________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
ભેદ છે. અઢીદ્વીપમાં જ્યોતિષી દેવો ચલ છે અને અઢીદ્વીપની બહાર સ્થિર છે. ૩૮ વૈમાનિક ઃ- ૧૨ દેવલોક, ૩ કિક્વિષી, ૯ લોકાંતિક, ૯ ત્રૈવેયક, ૫ અનુત્તર વિમાન.
૮૧
૧૨ દેવલોક :– (૧) સૌધર્મ (૨) ઈશાન (૩) સનત્કુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રહ્મલોક (૬) લાન્તક (૭) મહાશુક્ર (૮) સહસાર (૯) આણત (૧૦) પ્રાણત (૧૧) આરણ (૧૨) અચ્યુત.
કિવિષી :– (૧) ત્રણ પલ્યોપમવાળા (૨) ત્રણ સાગરોપમવાળા (૩) તેર સાગરોપમવાળા.
લોકાંતિક :– (૧) સારસ્વત (૨) આદિત્ય (૩) વહ્નિ (૪) વરુણ (૫) ગર્દનોય (૬) તુષિત (૭) અવ્યાબાધ (૮) આગ્નેય(મરુત) (૯) અરિષ્ટ.
૯ ત્રૈવેયક :– (૧) ભદ્ર (૨) સુભદ્ર (૩) સુજાત (૪) સુમનસ (૫) સુદર્શન (૬) પ્રિય દર્શન (૭) આમોઘ (૮) સુપ્રતિબદ્ધ (૯) યશોધર.
૫ અનુત્તર વિમાન :– (૧) વિજય (ર) વૈજયંત (૩) જયંત (૪) અપરાજિત (૫) સર્વાર્થ સિદ્ધ.
નોંધ :– શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં ભવનપતિના અસુરાદિ દસ અને વાણવ્યંતરના પિશાચાદિ આઠ ભેદ છે. પંદર પરમાધામી, આઠ આણપત્રે આદિ, ૧૦ જૂંભક, ૯ લોકાંતિક, ૩ કિલ્વિષી વગેરેના નામ અને ભેદ નથી, અન્ય સૂત્રોમાંથી ગ્રહણ કરીને અહીં એક સાથે સંકલિત કર્યા છે.
સિદ્ધોના પંદર પ્રકાર ઃ
(૧) તીર્થ સિદ્ધ :- તીર્થંકર ભગવાન ચાર તીર્થની સ્થાપના કરે, ત્યારે તીર્થ પ્રવર્તન થાય છે. એ તીર્થ પ્રવર્તન કાળમાં જે સિદ્ધ થાય તે તીર્થ સિદ્ધ કહેવાય છે. ગણધર આદિ શ્રમણો તીર્થ સિદ્ધ છે.
(૨) અતીર્થ સિદ્ઘ ઃ— તીર્થ પ્રવર્તન પહેલાં જે સિદ્ધ થાય છે અથવા તીર્થ વિચ્છેદ થયા પછી જે સિદ્ધ થાય, તે અતીર્થ સિદ્ધ છે અર્થાત્ જ્યારે કોઈતીર્થંકરના શાસનમાં શ્રુત વિચ્છેદ થઈ જાય અથવા શ્રમણ શ્રમણીઓનો વિચ્છેદ થઈ જાય; ત્યારપછી સ્વતઃ જ્ઞાન પ્રાપ્ત કરીને જે સિદ્ધ થાય તે અતીર્થ સિદ્ધ છે. આ બે ભેદોમાં સર્વે સિદ્ધોનો સમાવેશ થઈ શકે છે.
(૩) તીર્થંકર સિદ્ઘ :– જે ચાર તીર્થની સ્થાપના કરે છે, તે તીર્થંકર છે. તીર્થંકર પણે સિદ્ધ થાય, તે તીર્થંકર સિદ્ધ કહેવાય છે. ભરત ઐરવતમાં ક્રમશઃ ૨૪-૨૪ તીર્થંકર થાય છે. એક મહાવિદેહ ક્ષેત્રમાં નિરંતર ઓછામાં ઓછા ચાર અને ઉત્કૃષ્ટ બત્રીસ તીર્થંકર હોય છે. પાંચે ય મહાવિદેહક્ષેત્રોના સર્વ મળીને ઉત્કૃષ્ટ તીર્થંકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org