________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૮૫ |
૮૫
લોકમાં ઠસાઠસ ભરેલ છે. એની ગતિ સ્થૂળ પુદ્ગલો એવં ઔદારિક શરીર તથા શસ્ત્રાદિથી અપ્રતિહત છે. આ સૂત્રના બીજા પદમાં અને ઉત્તરાધ્યયન સૂત્રમાં આ સૂક્ષ્મ જીવો સર્વ લોકમાં હોવાનું કહેવાયું છે. બાદર જીવ પ સ્થાવર રૂપ અને ત્રસકાય રૂપ બંને પ્રકારના હોય છે. એનું શરીર સ્થૂળ હોય છે. શસ્ત્ર આદિથી એ પ્રતિહત થાય છે. બાદરના એ સ્થાવર અને ત્રસ જીવો લોકમાં ક્યાંક હોય છે, ક્યાંક હોતા નથી. બાદરના પણ કોઈ કોઈ જીવ ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી. જ્યારે તે સંખ્ય, અસંખ્ય કે અનંત એકઠા થાય તો જોઈ શકાય છે. પર્યાપ્ત અપર્યાપ્ત – સંમૂર્છાિમ મનુષ્યને છોડીને શેષ સૂમ બાદર સર્વે જીવના ભેદ-પ્રભેદોમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એ બંને ભેદ હોય છે.
પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવ પર્યાપ્ત કહેવાય છે અને અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવ અપર્યાપ્ત કહેવાય છે અથવા જે જીવની જેટલી પર્યાપ્તિ પૂર્ણ કરવાની હોય છે તે પ્રારંભિક સમયોમાં જ્યાં સુધી પૂર્ણ થતી નથી ત્યાં સુધી તે જીવ અપર્યાપ્ત કહેવાય છે. આ પર્યાપ્તિઓને પૂર્ણ કરવામાં સર્વે જીવોને જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત સમય લાગે છે.
પર્યાપ્તિ છે, જેમાં આહાર પર્યાપ્તિના અપર્યાપ્ત ૧-૨ સમય રહે છે. શેષ પાંચે પર્યાપ્તિના અપર્યાપ્ત અસંખ્ય સમય રહે છે. અર્થાત્ આહાર પર્યાપ્તિના પર્યાપ્ત બનવામાં ૧-૨ સમય લાગે છે. શેષ પાંચે પર્યાપ્તિના પર્યાપ્ત બનવામાં પ્રત્યેકમાં પણ અસંખ્ય અસંખ્ય સમયના અંતર્મુહૂર્ત લાગે છે અને બધા મળીને પણ અંતર્મુહૂર્ત જ લાગે છે. કયા જીવમાં કેટલી પર્યાપ્તિ હોય છે, તેનું વર્ણન જીવાભિગમ સૂત્ર સારાંશ પ્રથમ પ્રતિપત્તિમાં આ ખંડના પૃષ્ટ ૧૭ માં જુઓ. સાધારણ–પ્રત્યેક – બાદર વનસ્પતિમાં જ સાધારણ અને પ્રત્યેક એવા બે ભેદ કરાય છે. એક શરીરમાં એક જીવ હોય એ પ્રત્યેક શરીરીનું લક્ષણ છે અથવા પ્રત્યેક જીવને સ્વતંત્ર એક શરીર હોવું એ પ્રત્યેક જીવીનું લક્ષણ છે.
અનંત જીવોનું સમ્મિલિત એક શરીર હોવું અર્થાત્ એક જ શરીરમાં અનંત જીવોનું સમ્મિલિત અસ્તિત્વ હોવું, એનું સ્વતંત્ર વ્યક્તિગત કોઈ પણ અસ્તિત્વ ન હોવું એ સાધારણ જીવીનું લક્ષણ છે. એવા જીવ સાધારણ શરીરી કહેવાય છે.
એમ તો પ્રત્યેક શરીરમાં પણ એક શરીરમાં અનેક જીવ દેખાય છે, પરંતુ તે તો તેનું પિંડીભૂત શરીર દેખાય છે. સાથે એ પ્રત્યેક જીવોનું પોતાનું વ્યક્તિગત સ્વતંત્ર શરીર પણ અલગ-અલગ હોય છે. યથા– તલપાપડી કે મોદક આદિ જેમ એક પિંડ છે. તેમાં બધા તલ ચીટકીને એક પિંડ દેખાય છે. તો પણ પ્રત્યેક તલનો પોતાનો સ્વતંત્ર અસ્તિત્વ શરીર સ્કંધ રહે છે. એ પ્રકારે પ્રત્યેક વનસ્પતિના અનેક જીવોના સંઘાત સમૂહને સમજવું જોઈએ, પરંતુ સાધારણ વનસ્પતિમાં એવું નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org