો એ ભંગની પરિભાષા સારી રીતે વાંચી લેવી.
૧૩૦
૩. ૨૬ ભંગમાંથી પ્રાપ્ત થનાર ભંગ ૧૮ જ છે. શેષ ભંગ કોઈપણ સ્કંધમાં હોવાનો સંભવ નથી, તે ભંગ કેવળ પૃચ્છા માત્ર છે. તે ભંગો પ્રાપ્ત ન થવાનું કારણ એની પરિભાષામાં સ્પષ્ટ છે, તે આઠ ભંગ આ પ્રમાણે છે- ૧. બીજો, ૨. ચોથો, ૩. પાંચમો, ૪. છઠ્ઠો, ૫. પંદરમો, ૬. સોળમો, ૭. સત્તરમો, ૮. અઢારમો. સંસ્થાનોની ચરમાચરમ વક્તવ્યતા :
પુદ્ગલોના સંસ્થાન પાંચ છે. ૧. પરિમંડલ, ૨. વૃત્ત, ૩. ત્રિકોણ, ૪. ચૌકોણ, ૫. આયત. એના પણ પુનઃ પાંચ પ્રકાર છે– (૧) સંખ્યાતપ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ (૨) અસંખ્યાતપ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ (૩) અસંખ્યાતપ્રદેશી અસંખ્યાત પ્રદેશાવગાઢ (૪) અનંતપ્રદેશી સંખ્યાત પ્રદેશાવગાઢ (૫) અનંતપ્રદેશી અસંખ્યાત પ્રદેશાવગાઢ.
આ કુલ સંસ્થાનના ૫ × ૫ = ૨૫ પ્રકાર છે. આ ૨૫માં ચરમાદિ બોલોની સંપૂર્ણ વક્તવ્યતા રત્નપ્રભા પૃથ્વીની સમાન છે. અર્થાત્ દ્રવ્યાદેશથી છવિકલ્પોનો નિષેધ છે. વિભાગાદેશના ચાર વિકલ્પ છે અને એનું અલ્પબહુત્વ છે. વિશેષતા એ છે કે સંખ્યાત પ્રદેશાવગાઢમાં અસંખ્યાતગણાના સ્થાને સંખ્યાતગણા કહેવું. અસંખ્યાત પ્રદેશાવગાઢ પૂર્ણતયા રત્નપ્રભાની સમાન છે. અનંતપ્રદેશી અસંખ્યાત પ્રદેશીની જેમ છે. અર્થાત તે ક્ષેત્રાપેક્ષાએ (અવગાહનાની અપેક્ષાએ) સમાન છે. દ્રવ્ય અપેક્ષાએ દ્રવ્ય અનંતગણા કહેવું. યથા
સર્વથી થોડા એક અચરમ, એનાથી ચરમ અસંખ્યાતગણા (ક્ષેત્રાપેક્ષયા), દ્રવ્યાપેક્ષયા ચરમ દ્રવ્ય અનંતગણા છે. એનાથી અચરમ અને ચરમ દ્રવ્ય મળીને વિશેષાધિક છે. એ પ્રકારે સર્વ સંસ્થાઓના ચરમાચરમ ભંગ અને એનો અલ્પબહુત્વ સમજવો.
ગતિ આદિમાં ચરમ અચરમ બે પદોની વક્તવ્યતા :
ગતિ આદિ ૧૧ બોલ છે– ૧. ગતિ, ૨. સ્થિતિ, ૩. ભવ, ૪. ભાષા, ૫. શ્વાસોશ્વાસ, ૬. આહાર, ૭. ભાવ, ૮. વર્ણ, ૯. ગંધ, ૧૦. રસ, ૧૧. સ્પર્શ.
આ ૧૧ બોલોની અપેક્ષા નરકાદિ ૨૪ દંડકના એક જીવ અને અનેક જીવ ચરમ પણ હોય છે અને અચરમ પણ હોય છે. કેવળ પાંચ સ્થાવરમાં ભાષાનો બોલ નથી હોતો તેથી તેની અપેક્ષાએ ૧૯ દંડકમાં ચરમ-અચરમ હોય છે. યથા :- નારકી જીવ ગતિની અપેક્ષા ચરમ પણ હોય છે અચરમ પણ હોય છે યાવત્ સ્પર્શની અપેક્ષા ચરમ પણ છે અને અચરમ પણ છે. એવી રીતે ભવનપતિ દેવ ગતિની અપેક્ષા ચરમ પણ છે અચરમ પણ છે યાવત્ સ્પર્શની અપેક્ષા ચરમ પણ છે અચરમ પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org