________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
| ૯૩
અખાય – ઘનોદધિ અને ઘનોદધિવલય, પાતાળકળશ, સમુદ્ર, નદી, કુંડ, દ્રહ, ઝરણા, તળાવ, સરોવર, નાળા, વાવડી, પુષ્કરણી, કુવા, હૌદ, ખાડા, ખાઈ વગેરે નાના-મોટા જળ સંગ્રહના શાશ્વત અશાશ્વત સ્થળોમાં બાદર અપ્લાયના સ્વસ્થાન છે. સૂક્ષ્મ અપ્લાય સર્વ લોકમાં છે. તેઉકાય – અઢીદ્વિીપમાં ૧૫ કર્મભૂમિ ક્ષેત્ર છે, તે જ બાદર તેઉકાયના સ્વસ્થાન છે. વ્યાઘાતની અપેક્ષા ફક્ત પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં જ એમનું સ્વસ્થાન છે અર્થાત્ છઠ્ઠા અને પહેલા આરા તથા યુગલિક કાળમાં પ ભરત, ૫ ઐરાવત ક્ષેત્રમાં અગ્નિ રહેતી નથી.
લવણ સમુદ્રમાં વડવાનલ હોવાથી ત્યાં અગ્નિકાયની ઉત્પત્તિ થાય છે. સૂક્ષ્મ અગ્નિકાય સર્વ લોકમાં છે. વાયુકાય – ઘનવાય, તનુવાય, ઘનવાયવલય, તનુવાયવલય અને પાતાળકળશ, ભવન, નરકાવાસ, વિમાન અને લોકના સમસ્ત આકાશીય પોલાણવાળા નાના મોટા સ્થાનોમાં બાદર વાયુકાયના સ્વસ્થાન છે. સૂમ વાયુકાય સર્વલોકમાં છે. વનસ્પતિકાય:- ત્રણે લોકના સર્વે જળમય સ્થાનોમાં અને તિરછા લોકના જળ મય, સ્થળમય સર્વ સ્થાનોમાં બાદરવનસ્પતિકાયના સ્વસ્થાન છે. સૂક્ષ્મ વનસ્પતિ સર્વ લોકમાં છે. બેઇન્દ્રિયાદિ – ઊર્ધ્વ લોકમાં રહેલા તિરછા લોકના પર્વતો પર, નીચા લોકમાં રહેલ સમુદ્રી જળમાં અને તિરછા લોકના સર્વે જલીય સ્થલીય સ્થાનોમાં બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચના સ્વસ્થાન છે. નરક – સાતે નરકોમાં જે ૩૦૦૦ યોજનના પાથડા છે, એમાં ૧000 યોજના ઉપર ૧000 યોજન નીચે છોડીને વચમાં જે એક હજાર યોજનાનું પોલાણ છે તેમાં નારકી જીવોના નિવાસ-નરકાવાસ છે, તે જ તેમના સ્વસ્થાન છે. મનુષ્ય - મનુષ્યના ૧૦૧ ક્ષેત્ર છે, તે તેમના સ્વસ્થાન છે. ભવનપતિ – પ્રથમ નરકના ત્રીજા આંતરામાં ભવનપતિના ભવનાવાસ છે, જે સમ ભૂમિથી ૪૦,૦00 યોજન નીચે છે. ત્યાં અસુરકુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વસ્થાન છે. પ્રથમ નરકના ચોથા આંતરામાં નાગકુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વસ્થાન છે. પાંચમાં આંતરમાં સુવર્ણ કુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વસ્થાન છે, એ જ ક્રમથી બારમા આંતરામાં સ્વનિત કુમાર જાતિના ભવનપતિ દેવોના સ્વસ્થાન છે. વ્યતર – પ્રથમ નરક પૃથ્વીની ઉપરની છત ૧000 યોજનની છે. તેની ઉપરની સપાટી આપણી સમભૂમિ છે, આ પ્રથમ નરકની ઉપર છતના ૧૦૦૦ યોજનમાં ૧૦૦ યોજન નીચે અને ૧૦૦યોજન ઉપર છોડીને વચમાં જે ૮૦૦ યોજનનું ક્ષેત્ર
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only