________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત નૈરયિકોથી સ્થિતિમાં 'ચૌઠાણ વડિયા' છે. અત્રે જઘન્ય અવગાહનાના સમસ્ત નૈરયિક વિવક્ષિત છે, ફક્ત બે નૈરયિકો નહીં. અગર બે નૈરયિકની વિવક્ષા હોય તો ચૌઠાણ વડિયા કે છઠાણ વડિયા નહીં પણ એકઠાણ વડિયા જ બને છે. આથી જીવ અજીવની આ પ્રકરણની સમસ્ત પૃચ્છાઓમાં વિવક્ષિત સામાન્ય પૃચ્છા છે. વ્યક્તિગત પૃચ્છા નથી.
અનંત પર્યાય :- (૧) સમુચ્ચય જીવની પર્યાય અનંત છે કારણ કે ત્રેવીસ દંડકના જીવ અસંખ્ય છે. વનસ્પતિ અને સિદ્ધ જીવ અનંત છે. તેથી બધા મળીને જીવના અનંત વિકલ્પ, ભેદ, અવસ્થા હોય છે, તેથી જીવની અનંત પર્યાય છે.
૧૦૬
(ર) નારકીની પણ અનંત પર્યાય છે, કારણ કે નારકી નારકીમાં પણ અનંત ગણા પર્યાયોના અંતર હોઈ શકે છે, અર્થાત્ કોઈ નારકી જીવ બીજા નારકી જીવોથી એક આત્મદ્રવ્યની અપેક્ષા તુલ્ય છે; અસંખ્ય આત્મા પ્રદેશોની અપેક્ષા પણ તુલ્ય છે; અવગાહનામાં બે ગણું આદિ સંખ્યાત ગણું અંતર છે. સ્થિતિમાં અસંખ્યાત ગણું તેમજ વર્ણાદિ ૨૦ બોલમાં અનંત ગણું અને જ્ઞાનાદિમાં પણ અનંત ગણું અંતર હોય છે. છેવટે બધામાં મળી સરવાળે અનંત ગણું અંતર થઈ જાય.
આ પ્રમાણે ૨૪ દંડકના જીવોની અનંત પર્યાય છે. અર્થાત્ સ્વયંના દંડકવર્તી જીવોની સાથે પરસ્પર કોઈ પર્યાયની અપેક્ષા અનંતગણું અંતર હોય છે. આ રીતે જીવોની પર્યાય પણ અનંત છે અને ૨૪ દંડકના જીવોની પર્યાય પણ અનંત છે.
આ પર્યાયને જાણવા, સમજવા માટે ૬ બોલોની વિચારણા છે– ૧. જીવ દ્રવ્ય- એક જ છે, ૨. પ્રદેશ-સર્વેના આત્મ પ્રદેશ તુલ્ય અસંખ્ય છે, ૩. અવગાહના, ૪. સ્થિતિ, ૫. વર્ણાદિ, ૬. જ્ઞાનાદિ, જેમાં અવગાહના સ્થિતિ અને જ્ઞાન પ્રત્યેક દંડકમાં જીવાભિગમ સૂત્રની પ્રથમ પ્રતિપત્તિમાં વર્ણવેલ અનુસાર છે. વર્ણોદ ૨૦ બોલમાં વર્ણ પ, ગંધ ર, રસ ૫, સ્પર્શ ૮ છે.
અનંતગુણ, અસંખ્યગુણ, સંખ્યાત ગુણ આદિ અંતરને સમજવા માટે સાંકેતિક નામ નીચે મુજબ છે.
એકઠાણ વડિયા :- એક સ્થાનનું અંતર જ્યાં હોય છે, તેને “એકઠાણ વિડયા’’ કહે છે. તેમાં (૧) અસંખ્યાતમો ભાગ હીન અને અસંખ્યાતમો ભાગ અધિક આ એક સ્થાન અંતર રૂપમાં હોય છે.
દુઠાણ વડિયા :– બે સ્થાનનું જ્યાં અંતર હોય છે, તેને ‘દુઠાણ વડિયા’ કહે છે. તેમાં (૨) સંખ્યાતમા ભાગ ઓછા અને સંખ્યાતમા ભાગ અધિક, આ સ્થાન વધવાથી બે સ્થાન અંતર રૂપમાં હોય છે.
નિઠાણ વડિયા :– એમાં (૩) સંખ્યાતગુણ ઓછા અને સંખ્યાતગુણ અધિક આ
સ્થાન વધ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org