________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
ચૌઠાણ વડિયા :- એમાં (૪) અસંખ્યાત ગુણ ઓછા અને અસંખ્યાત ગુણ અધિક હોય છે. આ સ્થાન વધ્યું.
૧૦૭
=
છઠાણ વડિયા ઃ– આમાં (૫) અનંતમાં ભાગ ઓછા અને અનંતમાં ભાગ અધિક, (૬) અનંત ગુણ ઓછા અને અનંત ગુણ અધિક; આ બે સ્થાન વધે છે. પાંચ ઠાણ વડિયા કોઈ બોલ નથી બનતો માટે એન્ડ્રુ સંકેત નામ કહેવામાં નથી આવ્યું. અવગાહનાથી પર્યાય :-- સમુચ્ચય જીવ દ્રવ્યના અને દંડકગત સમુચ્ચય જીવની પર્યાય કહ્યા પછી એના જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહના, સ્થિતિ વર્ણાદિ, જ્ઞાનાદિની અપેક્ષા પર્યાયની વિચારણા આ પ્રકારની છે.
જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નૈરયિક પરસ્પર દ્રવ્ય, પ્રદેશ અને અવગાહનાથી તુલ્ય છે; સ્થિતિથી ચૌઠાણ વડિયા(અસંખ્ય ગણું અંતર) હોય છે, વર્ણાદિ ૨૦ બોલ અને ૯ ઉપયોગની અપેક્ષાએ છઠાણ વડિયા(અનંત ગણું અંતર) હોય છે.
મધ્યમ અવગાહનામાં વિશેષતા એ છે કે– અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણ વડિયા(અસંખ્ય ગણું) અંતર હોય છે. આ રીતે સર્વ પર્યાયોની અપેક્ષા સર્વે મળીને અનંત ગણું પર્યાયમાં અંતર થઈ જાય છે. તેથી આ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા નારકીની પણ અનંત અનંત પર્યાય છે.
તે જ રીતે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નૈરિયકની પણ અનંત પર્યાય સમજવી. સ્વયંના જઘન્ય ઉત્કૃષ્ટ બોલમાં તુલ્ય હોય છે અને મધ્યમાં સ્થિતિ ચૌઠાણ વડિયા હોય છે.
આ પ્રકારે જઘન્ય અને ઉત્કૃષ્ટ ગુણ કાળામાં દ્રવ્ય પ્રદેશ તુલ્ય, અવગાહના સ્થિતિ, ચૌઠાણ વડિયા વર્ણાદિ ૧૯ બોલ ૯ ઉપયોગની અપેક્ષાએ છઠાણ વડિયા અને કાલા વર્ણની અપેક્ષા તુલ્ય હોય છે. મધ્યમ ગુણ કાળામાં વિશેષતા એ છે કે વર્ણાદિ ૨૦ બોલમાં છઠાણ વડિયા છે.
તે જ રીતે જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ મતિજ્ઞાની આદિ સમજવું. વિશેષમાં જ્ઞાન અજ્ઞાનમાં ઉપયોગ દ્ગ કહેવા, દર્શનમાં ૯ ઉપયોગ કહેવા, જઘન્ય ઉત્કૃષ્ટમાં સ્વયંને છોડીને શેષને છઠાણ વડિયા કહેવું, મધ્યમમાં સ્વયં સહિત છઠાણ વડિયા કહેવું. આ જ રીતે ૨૪ દંડકમાં કહેવું. વિશેષતાઓ ચાર્ટથી જાણવી.
ચાર્ટ સૂચના :— જીવના પર્યવ, દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષા સર્વત્ર તુલ્ય જ હોય છે. જે વર્ણની પૃચ્છા થાય છે, તેના જઘન્ય અને ઉત્કૃષ્ટમાં ખુદની અપેક્ષા તુલ્ય હોય છે, શેષ ૧૯ની અપેક્ષા છઠાણ વડિયા હોય છે. જઘન્ય-ઉત્કૃષ્ટ જ્ઞાન, અજ્ઞાન, દર્શનમાં પણ જેની પૃચ્છા છે, તેની સ્વયંની અપેક્ષા તુલ્ય હોય છે. શેષ જ્ઞાન, અજ્ઞાન, દર્શન જે પણ જ્યાં લાભે છે તે છઠાણ વડિયા હોય છે. મધ્યમમાં સ્વયંના પણ છઠાણ વડિયા હોય છે. ચાર્ટમાં દ્રવ્ય અને પ્રદેશનું કોલમ નથી તેમજ વર્ણાદિ અને જ્ઞાનાદિમાં તુલ્યનું કોલમ નથી, તેને સ્વતઃ સમજી લેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org