________________
૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ભવનો નિષેધ કરી ઉત્કૃષ્ટ સાત ભવ હોવાનું કહી દીધું (૩) આઠમો ભવ એકાંત રૂપે જુગલિયાનું જ થાય એમ કહી દીધું (૪) પર્યાપ્તના લગાતાર આઠ ભવ જ થાય છે. એવું કહી દીધું. આ સર્વે કથન આગમ સંમત પણ નથી અને કોઈ તો પરસ્પર પણ અસંગત છે. કેમ કે ભગવતીમાં જળચર ઉરપરિસર્પ વગેરેના આઠ ભવના કાળાદેશ કહ્યા છે. કાયસ્થિતિ અનુસાર પર્યાપ્તના લગાતાર આઠથી વધારે ભવ થઈ શકે છે. જેમ કે મનુષ્યના લગાતાર આઠ ભવ કરીને પછી તે જીવ દેવલોકમાં જઈ શકે છે. આવી રીતે પર્યાપ્તના આઠથી વધારે ભવ હોઈ શકે છે. તેથી પર્યાપ્તની કાયસ્થિતિ અનેક સોસાગરની હોય છે. બેદસાગર(૧૩રસાગર) અવધિ દર્શનની કાયસ્થિતિને સહરૂપમાં સમજવા માટે પણ ઓછામાં ઓછા ૧૦ ભવ પર્યાપ્તના બતાવવામાં આવે છે. (૧૮) ધર્માચરણી સ્ત્રી, પુરુષ અને નપુસકની સ્થિતિ અંતર્મુહૂર્તની આગમમાં કહી છે તેને અવાસ્તવિક કહી દીધું. (૧૯) પ્રજ્ઞાપના સૂત્ર પદ૨૧ની ટીકામાં વિદ્યાચરણના માટે કહ્યું કે આ લબ્ધિધારી સંયમવાન નથી હોતા, પરંતુ ભગવતી સૂત્રમાં આ લબ્ધિ સંયમવાનને જ કહી છે. (૨૦) પુરુષવેદની અંતર્મુહૂર્તની કાયસ્થિતિને અવાસ્તવિક કહી દીધી અને કહ્યું કે વેશ પરિવર્તનની અપેક્ષા અંતર્મુહૂર્ત છે વાસ્તવમાં ભાવ પરિણામની અપેક્ષા તો એક સમયની જ જઘન્યાય સ્થિતિ હોય છે. આનો મતલબ એ થયો કે આગમ કાર એક જ સૂત્રના એક જ પ્રકરણમાં એક જ વેદની કાયસ્થિતિ દ્રવ્ય વેશની અપેક્ષા કહે અને બે વેદની સ્થિતિ ભાવ પરિણામની અપેક્ષા કહે એવી કલ્પના ટીકાકાર દ્વારા કરવી પણ ઉપયુક્ત સમજી શકાતી નથી. પ્રજ્ઞા ટીકા પૃ. ૪૫૧
ઉપરના ૨૦ સંકલન વિદ્વાન આચાર્યશ્રી મલયગિરિથી સંબંધિત છે. જેમનું જૈન આગમ ટીકા સાહિત્યમાં એક અનોખું સ્થાન છે. તે તેરમી શતાબ્દીના એક સાધના સિદ્ધ પુરુષ હતા. જેમનામાં શ્રુત સેવાની એક અનુપમ લગન હતી. કદાચ છાઘસ્થિક હોવાથી ક્ષયોપશમની વિચિત્રતાથી જ ઉપર નિર્દિષ્ટ ત્રુટિઓ સંભવ થઈ છે. તેઓ એક ભવભીરુ, નમ્ર અને સરલ આચાર્ય થયા છે. આગમ વિપરીત પ્રરૂપણનો તેમનો ક્યારે ય સંકલ્પ હોય નહીં છતાં પણ ઉક્ત ભૂલો તેમનાથી થઈ ગઈ છે, એ જ વિચારવાની વાત છે. (ર૧) નિશીથ ઉદ્દેશક રમાં– પાદપ્રીંછનનો વ્યાખ્યાકારે રજોહરણ અર્થ કરી દીધો છે, પરંતુ રજોહરણ સંબંધી દસ સૂત્ર આગળ પાંચમાં ઉદ્દેશકમાં અલગ છે. પાદપ્રીંછન ઓપગ્રહિક ઉપકરણ અલગ છે, રજોહરણ ઔધિક ઉપકરણ અલગ છે. આ બંનેને એક કરી દેવું એ એક ભ્રમ છે. વિશેષ જાણકારી માટે છેદશાસ્ત્રમાં જોવું જોઈએ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org