________________
| તત્ત્વ શાસ્ત્ર: જીવાભિગમ સૂત્ર પરિશિષ્ટ-૪
તેઓના માટે આચાર્ય યોગ્ય સાધુને દીક્ષા છોડાવીને લઈ જવાની કલ્પના પણ ન કરી શકાય.
આ દસ પોઈન્ટમાં છેદ સૂત્રો સંબંધી કથન છે એની વિશેષ માહિતી માટે તે તે શાસ્ત્રોનું વિવેચન જવું જોઈએ. આ દસ પોઈન્ટ બાબતમાં નિર્યુક્તિકાર, ભાષ્યકાર, ચૂર્ણિકાર અને ટીકાકાર બધા જોડાયેલા છે. બીજા પણ ઘણા સૂત્રોની વ્યાખ્યાઓમાં એવી કેટલીક ભૂલો છે તે બધાનું કથનનો અહીં વિસ્તાર ન કરતા કેટલીક બતાવી છે. તટસ્થ ભાવથી સમજવા માટે આટલી પણ બહુ છે. સાર:- કહેવાનો મતલબ એ છે કે છદ્મસ્થની ભૂલ થવાની શક્યતા રહ્યા જ કરે છે. માટે કોઈને પોતાને માટે કે બીજા કોઈપણ વિદ્વાનને માટે કોઈપણ પ્રકારના અભિમાનનો આગ્રહ કે દૂરાગ્રહ ન કરતાં પોતાના ભેજામાં શાસ્ત્રની મુખ્યતાથી ચિંતન, મનન અને નિર્ણય કરવાની જગ્યા રાખવી જોઈએ. જિજ્ઞાસા ભાવથી સત્ય ખોજવાની લગન રાખવી જોઈએ. બધા ચિંતનો, પ્રયત્નો, નિષ્કર્ષો ને આગમની કસોટી એ કસવાની બુદ્ધિ રાખવી જોઈએ. - સાચું ખોટું જે કોઈ પણ અર્થ કે પરંપરા હોય તેને આગ્રહ રાખી માનતા જ રહેવું. પૂર્વાચાર્યોના નામથી આંખો મીંચીને ધકાવતા જ રહેવું એ ઠીક નથી અને શાસ્ત્રની ઉપેક્ષા કરી સ્વછંદ બુદ્ધિએ કોઈ પણ નિર્ણય લઈ પ્રરૂપણા કરવી એ પણ ઠીક નથી.
આગમ અને આગમના આશયો એ જ સર્વોપરિ મહત્વશીલ છે. પરંપરાઓ અને પૂર્વાચાર્યોના નામથી આગમ આશયની ઉપેક્ષા ન કરવી જઈએ અને જે પરંપરાને આગમનો કોઈ પણ આધાર કે બળ ન મળે તેનો દૂરાગ્રહ કે હઠાગ્રહ ન રાખવો જોઈએ. આગમ લક્ષ્યવાળા ચિંતનને માન આપવું જોઈએ. કોઈ પણ ભૂલ હોય, કોઈની પણ ભૂલ હોય, તેને સુધારવામાં પૂર્વાગ્રહ ન રાખવો જોઈએ; આ જ આ નિબંધનો અભિપ્રાય છે.
તે સિવાય કોઈપણ આચાર્યોની આશાતાનાનો અભિપ્રાય નથી પરંતુ આચાર્યોના નામે કે પરંપરાના નામે આગમ આશય કે તાત્પર્યની થતી આશાતના અથવા ઉપેક્ષાના ભાવો ઉપર પ્રભાવ પડે અને જ્ઞાની કહેવાતા સાધકો નાસમજીએ શાસ્ત્રની આશાતનાથી અને શ્રુતજ્ઞાનની આશાતનાથી બચે; એ જ મૂળ ઉદ્દેશ્ય છે. છતાં પણ કોઈ સ્વ અવિવેકના કારણે આ નિબંધનો ઉલટો અર્થ કરી લેખકને પૂર્વાચાર્યોની આશાતના કરનાર માનવાની પરિણતિ કરે તો એ તેના પોતાના ક્ષયોપશમની વિચિત્રતા જ સમજવી. સુષ વિઇ વહુના........
II જીવાભિગમ સૂત્ર પરિશિષ્ટ સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org