________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
થઈ જાય છે. ઓછામાં ઓછો સમય એક ઘડી ૨૪ મિનિટ સુધી એમાં જીવોત્પતિ સંમૂર્છિમ મનુષ્ય થવા સંભવ લાગતા નથી. ૨૪ થી ૪૭ મિનિટની વચ્ચેનો સમય જીવોત્પત્તિનો સમજવો જોઈએ, વિરહની અપેક્ષા ક્યારેક કેટલા ય મુહૂર્તો સુધી જીવોત્પત્તિ થતી નથી.
CO
સ્વરૂપ ::- આ જીવોની ઉત્કૃષ્ટ અવગાહના પણ અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. તે ચર્મ ચક્ષુથી જોઈ શકાતા નથી. આયુષ્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત (લગભગ બે મિનિટ)નું હોય છે. સમય-સમયમાં જઘન્ય ૧-૨ તથા ઉત્કૃષ્ટ અસંખ્ય જીવ જન્મે છે અને મરે છે. આ સર્વે અપર્યાપ્તા જ મરે છે. અપર્યાપ્ત નામ કર્મવાળા જ હોય છે. તેઓ પંચેન્દ્રિય અને મનુષ્ય ગતિક કહેવાય છે.
પશુની અશુચિ ઃ- પશુના અશુચિ સ્થાનોમાં થવાવાળા કૃમિ આદિ અન્ય જીવ તિર્યંચ બેઇન્દ્રિય આદિ હોય છે, તેને પણ સંમૂર્ચ્છિમ કહી શકાય છે પરંતુ સંમૂર્છિમ મનુષ્ય ન કહી શકાય. એ જીવ ચર્મ ચક્ષુથી જોઈ શકાય છે. સંક્ષેપમાં પશુઓના મળ મૂત્ર વગેરે અશુચિ સ્થાનોમાં કાળાંતરથી સંમૂર્ચ્છિમ ત્રસ જીવ ઉત્પન્ન થાય છે. પરંતુ તે સંમૂર્ચ્છિમ મનુષ્ય હોતા નથી.
ગાય આદિનું છાણ સાધુને માટે ઉપયોગમાં લેવા માટે શાસ્ત્રમાં કહેવાયેલ છે, તે આધારથી તેમાં કેટલાક કલાકો સુધી જીવોની ઉત્પત્તિ થતી નથી, એમ સમજવું જોઈએ.
ન
ફ્લેશ દોષ ઃ- ભૂમિગત(અંડર ગ્રાઉન્ડ ફ્લશ) શૌચાલયમાં સંમૂર્ચ્છિમ મનુષ્યની અને અન્ય ત્રસ જીવોની વિપુલ માત્રામાં ઉત્પત્તિ, જન્મ, મરણ થતા રહે છે. આ જીવોની ઉત્પત્તિ અપેક્ષાએ ભૂમિગત શૌચાલય મહાદોષ પાપનું સ્થાન છે. ભવભીરૂ ધર્મી આત્માઓએ એનો ઉપયોગ ન કરવો જોઈએ. માનવ શરીરના અશુચિ પદાર્થ શીઘ્ર સુકાઈ જાય કે વિરલ થઈ જાય એવો વિવેક રાખવો જોઈએ. મૃત કલેવર - માનવના મૃત કલેવરમાં સંમૂર્ચ્છિમ મનુષ્ય ઉત્પન્ન થવાનો સમય પણ અંતર્મુહૂર્ત છે. આથી વધારે સમય સુધી મૃત કલેવર રાખવામાં તો આ જીવોની વિરાધનાનો દોષ થાય છે. શ્રમણોએ મુહૂર્ત પૂર્વ મૃત કલેવરનું વ્યુત્સર્જન કરી દેવું જોઈએ. [મહાન પ્રખ્યાત સાધુ-સાધ્વીના મૃત કલેવરને ભક્ત સમુદાય ૧-૨ દિવસ રાખે છે. આ પ્રવૃત્તિ ઉચિત નથી. તેથી આ પ્રવૃત્તિનું અંધાનુકરણ ન કરવું જોઈએ.]
પશુઓના મૃત શરીરમાં વિવિધ પ્રકારના જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, અત્યંત દુર્ગંધ પણ આવી જાય છે તેથી તેમનું વિસર્જન જેમ બને તેમ જલ્દી કરવું જોઈએ. આગમમાં એ ઉક્ત જીવોત્પત્તિના ૧૪ સ્થાન મનુષ્ય સંબંધી અને સંમૂર્ચ્છિમ મનુષ્યોત્પત્તિ સંબંધી કહ્યા છે. અત: પશુઓના શરીરમાં તિર્યંચ યોનિક બેઇન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થવી અલગથી સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org