________________
૧૦૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
|
-
-
સંશીના છે. ૪પમા બોલથી અસંગી જીવ છે. ૪૬ અને ૪૯માં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય એવં સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય બંનેનો સમાવેશ છે. (૫) બાદરમાં અપર્યાપ્ત અસંખ્યાત ગણા અધિક હોય છે અને સૂમમાં પર્યાપ્ત સંખ્યાલગણા અધિક હોય છે. (૬) ૫૪,૬૦,૭૨,૭૩ એ ચાર બોલમાં નિગોદ શરીર અપેક્ષિત છે, જીવ નહીં. ૮૮મા બોલમાંનિગોદના જીવ અપેક્ષિત છે. અર્થાત્ ૯૮ બોલમાં૯૪બોલ જીવના અને ૪ બોલ શરીરના અપેક્ષિત છે. (૭) બાદર તેઉકાયના પર્યાપ્ત ઘણાં ઓછા હોય છે, એનો બોલ ત્રીજો છે અને અપર્યાપ્તનો બોલ ૫૮મો છે. (૮) અનંતના બોલ ૭૪થી પ્રારંભ થાય છે. અર્થાત્ ૭૩ બોલમાં ૭૧ બોલ અસંખ્યના છે. બે બોલ સંખ્યાતના છે. અભવી ચોથા અનંતા જેટલા છે. પડિવાઈ સમદષ્ટિ અને સિદ્ધ પાંચમાં(આઠમા) અનંત જેટલા છે. ભવી આઠમા અનંતમાં છે. સર્વ જીવ પણ આઠમા અનંત જેટલા છે. (૯) ૨૪,૯૫,૯૭ બોલ અશાશ્વત છે. તેઓ ક્રમશઃ સંમૂર્છાિમ મનુષ્ય, ૧રમા ગુણસ્થાન, ૧૪મા ગુણસ્થાન સાથે સંબંધિત છે. આ બંને ગુણસ્થાન પણ અશાશ્વત છે. અર્થાતુ જ્યારે ૧રમાં ગુણસ્થાનમાં કોઈ જીવ નથી હોતા ત્યારે ૯૫મો બોલ નથી બનતો અને જ્યારે ૧૪મા ગુણસ્થાનમાં કોઈ જીવ નથી હોતા ત્યારે ૯૭મો બોલ નથી બનતો. અલ્પબદુત્વની અનુપ્રેક્ષા – સંસારમાં બધાથી અલ્પ મનુષ્યોની સંખ્યા છે. આટલી લાંબી સૂચિમાં મનુષ્યનું સ્થાન સર્વપ્રથમ છે. આ જ કારણે આગમમાં મનુષ્ય ભવ દુર્લભ કહેવાય છે.
નરકમાં નીચે નીચે જીવોની સંખ્યા ઓછી ઓછી હોય છે. તો દેવોમાં ઉપર જીવોની સંખ્યા ઓછી હોય છે. સાતમી નરકમાં જીવ બધી નરકોથી ઓછા છે. તો અણુત્તર દેવ પણ બધા દેવોથી ઓછા હોય છે. અર્થાત્ લોકમાં અત્યંત પુણ્યશાળી જીવ ઓછા હોય છે તો અત્યંત પાપી જીવ પણ ઓછા હોય છે. ઇન્દ્રિયો ઓછી હોય છે, ત્યાં જીવ વધારે હોય છે. અર્થાત્ પંચેન્દ્રિયથી ચૌરેન્દ્રિય અધિક છે. એકેન્દ્રિય સર્વાધિક છે અર્થાત્ વિકાસ પ્રાપ્ત જીવ ઓછા હોય છે. બાવન બોલ સુધી ત્રસ જીવોનું અલ્પબદુત્વ છે. ફક્ત ત્રીજો બોલ સ્થાવરનો છે.
૫૩ થી ૮૬ બોલ સુધી સ્થાવર જીવોનું અલ્પબદુત્વ છે; ૭૪, ૭૫, ૭૬ બોલને છોડીને. ૩૮ થી ૪૪ સુધીના બોલ સંખ્યાત ગણા છે, તે અત્યધિક સંખ્યાલગણા છે. માટે એકાધિક બોલ મળવાથી અસંખ્ય ગણા બની જાય છે. જેમ કે– તિર્યંચણી ૩૭મા બોલથી દેવી(૪૧મો બોલ) અસંખ્યગણી છે. દેવથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org