________________
૧૩૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
રત્નાપ્રભાથી લઈને લોક સુધીનું અલ્પબહુત્વ ઃ
સર્વેથી થોડા એક અચરમ દ્રવ્ય, એનાથી અનેક ચરમ દ્રવ્ય અસંખ્ય ગણા, એનાથી ચરમાંતપ્રદેશ અસંખ્યગણા, એનાથી અચરમાંત પ્રદેશ અસંખ્યગણા (અહીંયા દ્રવ્યમાં ખંડ રૂપ સ્કંધ ગ્રહિત છે અને પ્રદેશમાં આ ખંડોના અવાહિત આકાશપ્રદેશ વિક્ષિત કર્યા છે. તેથી પ્રદેશોને અસંખ્યાતગણા કહેલ છે, અનંતગણા કહ્યા નથી.)
લોક અલોકમાં ચાર ભંગ :- લોકના કિનારે પણ ધંતાકાર વિભાગરૂપ છે કારણ કે લોક સમચક્રવાલ નથી, વિષમ ચક્રવાલ છે, તેથી તે દંતાકાર વિભાગોને અનેક ખંડ રૂપમાં વિવક્ષિત કરવાથી લોકના પણ ઉક્ત ચાર ભંગ સ્વીકૃત કર્યા છે. લોકના દંતાકારમાં અલોકના દંતાકાર ખંડ ભેગા થઈને રહ્યા છે. ત્યારે જ લોક અલોક પૂર્ણ સંલગ્ન થઈ રહ્યા છે. એ જ કારણે અલોકના પણ ઉક્ત ચાર ભંગ સ્વીકૃત કરવામાં આવ્યા છે અને તેનું પણ અલ્પબહુત્વ કરવામાં આવે છે. લોકના ચારે ભંગનું અલ્પબહુત્વ રત્નપ્રભાની સમાન જ છે. અલોકના ચારભંગોના અલ્પબહુત્વમાં અંતર છે, કારણ કે એમના આકાશપ્રદેશ અસંખ્ય નથી પરંતુ અનંત છે. તેમનું અલ્પબહુત્વ આ પ્રમાણે છે—
અલોકનું અલ્પબહુત્વ ઃ– સર્વેથી થોડા અલોક અચરમ દ્રવ્ય(એક છે), એનાથી ચરમ દ્રવ્ય અસંખ્યગણા, એનાથી ચરમ દ્રવ્યોના પ્રદેશ(આકાશપ્રદેશ) અસંખ્યગણા, એનાથી અચરમપ્રદેશ અનંતગણા.
લોક અલોકનું સાથે અલ્પબહુત્વ :– (૧) સર્વેથી થોડા લોક અચરમ અને અલોક અચરમ દ્રવ્ય(બંને) પરસ્પર તુલ્ય(એક-એક છે.) (૨) એનાથી લોકના ચરમ દ્રવ્ય અસંખ્યગણા. (૩) એનાથી અલોકના ચરમ દ્રવ્ય વિશેષાધિક. (૪) એનાથી લોકના ચરમ પ્રદેશ અસંખ્યગણા. (૫) એનાથી અલોકના ચરમપ્રદેશ વિશેષાધિક. (૬) એનાથી લોકના અચરમપ્રદેશ અસંખ્યાતગણા. (૭) એનાથી અલોકના અચરમપ્રદેશ અનંતગણા.
નોંધ :- અહીંયા અલ્પબહુત્વમાં સમુચ્ચય લોક અને સમુચ્ચય અલોકના વિશેષાધિકના બોલ નથી લીધા એને સ્વતઃ સમજી લેવા.
પરમાણુ પુદ્ગલ આદિની ચરમાચરમ વક્તવ્યતા :
પરમાણુ આદિ પુદ્ગલોના ચરમ અચરમની વિચારણામાં ૨૬ વિકલ્પો દ્વારા પૃચ્છા થઈ છે. તે ૨૬ પ્રશ્ન ચરમ, અચરમ અને અવક્તવ્ય આ ત્રણ પદોના અસંયોગી, દ્વિસંયોગી ભંગ રૂપ છે.
ત્રણ પદોના સ્વરૂપ :- (૧) ચરમ- જે પ્રદેશની સમકક્ષમાં એક દિશામાં એક કે અનેક પ્રદેશ હોય તો તે તેની અપેક્ષા ચરમ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org