________________
તત્ત્વશાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
આયુબંધ
નારકી દૈવતા યુગલિયા છ મહિના આયુષ્ય શેષ રહે ત્યારે પર ભવનો આયુ બંધ કરે છે. દસ ઔદારિક દંડકમાં નિરુપક્રમી આયુષ્યવાળા પોતાની ઉંમરનો ૨/૩ ભાગ વિત્યા પછી ૧/૩ ભાગ બાકી રહે ત્યારે આયુબંધ કરે છે. સોપક્રમી આયુવાળા ત્રીજા, નવમા, સત્યાવીસમા વગેરે કોઈ ભાગમાં આયુબંધ કરે છે. (અંતિમ અંતર્મુહૂર્ત સુધી પણ કરે છે.)
-:
આકર્ષ : :- ૨૪ દંડકમાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ આઠ આકર્ષથી આયુબંધ થાય છે. અર્થાત્ તે જ સમયે એકવાર, બેવાર યાવત્ આઠવાર પુદ્ગલ ગ્રહણ થઈને આયુષ્યકર્મ પુષ્ટ થાય છે. તે સર્વ આકર્ષ મળીને આયુષ્ય બંધ પૂર્ણ થાય છે. માટે તે આયુષ્ય બંધ તો એકજવાર ગણાય છે. તેની પુષ્ટીરૂપ આકર્ષ આઠ થાય છે. કોઈ જીવ એક આકર્ષથી પણ આયુષ્ય બંધ પૂર્ણ કરી લે છે અને કોઈ બે ત્રણ કે આઠ આકર્ષ કરીને આયુષ્યનો બંધ પૂર્ણ કરે છે.
અપેક્ષાથી આયુબંધના ૬ પ્રકાર છે– ૧. જાતિબંધ, ૨. ગતિબંધ, ૩. સ્થિતિબંધ, ૪. અવગાહના બંધ, ૫. અનુભાગબંધ, . પ્રદેશ બંધ.
૨૪ દંડકમાં ૬ પ્રકારના આયુબંધ હોય છે. અર્થાત્ આયુષ્યની સાથે આ ડ્ર બોલોનાં સંબંધ નિશ્ચિત થાય છે. એન્જિનની સાથે જેમ ગાડીના ડબ્બા જોડાય તેમ (૧) ગતિ, (૨) જાતિ, (૩) અવગાહના – ઔદારિક શરીર આદિ રૂપ. આ નામ કર્મની વિવિધ પ્રકૃતિઓ આત્મામાં સંગ્રહ રૂપે રહે છે. જો મનુષ્ય આયુનો બંધ થઈ રહ્યો હોય તો મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક શરીરની અવગાહના, આ બોલ આયુની સાથે નિશ્ચિતરૂપે જોડાઈ જાય છે. અન્ય અનેક કર્મોની (૪) સ્થિતિ (૫) પ્રદેશ (૬) અનુભાગ આયુષ્યબંધની સાથે ભેગા થઈ જાય છે. આ સર્વે આયુબંધની સાથે એકત્ર થઈને બંધાય છે. તેથી આયુબંધના ş પ્રકાર કહ્યા છે. અલ્પબહુત્વઃ– સર્વેથી થોડા આઠ આકર્ષવાળા, સાત આકર્ષવાળા સંખ્યાત ગણા એમ ક્રમશઃ એક આકર્ષવાળા સંખ્યાતગણા.
વિરહ અને ઉત્પાત સંખ્યા :--
નામ
૧
૨
૩
૪
પહેલી નરક
બીજી નરક
ત્રીજી નરક
ચોથી નરક
પ
પાંચમી નરક
છઠ્ઠી નરક
S
Jain Education International
જઘન્ય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
૧ સમય
વિરહ
ઉત્કૃષ્ટ
૨૪ મુહૂર્ત
૭ દિવસ
૧૫ દિવસ
૧૧૯
૧ મહિનો
૨ મહિના
૪ મહિના
For Private & Personal Use Only
ઉત્પાત સંખ્યા
જઘન્ય
1-2-3
1-2-3
1-2-3
9-2-3
૧-૨-૩
૧-૨-૩
ઉત્કૃષ્ટ
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત
અસંખ્યાત
www.jainelibrary.org