________________
૧૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
વિશેષ જ્ઞાતવ્ય:૧. બીજી નારકીથી છઠ્ઠી નારકી સુધી આગતની સમાન ગત છે. પહેલી નરકમાં અસંજ્ઞી છોડીને ગત છે. સાતમી નરકમાં મનુષ્ય છોડીને ગત છે. સાતમીમાં પુરુષ અને નપુંસક જઈ શકે છે. સ્ત્રી કોઈ પણ જતી નથી. ૨. ચાર્ટમાં પાંચ યુગલિયા = બે તિર્યંચ યુગલિયા(ખેચર અને સ્થળચર–ચૌપદ) અને ત્રણ મનુષ્ય યુગલિયા(અસંખ્યાતા વર્ષના કર્મભૂમિ, અકર્મભૂમિ અને અંતર્લીપજ.) ૩. ગતિ આગતિના આ પ્રકરણમાં પર્યાપ્ત નામકર્મવાળાની અપર્યાપ્ત અવસ્થાને ગણી નથી, તેથી નારકી દેવતાની ગતિમાં પણ આગતિની જેમ પર્યાપ્ત જ લેવામાં આવ્યા છે; પર્યાપ્ત, અપર્યાપ્ત એ બંને ભેદ લેવામાં નથી આવ્યા. અર્થાત્ નારકી દેવતામાં પર્યાપ્ત જીવ જ આવે છે અને નારકી દેવતા મૃત્યુ પામીને જ્યાં જન્મે છે ત્યાં પર્યાપ્ત જ બને છે. પર્યાપ્ત બન્યા વિના અપર્યાપ્ત અવસ્થામાં તેઓ ત્યાં મરતા નથી. ૪. તિર્યચ, મનુષ્ય પરસ્પર અપર્યાપ્ત અવસ્થાનું આયુષ્ય બાંધી શકે છે અને અપર્યાપ્ત અવસ્થામાં મરીને અન્યત્ર(મનુષ્ય-તિર્યંચમાં) જન્મી શકે છે. ૫. અણુત્તર વિમાનમાં અપ્રમત્ત સંયત સ્વલિંગી જ જાય છે, લબ્ધિવાન પણ અણુત્તર દેવ બને છે તથા લબ્ધિ રહિત હોય તો પણ અણુત્તર દેવ બને છે. ક નવ રૈવેયકમાં સ્વલિંગી સમ્યગૃષ્ટિ અને સ્વલિંગી મિથ્યાદષ્ટિ જાય છે. ૭. નવમાથી ૧રમાં દેવલોક સુધી સાધુ, શ્રાવક, સ્વલિંગી, અન્યલિંગી,મિથ્યાદષ્ટિ, સમ્યગ્દષ્ટિ આદિ મનુષ્યો જઈ શકે છે.
'સાતમુંઃ શ્વાસોશ્વાસ પદ શ્વાસોશ્વાસની ક્રિયા સાંસરિક જીવોના શરીરનું એક આવશ્યક અંગ છે. એના વિના સંસારના કોઈપણ પ્રાણી જીવી શકતા નથી. આ શ્વાસોશ્વાસની ક્રિયા જીવોના ભિન્ન ભિન્ન રૂપમાં મંદ-તીવ્ર ગતિથી થાય છે. એનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે – ૧. નારકી જીવ સદા તીવ્ર ગતિથી શ્વાસોશ્વાસ લે છે અને છોડે છે. ૨. તિર્યંચ-મનુષ્ય તીવ્રગતિ, મંદગતિ આદિ વિભિન્ન પ્રકારે (માત્રાથી એટલે નિશ્ચિત કાળ મર્યાદા નથી કહી શકાતી) શ્વાસોશ્વાસ લે છે અને છોડે છે. ૩. અસુરકુમારદેવને જઘન્ય સાત થોવ(લવ) ઉત્કૃષ્ટસાધિકએક પક્ષ શ્વાસોશ્વાસ ક્રિયામાં લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org