________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
હોય છે. પ્રકટ સ્થાન હોય તે વિદ્યુત યોનિ અને થોડું ઢાંકેલું થોડું ખુલ્લું સ્થાન હોય તો તે સંવૃત વિવૃત યોનિ હોય છે.
૧૨૯
અલ્પબહુત્વ :– ૧. સર્વથી થોડા શીતોષ્ણ યોનિક, તેનાથી ઉષ્ણુ યોનિક અસંખ્યાતગણા, એનાથી શીત યોનિક અનંત ગણા. ૨. સર્વથી થોડા મિશ્ર યોનિક, તેનાથી અચિત્ત યોનિક અસંખ્યગણા, એનાથી સચિત્ત યોનિક અનંતગણા. ૩. સર્વથી થોડા સંવૃત-વિવૃત, એનાથી વિદ્યુત યોનિક અસંખ્યગણા, એનાથી સંવૃત યોનિક અનંતગણા.
દસમું ચરમ પદ
:
પૃથ્વી આદિની ચરમાચરમ વક્તવ્યતા :- રત્ન પ્રભા આદિ સાત એવં સિદ્ધ શિલા, આ આઠ પૃથ્વીઓ કહેલ છે. એ સિવાય દેવલોક આદિ પણ અલગ-અલગ પૃથ્વી સ્કંધ છે.
--
દ્રવ્યાપેક્ષયા :– આ સર્વે એક-એક સ્કંધ છે. તેથી તેમાં ૧. ચરમ, ૨. અનેક ચરમ, ૩. અચરમ, ૪. અનેક અચરમ, ૫. ચરમાંતપ્રદેશ, ૬. અચરમાંતપ્રદેશ. આ માંથી એક પણ વિકલ્પ થઈ શકતો નથી. કારણ કે જે એક દ્રવ્ય છે તેની સાથે કોઈ નથી, ત્યારે બીજા કોઈ દ્રવ્યની વિવક્ષા વિના એ ભંગ થઈ શકતા નથી. અર્થાત્ આ ચરમ, અંતિમ આદિ ભંગ અનેકની અપેક્ષા રાખે છે. વિભાગાપેક્ષયા :- આ રત્નપ્રભાદિ અસંખ્યપ્રદેશ અવગાહનાત્મક અનેક સ્કંધોથી યુક્ત છે. એના ચરમપ્રદેશ ખૂણાના રૂપમાં છે. આ ખૂણાના વિભાગાપેક્ષયા અનેક ચરમ સ્કંધ રૂપમાં વિવક્ષિત કરવાથી એવં મધ્યમના આખા એક ગોળ ખંડને એક અચરમ વિવક્ષિત કરવાથી રત્ન પ્રભા પૃથ્વી આદિના ચરમ આદિ થઈ શકે છે. આ વિભાગાદેશથી રત્ન પ્રભા પૃથ્વી– ૧. અચરમ, ૨. અનેક ચરમ છે, ૩. અચરમાંતપ્રદેશ, ૪ ચરમાંતપ્રદેશ છે.
(૧) અચરમ :- વચ્ચેનો વિવક્ષિત એક દ્રવ્ય સ્કંધ.
(ર) અનેક ચરમ :– ખૂણા રૂપમાં અનેક અસંખ્ય ખંડ અનેક ચરમ દ્રવ્ય છે. (૩) અચરમાંતપ્રદેશ ઃ- અચરમ દ્રવ્ય અવાહિત પ્રદેશોની અપેક્ષા અસંખ્ય પ્રદેશાત્મક છે. અતઃ અસંખ્ય અચરમાંતપ્રદેશ છે.
(૪) ચરમાંતપ્રદેશ :– ખૂણાના રૂપમાં રહેલ અસંખ્ય ખંડ અવગાહિત પ્રદેશોની અપેક્ષા અસંખ્ય પ્રદેશાત્મક છે.
આ જ પ્રકારે વિભાગાદેશથી બધી પૃથ્વીઓ અને દેવલોક, લોક એવં અલોક આદિના ચાર ચાર ભંગ માન્ય કરાય છે. એનું અલ્પ બહુત્વ આ પ્રમાણે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org