________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
પ્રકારના આર્ય કેવલ વ્યવહાર પરિચયની અપેક્ષાએ સમજવા જોઈએ. હકીકતમાં છેલ્લા ત્રણ આર્યની અવસ્થા મળી જાય તો જીવન સફળ બની જાય છે. પૂર્વની દ આર્ય અવસ્થા મળી જાય તો પણ ધર્મ આરાધના એવં ધર્મથી આર્ય બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.
બીજું : સ્થાન પદ
પ્રથમ પદમાં જીવોના ભેદ-પ્રભેદ અને સ્વરૂપ બતાવ્યા છે. આ પદમાં એમના રહેવાના સ્થાનોનું વર્ણન કરવામાં આવ્યું છે. રહેવાના સ્થાન બે જાતના હોય છે– (૧) નિવાસ રૂપ (ર) ગમનાગમન રૂપ. આ પદમાં નિવાસને સ્વસ્થાન શબ્દથી કહેલ છે અને ગમનાગમનના બે વિભાગ કરવામાં આવ્યા છે– (૧) ઉત્પન્ન થવાના સમયનો માર્ગ (ર) મરીને જવા સમયનો માર્ગ. એને આગમમાં આ બે શબ્દોમાં કહેવામાં આવેલ છે– (૧) ઉત્પતિ સ્થાન (૨) સમુદ્યાત ક્ષેત્ર.
(૧) ઉત્પન્ન થયા પછી મૃત્યુ પર્યન્ત જીવ જ્યાં રહે છે તે તેના “સ્વસ્થાન” પરિલક્ષિત છે. આથી આ શબ્દમાં અહીંયા વિવક્ષિત સર્વે જીવોની ઉત્પત્તિના અને રહેવાના સ્થાનોનો સંગ્રહ કર્યો છે. એની સાથે એ પણ બતાવ્યું છે કે તે સંપૂર્ણ ક્ષેત્ર, લોકના કયા ભાગના પરિમાણમાં છે. (૨) ઉત્પાદશબ્દથી મૃત્યુ પછી ઉત્પન્ન થવાના સ્થાનમાં પહોંચવા સુધીનું જે અંતરાલ ક્ષેત્ર છે એ ક્ષેત્રનું કથન કરવામાં આવ્યું છે (૩) આયુ સમાપ્ત થવાના અંતર્મુહૂર્ત પૂર્વ જે ઉત્પત્તિ સ્થાનમાં આત્મપ્રદેશોને મોકલવા રૂપ મરણ સમુઘાત કરાય છે, એ સમયે આત્મ પ્રદેશો અંતરાલમાં જેટલા ક્ષેત્રનું અવગાહના કરે છે, તેને અહીં “સમુદ્યાત” શબ્દથી ઓળખાય છે. કવચિત્ અન્ય સમુદ્દાત (કેવળી સમુદ્યાત)ની અપેક્ષાએ કથન કરાયું છે.
આ ત્રણ પ્રકારનું કથન અપેક્ષિત ભેદોના સર્વે જીવોનું સામુહિક કહેવામાં આવ્યું છે. અર્થાત્ સામુહિક જીવોની અપેક્ષા એ ક્ષેત્રનું કથન કરવામાં આવ્યું છે અહીંયા એકલા જીવોની અપેક્ષાએ વર્ણન કરવામાં આવ્યું નથી. આ વાત ખાસ લક્ષ્યમાં રાખવી જોઈએ. પૃથ્વીકાય – નરકદેવલોકના પૃથ્વી પિંડ, સિદ્ધ શિલા, વિમાન, ભવન, નગર, છત, ભૂમિ, ભીંત, તીરછાલોકના ક્ષેત્ર, પૃથ્વી, નગર, મકાન, દ્વીપ સમુદ્રોની ભૂમિ, પર્વત, કૂટ, વેદિકા, જગતી આદિ શાશ્વત અશાશ્વત પૃથ્વીમય સ્થળોમાં પૃથ્વીકાયના સ્વસ્થાન છે અર્થાત્ અહીં ઉત્પન્ન થાય છે અને મૃત્યુપર્યન્ત રહે છે. બાદર પૃથ્વીના પર્યાપ્ત અને અપર્યાપ્ત સર્વેનું એ જ સ્વસ્થાન સમજવું. સૂમ પૃથ્વીકાય સર્વ લોકમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org