________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૦૯
@ છે
. પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ O $
પ્રથમ ઃ પ્રજ્ઞાપના પદ
s- કારતકતાના વારાહી
જીવના પ૬૩ ભેદ:
નારકીના-૧૪, તિર્યચના–૪૮, મનુષ્યના-૩૦૩, દેવના-૧૯૮ ભેદ છે. નારકીના ૧૪ ભેદ – સાત નારકીના પર્યાપ્તા અને અપર્યાપ્તા. તિર્યંચના-૪૮ ભેદ – પૃથ્વીકાયના ચાર ભેદ છે– (૧) સૂક્ષ્મના અપર્યાપ્ત, (૨) સૂક્ષ્મના પર્યાપ્ત, (૩) બાદરના અપર્યાપ્ત, (૪) બાદરના પર્યાપ્ત. આ રીતે અખાયના ચાર, તેઉકાયના ચાર, વાયુકાયના ચાર ભેદ છે. વનસ્પતિકાયના છ ભેદ છે– ૧ સૂક્ષ્મ, ૨ પ્રત્યેક, ૩ સાધારણ. આ ત્રણના અપર્યાપ્ત અને પર્યાપ્ત. આ રીતે એકેન્દ્રિયના કુલ ૪+૪+૪+૪+૬ = રર ભેદ થાય.
બેઇન્દ્રિયના બે ભેદ છે– (૧) અપર્યાપ્ત (ર) પર્યાપ્ત. તે જ રીતે તે ઇન્દ્રિયના અને ચૌરેન્દ્રિયના બે-બે ભેદ છે. આ રીતે વિકસેન્દ્રિયના કુલ ++= ભેદ છે.
પંચેન્દ્રિયતિર્યંચના વીસ ભેદ છે. પંચેન્દ્રિય તિર્યચના મૂળ પાંચ પ્રકાર છે(૧) જળચર (૨) સ્થળચર (૩) ખેચર (૪) ઉરપરિસર્પ (૫) ભુજપરિસર્પ. પ્રત્યેકના ચાર ચાર ભેદ છે. (૧) અસંજ્ઞી અપર્યાપ્ત (૨) અસંશી પર્યાપ્ત (૩) સંજ્ઞી અપર્યાપ્ત (૪) સંશી પર્યાપ્ત. આ કુલ પ૪૪ = ર૦ ભેદ પંચેન્દ્રિય તિર્યંચના થાય. સર્વ મળીને રર+s૨૦ = ૪૮ ભેદ તિર્યંચના થાય. મનુષ્યના ૩૦૩ ભેદ –પ ભરત, પઐરાવત, પ મહાવિદેહ, એ પંદર કર્મભૂમિના ક્ષેત્ર છે. ૫દેવકુરુ ૫ ઉત્તરકુરુ પરિવર્ષ, પરમ્યફવર્ષ, પહેમવતુ, પહેરણ્યવત, આ ૩૦ અકર્મભૂમિના ક્ષેત્ર છે. પ૬ અંતરદ્વીપના ક્ષેત્ર છે. આ કુલ ૧૫+૩૦+૫૬ = ૧૦૧ મનુષ્ય ક્ષેત્ર છે. તેમાં રહેનારા મનુષ્યના ૧૦૧ ભેદ છે. તેના ત્રણ-ત્રણ ભેદ છે– (૧) અસંજ્ઞી અપર્યાપ્ત (સંમૂર્છાિમ મનુષ્ય), (ર) સંશી અપર્યાપ્ત, (૩) સંજ્ઞી પર્યાપ્ત. કુલ ૧૦૧૩= ૩૦૩મનુષ્યના ભેદ થાય. સંમૂર્છાિમ મનુષ્ય પર્યાપ્ત થતા નથી, અપર્યાપ્તાવસ્થામાં જ મૃત્યુ પામે છે.
જંબુદ્વીપમાં એક ભરત, એક ઐરાવત અને એક મહાવિદેહ તેમ ૩ કર્મભૂમિના ક્ષેત્રો અને એક હેમવત, એક અરણ્યવતુ, એક હરિવર્ષ, એક રમ્યફવર્ષ, એક દેવ અને એક ઉત્તરકુરુ તે છ અકર્મભૂમિના ક્ષેત્રો છે. ધાતકીખંડ અને પુષ્કરાર્ધ દ્વીપમાં દરેક ક્ષેત્રો બે-બે છે.
આ રીતે ત્યાં છ-છ કર્મભૂમિના ક્ષેત્રો, બાર-બાર અકર્મભૂમિના ક્ષેત્રો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org