________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
હોતું. એમાં તો એક જ શરીરમાં અનંત જીવ ભાગીદારની સમાન હોય છે. તેનું સ્વરૂપ અને લક્ષણ વગેરે વર્ણન ખંડ–૮માં સંવાદ પ્રકરણ ૪૩માં જુઓ.
F
તે અનંત જીવોનું એક શરીર એક નિગોદ કહેવાય છે. એમાં રહેલા અનંત જીવ નિગોદ જીવ કહેવાય છે. આ અનંત જીવો મળીને એક શરીર બનાવે છે, એક સાથે જન્મે છે, એકી સાથે પર્યાપ્તિઓ પૂર્ણ કરે છે, એકી સાથે મરે છે, એકી સાથે શ્વાસોશ્વાસ લે છે. અર્થાત્ એમનો આહાર, શ્વાસોશ્વાસ, પુદ્ગલ ગ્રહણ વગેરે સાધારણ હોય છે. એ જ એની સાધારણતાનું લક્ષણ છે.
આ નિગોદ સૂક્ષ્મ અને બાદર બંને પ્રકારના હોય છે. તેમાં સૂક્ષ્મ તો ચર્મ ચક્ષુથી અગ્રાહ્ય છે અને બાદરમાં પણ અસંખ્ય નિગોદ શરીર એકઠા થાય પછી જ કોઈ જોવામાં આવી શકે અને કોઈ જોવાતા નથી. તેમને જાણવા સમજવા માટે વીતરાગ વચન જ પ્રમાણભૂત છે. આ રીતે આ અનંત જીવોનું ઔદારિક શરીર એક હોય છે, પરંતુ તૈજસ, કાર્મણ શરીર જુદા-જુદા હોય છે.
શ્લક્ષણ(કોમળ) પૃથ્વી :– મુલાયમ(સુંવાળી) માટીને શ્લક્ષણ પૃથ્વી કહે છે. એના સાત પ્રકાર છે. (૧) કાળી માટી (૨) નીલી (૩) લાલ (૪) પીળી (૫) સફેદ માટી (૬) પંડુ માટી જેવા રંગની, ખાખી રંગની, મટમેલા રંગની માટી (૭) પોપડીવાળી માટી. આ સાત પ્રકારમાં અન્ય સર્વ પ્રકારની કોમળ માટીનો સમાવેશ સમજવો જોઈએ.
ખર(કઠોર) પૃથ્વી :– (૧) સામાન્ય પૃથ્વી (૨) કંકર-કાંકરા (૩) વેળુરેત (૪) પથ્થર (૫) શિલા (૬) લવણ (૭) ખાર (૮) લોઢું (૯) તાંબુ (૧૦) તરૂઆ—રાંગા (કથીર) (૧૧) સીસું (૧૨) ચાંદી (૧૩) સોનું (૧૪) વજ્ર (૧૫) હરતાલ (૧૬) હિંગળો (૧૭) મન:શિલ (૧૮) સાસગ-પારદ (૧૯) સુરમો (૨૦) પ્રવાલ (૨૧) અભ્રક—પટલ (૨૨) અભ્રરજ.
(૧) ગોમેદ રત્ન (૨) રુચક રત્ન (૩) અંક રત્ન (૪) સ્ફટિક રત્ન (૫) લોહિતાક્ષ રત્ન (૬) મરકત રત્ન (૭) મસાર ગલ્લ(મસગલ) રત્ન, (૮) ભુજમાચક રત્ન (૯) ઇન્દ્રનીલ રત્ન (૧૦) ચંદ્રનીલ રત્ન (૧૧) ગેરૂડી રત્ન, (૧૨) હંસ ગર્ભ રત્ન (૧૭) જલકાંત મણિ (૧૮) સૂર્યકાંત મણિ. આ રીતે લગભગ ૪૦ નામ શાસ્ત્રોમાં ઉપલબ્ધ છે.
ટિપ્પણ – એ જ ૪૦ ભેદોને ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન છત્રીસમાં, છત્રીસની સંખ્યાથી કહેલ છે. જેનું કારણ અજ્ઞાત છે. સંભવ છે કે અર્થ અને ગણતરી કરવામાં કંઈક તફાવત હોવો જોઈએ.
અપ્કાય ઃ– (૧) ઓસ (ઝાકળ) (૨) બરફ (૩) ધુમ્મસ (૪) કરા, બરફના કરા (૫) વનસ્પતિમાંથી ઝરવા વાળા પાણી (૬) શુદ્ધ જળ (૭) શીતોદક (૮) ઉષ્ણોદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org