________________
૧૧૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત
ચાર ગતિમાં વિરહ – સમુચ્ચય નરક ગતિમાં વિરહકાળ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ૧ર મુહૂર્તનો છે. અર્થાત્ ક્યારેક ઉત્કૃષ્ટ ૧ર મુહૂર્ત સુધી કોઈ પણ જીવ નરકમાં જન્મતો નથી. આ જ પ્રકારે કયારેક ૧૨ મુહૂર્ત સુધી કોઈ પણ જીવ મરતો નથી. એ રીતે તિર્યંચ ગતિમાં પણ ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત સુધી અન્ય ત્રણ ગતિઓથી જીવ આવીને ઉત્પન્ન થતા નથી. મનુષ્ય અને દેવગતિમાં પણ અન્ય ગતિથી જીવોના આવવાનો વિરહ ૧૨ મુહૂર્તનો છે. સિદ્ધોના ઉપજવાનો વિરહ જઘન્ય ૧,૨,૩ સમય ઉત્કૃષ્ટ છ મહિના છે. વિરહકાળ સંબંધી શેષ જાણકારી ચાર્ટથી જાણવી.
આ પદમાં વર્ણન દંડકના ક્રમથી કરેલ છે. છતાં પણ નારકી અને વૈમાનિકનું વર્ણન જુદા જુદા ભેદોથી કરવામાં આવેલ છે. આગત–ગત :- જીવોની આગત–ગતનું વર્ણન કરતાં સમયે ૨૪ દંડકના આધારથી ૧૧૦ ભેદ (જીવ ભેદ) વિવક્ષિત કરીને તેમનું વર્ણન કરવામાં આવ્યું છે. અર્થાત્ ૧૧૦ ભેદોની અપેક્ષા ૨૪ દંડકમાં આગત અને ગતનું વર્ણન કરવામાં આવ્યું છે. છેવટે નવમા દેવલોકથી અણુત્તર વિમાનના આગત વર્ણનમાં ત્રણ દષ્ટિ, સંયમ અસંયમ, પ્રમત્ત, અપ્રમત્ત, ઋદ્ધિ(લબ્ધિ)વાન અથવા ઋદ્ધિ રહિતની અપેક્ષાએ વર્ણન છે. મનુષ્યના વર્ણનમાં ૧૧૦ જીવ ભેદની સાથે ૧૧૧મો સિદ્ધ અવસ્થાનો ભેદ પણ ગત (ગતિ)માં બતાવેલ છે. સૂત્ર પાઠમાં સંખ્યા ગણવાની પદ્ધતિ નથી, ફક્ત જીવ ભેદ બતાવી દીધા છે. સરળતાથી સમજાવવા માટે પાછળ થી જ્ઞાનીઓ દ્વારા ગણિત પદ્ધતિના આલમ્બન રૂપ સંખ્યાનું સંકલન કરવામાં આવ્યું છે. બીજી જગ્યાએ આગતિ ગતિના વર્ણનમાં જીવના પ૩ ભેદની સંખ્યાનું સંકલન કરવામાં આવ્યું છે. તે પ૩ ભેદનું વિવરણ આ સૂત્રના પહેલા પદમાં કરી દીધેલ છે. પ્રાસંગિક ૧૧૦ ભેદ આ પ્રકારે છે. ૧. નારકીના ૭ પર્યાપ્ત. ૨. તિર્યંચના-૪૮ પાંચ સ્થાવરના સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત
= ૨૦ ભેદ ત્રણ વિકસેન્દ્રિયના પર્યાપ્ત, અપર્યાપ્ત
= ૬ ભેદ પાંચ તિર્યંચ પંચેન્દ્રિયના સંજ્ઞી, અસંશી, પર્યાપ્ત, અપર્યાપ્ત = ૨૦ ભેદ સ્થળચર યુગલિયા +ખેચર યુગલિયા તિર્યંચ
૪૮ ભેદ ૩. મનુષ્યનાસંમૂર્છાિમ મનુષ્ય + કર્મભૂમિના પર્યાપ્ત અને અપર્યાપ્ત = ૩ ભેદ અસંખ્યાત વર્ષના કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપ
= ૩ ભેદ
= ૬ ભેદ ૪. દેવના-૪૯ઃ ૧૦ ભવનપતિ, ૮ વ્યંતર, ૫ જ્યોતિષી, ૧૨ દેવલોક, ૯ ગ્રેવેયક, ૫ અણુત્તર વિમાન આ ૪૯ ભેદ. આ રીતે ચાર ગતિના કુલ ૭ + ૪૮+૬+૪૯ = ૧૧૦
૨ ભેદ
Jain Education International
For Private & Personal Use Only