________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૩૯
(૧૧) સ્ત્રી જાતિ માટે શબ્દોના ઉદાહરણઃ-સ્ત્રી, ભેસ, ગાય, ઘોડી, હાથણી,સિંહણ, વાઘણ, ઘેટી, શિયાળણી, ગધેડી, બિલાડી, કૂતરી, ઉંદરડી, સસલી, ચિત્રકી વગેરે. (૧૨) નપુંસક શબ્દોના ઉદાહરણ :– કાંસ્ય, શૈલ, સૂપ, તાર, રૂપ, આંખ, પર્વ, દૂધ, કુંડ, દહીં, નવનીત, આસન, શયન, ભવન,વિમાન, છત્ર, ચામર, ભંગાર, આંગણું, આમરણ, રત્ન આદિ. (૧૩) સ્ત્રી આદિ બે પ્રકારની હોય છે. ૧. વેદ મોહના ઉદય રૂપ યા સ્તન આદિ અવયવવાળી, ૨. ભાષા શાસ્ત્રની અપેક્ષાએ સ્ત્રી વચન, આદિ. ઉપરોક્ત સ્ત્રી આદિ શબ્દ ભાષા શાસ્ત્રોની અપેક્ષાએ છે. ભાષા શાસ્ત્રમાં કહેલા સ્ત્રી શબ્દ આદિના લક્ષણ, ઉચ્ચારણ, પ્રત્યય આદિ એમાં હોય છે. સ્ત્રી-પુરુષના અવયવ (શરીર)ની અપેક્ષા જે છે તે આનાથી ભિન્ન છે. તેથી ભાષા શાસ્ત્રની અપેક્ષાએ આ શબ્દો અસત્ય નથી. (૧૪) ભાષાના પુદ્ગલ સ્કંધોના સંસ્થાન, આકાર વજ(ડમરૂ)ના જેવા હોય છે. (૧૫) પ્રયોગ વિશેષથી બોલાતી, ગ્રહણ કરેલા ભાષા પુદ્ગલોના અનેક વિભાગ કરી, નીકળનારી ભાષા ઉત્કૃષ્ટ લોકાંત સુધી છ એ દિશામાં જાય છે. સામાન્ય પ્રયત્નથી બોલાતી ભાષા સંખ્યાત અસંખ્યાત યોજન સુધી જઈને નષ્ટ થઈ જાય છે. પ્રયત્ન વિશેષથી અને પુગલોને ભેદતી બોલાતી ભાષા ભાષાના અન્ય પુદ્ગલોને પણ ભાવિત(વાસિત) કરે છે, ભાષારૂપે પરિણત કરીને ચાલે છે. (૧) કાયયોગથી ભાષાના પુદ્ગલો ગ્રહણ કરી વચન યોગથી ભાષા બોલાય છે. ભાષા વર્ગણાના પગલા લેવા-મૂકવામાં કુલ બે સમય લાગે છે. સ્થૂળ દષ્ટિથી વચન પ્રયોગમાં ઓછામાં ઓછા અસંખ્ય સમય લાગે છે. ભાષાથી બોલેલા શબ્દો એક બીજાને પ્રભાવિત કરીને પરંપરાથી ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી લોકમાં રહે છે. જઘન્ય અંતર્મુહૂર્ત રહી શકે છે. આ સ્થિતિ પછી એ પુદ્ગલ પુનઃ અન્ય પરિણામમાં પરિણત થઈ જાય છે. (૧૭) સત્ય ભાષાના ૧૦ પ્રકાર – ૧. જનપદ સત્ય- યથા કોંકણ દેશમાં ઉપય'ને 'પિચ્ચ' કહેવાયું તો એ જનપદ સત્ય છે. ૨. સમ્મત સત્ય- લોક પ્રસિદ્ધ હોય યથા– પંકજ = કમળ, શેવાળ કીડા આદિ પણ પંકજ હોય છે. પરંતુ તે લોક સમ્મત નથી. આથી કમળ માટે 'પંકજ' એ લોક સમ્મત શબ્દ છે. ૩. સ્થાપના સત્ય– કોઈ વસ્તુ અમુક નામે ઓળખાતી હોય– યથા–કોઈ મૂર્તિ– જે તે ભગવાન તરીકે પ્રસિદ્ધ હોય તે સ્થાપના સત્ય. ૪. નામ– જે પણ નામ રાખ્યું હોય તે નામ સત્ય છે. યથા– મહાવીર, લક્ષ્મી આદિ નામ પ્રમાણે ગુણ ન પણ હોય તો પણ તે નામ સત્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org