________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
અવગાહનાની પૃચ્છા નથી. કારણ કે બે પ્રદેશીમાં મધ્યમ અવગાહના બનતી નથી, ત્યાં પરમાણુની તો પૃચ્છા જ નથી કારણ કે જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ પૃચ્છામાં એનો વિષય નથી. યથા– એક ભાઈ છે, તેને માટે નાના કે મોટાભાઈ કે નાના કે મોટા પુત્રની પૃચ્છાનો વિષય નથી હોતો.
૧૧
૪. જઘન્ય સ્થિતિના પરમાણુમાં પણ વર્ણાદિ ૧૬ જ સંભવ છે. મૂળપાઠમાં સ્પર્શ બે જ કહ્યા છે પરંતુ તે લિપિ દોષ કે દૃષ્ટિ દોષ સંભવ છે.
૫. જઘન્ય કાલા ગુણના પરમાણુઓની પૃચ્છામાં શેષ પ્રતિપક્ષી ચાર વર્ણ નથી અને જઘન્ય કાળાની પૃચ્છા હોવાથી કાળા વર્ણથી સર્વે તુલ્ય છે. અતઃ વર્ણાદિ ૧૦માંથી પાંચ ઓછા થતાં ૧૧ વર્ણાદિથી છઠાણવડિયા છે. એ રીતે ઉત્કૃષ્ટ ગુણ કાળામાં ૧૧ વર્ણાદિથી છઠાણવડિયા છે, પરંતુ મધ્યમમાં કાલા વર્ણને મેળવવાથી ૧૨ વર્ણાદિથી છઠાણ વડિયા છે.
૬. શીત સ્પર્શના પરમાણુઓમાં ત્રણ સ્પર્શ હોય છે, ઉષ્ણ હોતો નથી; તેથી વર્ગાદિ ૧૫ હોય છે. જઘન્ય-ઉત્કૃષ્ટમાં સ્વયંની અપેક્ષા તુલ્ય હોવાથી ૧૪ વર્ષાદિ છઠાણવડિયા અને મધ્યમમાં વર્ણાદિ ૧૫ છઠાણવડિયા કહ્યા છે.
૭. જઘન્ય પ્રદેશી સ્કંધમાં દ્વિપ્રદેશી સ્કંધ વિક્ષિત છે. અતઃ વર્ણાદિ ૧૬ છે. ૮. જઘન્ય અવગાહનાના પુદ્ગલમાં અનંતપ્રદેશી પણ હોઈ શકે છે, તોપણ વર્ણાદિ ૧૬ જ હોઈ શકે છે. અર્થાત્ તેઓ ચૌફી જ હોય છે, આઠફર્સી નથી હોતા.
૯. ઉત્કૃષ્ટ અવગાહનાના પુદ્ગલમાં અચિત્ત મહાસ્કંધ અથવા કેવળી સમુદ્દાત ગત શરીર ગ્રહીત છે, જેમની સ્થિતિ ૪-૪ સમયની હોય છે. અતઃસ્થિતિ તુલ્ય છે.
છઠ્ઠું: વ્યુત્ક્રાંતિ પદ
જીવ સંસારમાં જન્મ મરણ કરતાં કરતાં ચાર ગતિમાં ભ્રમણ કરતો રહે છે. આ ચારે ગતિમાં સ્કૂલ દષ્ટિથી સદૈવ કોઈને કોઈ જીવ જન્મતા રહે છે અને મરતા રહે છે. સૂક્ષ્મ દૃષ્ટિથી આ જન્મ મરણનો ક્રમ કયારેક બંધ પણ રહે છે. તે કાળને વિરહકાળ કહેવાય છે. આ વિરહકાળ બે પ્રકારનો હોય છે. ૧. ઉત્પત્તિ(જન્મનો)નો વિરહ, ૨. મરણ(ઉર્તન)નો વિરહ. આ બંને પ્રકારનો વિરહ પરસ્પરમાં સર્વે ગતિમાં અને જીવના ભેદોમાં પ્રાયઃ સમાન હોય છે. અતઃ સમુચ્ચય વિરહ કાળનું વર્ણન કરતાં બંને પ્રકારના વિરહનું કથન થઈ જાય છે.
આ વિરહ ચાર ગતિ અને ૨૪ દંડકમાંથી કેવલ પાંચ સ્થાવરમાં નથી હોતો અર્થાત્ ત્યાં જીવ સદા નિરંતર જન્મ મરણ કરતા જ રહે છે. શેષ સર્વે સ્થાનોમાં જીવ કયારેક નિરંતર જન્મ મરણ કરે છે અને કયારેક સાંતર પણ જન્મ મરણ કરે
છે. અર્થાત્ વચમાં થોડો સમય વિરહનો કાળ પણ આવી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org