________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ.
૮૯
ગોળ પાંખવાળા, (૪) વિતત પક્ષી–પાંખો પ્રસારિત (ખુલ્લી) રાખવાવાળા અથવા લાંબી પાંખોવાળા. મનુષ્ય – મનુષ્ય બે પ્રકારના હોય છે– (૧) આર્ય (ર) અનાર્ય. અનાર્ય(પ્લેચ્છ) – શક, યવન, કિરાત, શબર, બર્બર, મરંડ, ગાંડ, સિંહલ, આંધ્ર, તમિલ, પુલિંદ, ડોંબ, કોંકણ, માલવ, ચીના, બકુશ, અરબક, કૈકય, રૂસક, ચિલાત વગેરે. આર્યઃ- (૧) દ્ધિ પ્રાપ્ત-અરિહંત, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણવિદ્યાધર (ર) ઋદ્ધિ અપ્રાપ્ત નવ પ્રકારના છે–
(૧) ક્ષેત્રાર્ય–૨૫ દેશ આર્ય છે, તેમાં જન્મ લેવાવાળા મનુષ્ય ક્ષેત્રાર્ય છે. (૨) જાતિ આર્ય-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય જાતિઓવાળા જાતિ આર્ય છે (૩) કુલઉગ્રકુલ, ભોગકુલ, ઇશ્વાકુકુલ, જ્ઞાત કુલ આદિ કુલ આર્ય છે. (૪) કર્મ- સુથાર, કુંભાર, આદિ કર્મ આર્ય છે. (૫) શિલ્પ આર્ય-દરજી, જિદ્ધસાજ આદિ શિલ્પ આર્ય છે. (૬) ભાષાર્મ- હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી આદિ ભાષા અને જેની બ્રાહ્મી લિપિ હોય તે ભાષા આર્ય છે. (૭–૮–૯) વીતરાગ માર્ગમાં જ્ઞાન અને શ્રદ્ધાયુક્ત પ્રવૃત્તિ કરવાવાળા જ્ઞાન, દર્શન, ચારિત્ર આર્ય છે. અર્થાત્ પાંચ જ્ઞાન અને સમ્યગ્દર્શન વાળા જ્ઞાનાર્ય, દર્શનાર્ય છે. શ્રાવક, સાધુ એ ચારિત્રાર્ય છે અથવા પાંચે સંયત ચારિત્રાર્ય છે. સમૃદ્ઘિમ મનુષ્યના ૧૪ પ્રકારઃ- (૧) ઝાડામાં (૨) પેશાબમાં (૩) કફમાં (૪) શ્લેષ્મમાં (૫) વમનમાં (૬) પિત્તમાં (૭) રસીમાં (૮) લોહીમાં (૯) વીર્યમાં (૧૦) વીર્યના શુષ્ક પુદ્ગલ પુનઃ ભીના થાય પછી (૧૧) મૃત શરીરમાં (૧૨)
સ્ત્રી-પુરુષ સંયોગમાં (૧૩) નગર નાળા-ગટરમાં (૧૪) મનુષ્ય સંબંધી સર્વ અશુચિસ્થાનોમાં મનુષ્ય સંબંધી આ ૧૪ સ્થાનોમાં ૧ર તો સ્વતંત્ર માનવ શરીરના અશુચિ સ્થાન છે ૧૩મા ગટરના બોલમાં અનેક બોલ અશુચિ સ્થાન સંગ્રહિત છે ૧૪મા બોલમાં પણ અનેક બોલ સ્થાનોના સંયોગી ભંગ અર્થાત્ મિશ્રણ કહેલ છે. આ બધા સ્થાનોમાં પરસેવો, થંક નથી આવતા તેથી આ બંનેમાં મૂર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થતા નથી. ઉત્પત્તિકાળ :- આ ૧૪ સ્થાનોમાં આત્મ પ્રદેશોથી અલગ થઈ ગયા પછી અંતર્મુહૂર્ત બાદ મૂર્છાિમ અસંજ્ઞી મનુષ્ય ઉત્પન્ન થાય છે.
અંતર્મુહૂર્ત શબ્દનો અર્થ વિશાળ છે. વ્યાખ્યાકારોએ પણ એનું સ્પષ્ટીકરણ કર્યું નથી. અતઃ પ્રાપ્ત પરંપરાનુસાર ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અર્થાત્ વ્યવહારથી લગભગ ૪૭મિનિટનો સમય મનાય છે. ૪૭ મિનિટ એક અંતિમ સીમા સમજવી જોઈએ; ત્યારપછી ૪૮મી મિનિટ થાય ત્યારે અંતર્મુહૂર્ત નહીં કહેવાય પરંતુ મુહૂર્ત
Jain Education International
For Private & Personal USA Only
Wbrary.org