________________
તત્ત્વ શાસ્ત્ર ઃ પ્રજ્ઞાપના સૂત્ર પ્રસ્તાવના
છે અને સમવાયાંગ સૂત્રની સાથે તેનો સંબંધ જોડવામાં આવે છે, જે એક કલ્પના માત્ર છે. આ વિષયક ખુલાસો સારાંશ ભાગ-૭માં ઔપપાતિક સૂત્રના પ્રારંભમાં કર્યો છે.
વિષય બોધ :– પ્રજ્ઞાપના સૂત્રમાં એક શ્રુતસ્કંધ છે. તેમાં ૩૬ પદ છે, જે અધ્યયન રૂપ છે. એક-એક પદમાં પ્રાયઃ એક જ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ શાસ્ત્ર તત્ત્વજ્ઞાન પ્રધાન છે. ધર્મકથા કે આચાર વર્ણન એમાં નથી.
to
આ સૂત્રમાં જીવ અજીવ તત્ત્વથી પ્રજ્ઞાપના પ્રારંભ થઈને અંતે છત્રીસમાં સમુદ્દાત પદથી કેવળી સમુદ્દાત, યોગ-નિરોધ, શૈલેશી અવસ્થા, મોક્ષ ગમન, એવી સિદ્ધ અવસ્થાના સ્વરૂપથી મોક્ષ તત્ત્વનું કથન કર્યું છે.
સૂત્ર પરિણામ :-- આ સૂત્ર ગૂઢતમ વિષયોના ભંડાર રૂપ મહાશાસ્ત્ર છે. પ્રારંભિક તાત્ત્વિક કંઠસ્થ જ્ઞાન અને અનુભવ વિના સાધકોને પણ આ સૂત્રમાં ગતિ પામવી અત્યંત કઠિન છે. આ મહાશાસ્ત્ર ૭૮૮૭ શ્લોકના પરિમાણ રૂપે માનવામાં આવેલ છે, આ સૂત્રમાં વર્ણિત વિષયોનું અત્યંત મહત્વ છે. કારણ કે ૧, ૨, ૫, ૬, ૧૧, ૧૫, ૧૭, ૨૪, ૨૫, ૨૬, ૨૭ આ અગિયાર પદોનો અતિદેશ (ભલામણ) ભગવતી સૂત્ર નામક અંગ સૂત્રમાં કરવામાં આવ્યો છે.
ઉપલબ્ધ સાહિત્ય :– આ સૂત્ર પર આચાર્ય હરિભદ્રસૂરિ આદિ પૂર્વાચાર્યોની અનેક વ્યાખ્યાઓ ઉપલબ્ધ છે. જે અપ્રકાશિત પ્રચીન ભંડારોમાં ઉપલબ્ધ છે. આચાર્ય મલયગિરિ રચિત ટીકા અને તેના અનુવાદ વર્તમાને પ્રકાશિત ઉપલબ્ધ છે. અનેક સ્થાનોથી આ સૂત્રનો કેવલ મૂળપાઠ પ્રકાશિત થયો છે. જેમ કે ગુડગાંવ, મુંબઈ, લાડનું, લૈલાના વગેરે. આચાર્યશ્રી અમોલખ ઋષિજી દ્વારા સંપાદિત અનુવાદ સહિત પ્રજ્ઞાપના સૂત્ર પણ ઉપલબ્ધ છે. આચાર્યશ્રી ઘાસીલાલજી મ.સ. દ્વારા રચિત સંસ્કૃત ટીકા, હિન્દી અને ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત છે. બ્યાવરમાંથી ત્રણ ભાગોમાં વિવેચન યુક્ત આ સૂત્ર આગમ પ્રકાશન સમિતિના તત્ત્વાધાનમાં પ્રકાશિત થયો છે. જેમના કુશળ સંપાદક, પૂ. આચાર્ય શ્રી આત્મરામજી મહારાજ સાહેબના વિદ્વાન શિષ્ય રત્નશ્રી જ્ઞાન મુનિજી મ.સા. છે, તેને આધારભૂત રાખીને આ સારાંશ અનેક તાલિકાઓની સાથે તૈયાર કર્યો છે. આ કારણે સ્વાઘ્યાય પ્રેમી બાલ, યુવા, પ્રૌઢ સાધુ અને શ્રાવક સમાજને આ સારાંશ પ્રાવધાન અત્યધિક લાભદાયી અને સંતોષપ્રદ થશે.
Jain Education International
For Private & Personal Use Only
આગમ મનીષી ત્રિલોક મુનિ
www.jainelibrary.org