________________
૧૧૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત,
વાણ વ્યંતર-જ્યોતિષીનું ભવનપતિની જેમ વર્ણન છે. વૈમાનિક નું પણ તે જ રીતે વર્ણન છે. પરંતુ સ્થિતિ ચૌહાણ વડિયાના સ્થાન પર તિઠાણ વડિયા છે. ચાર્ટમાં આપેલાં ટિપ્પણાંકો સંબંધી સ્પષ્ટીકરણ - ૧. ઉત્કૃષ્ટ અવગાહના સાતમી નરકમાં ૫૦૦ ધનુષ્યની છે, ત્યાં સ્થિતિ જઘન્ય રર સાગર, ઉત્કૃષ્ટ તેત્રીસ સાગર છે. જે પરસ્પર બે ગણી (અસંખ્યાતગણી) નથી, તેથી અસંખ્યાતમા ભાગ અને સંખ્યામાં ભાગ; એ બે પ્રકારે અંતર હોવાથી દુઠાણ વડિયા છે. ૨. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા બેઇન્દ્રિયમિથ્યાદષ્ટિ જ હોય છે. સાસ્વાદન સમ્યકત્વ ત્યાં કેવલ અપર્યાપ્તમાં અંગુલના અસંખ્યાતમા ભાગની જઘન્ય એવં મધ્યમ અવગાહનામાં જ હોય છે અતઃ ઉત્કૃષ્ટમાં જ્ઞાન નથી. ૩. જઘન્ય સ્થિતિ, બેઇન્દ્રિયમાં અપર્યાપ્ત મરનારની હોય છે, સાસ્વાદન સમકિત લઈને આવેલા પર્યાપ્ત થઈને જ મરે છે, તેથી જઘન્ય સ્થિતિમાં જ્ઞાન નથી. ૪. ઉત્કૃષ્ટ મતિજ્ઞાન તિર્યંચના યુગલિયામાં નથી હોતા, માટે સ્થિતિ તિઠાણ છે, કારણ કે મનુષ્ય તિર્યંચમાં સ્થિતિ ચૌઠાણ વડિયા યુગલિકોના કારણે જ હોય છે. ૫. અવધિજ્ઞાની, મનપર્યવ જ્ઞાની અને વિર્ભાગજ્ઞાની મનુષ્ય-તિર્યંચમાં સ્થિતિ તિઠાણ વડિયા જ હોય છે, યુગલિકોમાં તે જ્ઞાન ન હોવાથી. ૬. જઘન્ય અવગાહનાવાળા તિર્યંચ અપર્યાપ્ત હોય છે અને અપર્યાપ્ત તિર્યંચમાં અવધિજ્ઞાન, વિર્ભાગજ્ઞાન અને અવધિ દર્શન હોતા નથી. ૭. જઘન્ય સ્થિતિના તિર્યંચ પણ અપર્યાપ્ત મરવાવાળા હોય છે. તેમાં સમકિત અને જ્ઞાન નથી. ૮. ઉત્કૃષ્ટ સ્થિતિ તિર્યંચમાં યુગલિયાની હોય, તેમાં અવધિ–વિભંગ નથી હોતા. ૯. જઘન્ય મતિજ્ઞાનમાં અવધિ-વિર્ભાગજ્ઞાન હોતા નથી. ૧૦. તિર્યંચ-મનુષ્યમાં જઘન્ય અવગાહના યુગલિયામાં હોતી નથી, તેથી સ્થિતિ તિઠાણ વડિયા જ હોય છે. ૧૧. ઉત્કૃષ્ટ અવગાહનાનો મનુષ્ય યુગલિક જ હોય છે. યુગલિયામાં પરસ્પર ઉંમર(સ્થિતિ)નું અંતર અત્યંત થોડું જ, અસંખ્યાતમાં ભાગ માત્રનું હોય છે. તેથી સ્થિતિ એકઠાણ વડિયા હોય છે. ૧૨-૧૩. ઉત્કૃષ્ટ મતિજ્ઞાન પણ યુગલિયામાં હોતું નથી. અવધિજ્ઞાન પણ યુગલિયામાં હોતું નથી, તેથી બંનેમાં સ્થિતિ તિઠાણ વડિયા થઈ શકે છે. ૧૪. મનુષ્ય પરભવથી વિર્ભાગજ્ઞાન લાવતો નથી, તેથી જઘન્ય અવગાહનામાં અજ્ઞાન બે જ હોય છે. ૧૫. ઉત્કૃષ્ટ અવગાહના મનુષ્યમાં યુગલિયાની જ હોય છે. તેથી અવધિ-વિર્ભાગજ્ઞાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org