________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
અર્થાત્ ચાર ગતિ, ૨૪ દંડકમાં આ દસ સંજ્ઞાઓ છે. વિશેષરૂપથી અથવા પ્રમુખતા, અધિકતાએ આ સંજ્ઞાઓ આ પ્રકારે જોવા મળે છે ઃ
૧૨૦
ચાર ગતિમાં સંજ્ઞાની પ્રમુખતા :- - આહારાદિ ચાર સંજ્ઞા અને ક્રોધાદિ ચાર સંજ્ઞાઓના સંબંધમાં આ પ્રમાણે વિચારણા છે (૧) નારકીમાં– ભય સંજ્ઞા અધિક છે અને ક્રોધ સંજ્ઞા અધિક છે. (૨) તિર્યંચમાં— આહાર સંજ્ઞા અને માયા સંજ્ઞા અધિક છે. (૩) મનુષ્યમાં – મૈથુન સંજ્ઞા અને માન સંજ્ઞા અધિક છે. (૪) દેવતામાં— પરિગ્રહ સંજ્ઞા અને લોભ સંજ્ઞા અધિક છે. લોક સંજ્ઞા અને ઓઘ સંજ્ઞાનું સામાન્યરૂપે જ કથન છે.
ચાર ગતિમાં સંજ્ઞાઓનું અલ્પબહુત્વ :
(૧) નરકમાં– સર્વથી થોડા મૈથુન સંજ્ઞાવાળા, એનાથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી ભયસંજ્ઞાવાળા સંખ્યાતગણા.
(૨) તિર્યંચમાં- સર્વથી થોડા પરિગ્રહ સંજ્ઞાવાળા, એનાથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી ભય સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગણા.
(૩) મનુષ્યમાં– સર્વથી થોડા ભય સંજ્ઞાવાળા, એનાથી આહાર સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાતગણા.
(૪) દેવમાં– સર્વથી થોડા આહાર સંજ્ઞાવાળા, એનાથી ભય સંજ્ઞાવાળા, સંખ્યાતગણા, એનાથી મૈથુન સંજ્ઞાવાળા સંખ્યાતગણા, એનાથી પરિગ્રહ સંજ્ઞાવાળા સંખ્યાતગણા. શેષ સંજ્ઞાઓની અપેક્ષા અલ્પબહુત્વ અહીં કરેલ નથી.
નવમું યોનિ પદ
સંસારમાં જીવ જ્યાં જન્મ લે છે, ગર્ભરૂપમાં ઉત્પન્ન થાય છે, જ્યાં ઔદારિક આદિ શરીર બનાવવા માટે પ્રથમ આહાર ગ્રહણ કરે છે, એ ઉત્પત્તિ સ્થાનને 'યોનિ' કહે છે. એને સંખ્યામાં ૮૪ લાખ યોનિ કહેવામાં આવી છે. વિશેષ ભેદોની અપેક્ષા આ યોનિ સ્થાન અસંખ્ય છે. પ્રસ્તુત પ્રકરણમાં તે સર્વે યોનિઓને અપેક્ષાએ ત્રણ-ત્રણ પ્રકારોમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે. યથા- ૧. શીત યોનિ, ૨. ઉષ્ણુ યોનિ, ૩. શીતોષ્ણુ યોનિ. અથવા ૧. સચિત્ત યોનિ, ૨. અચિત્ત યોનિ, ૩. મિશ્ર યોનિ. અથવા ૧. સંવૃત યોનિ, ૨. વિવૃત યોનિ, ૩. સંવૃત વિવૃત્ત યોનિ આ નવ યોનિઓ સમસ્ત જીવોની અપેક્ષાએ કહેલ છે. પ્રત્યેક ત્રણ યોનિમાં સર્વે જીવોનો સમાવેશ થઈ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org