________________
૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ઈચ્છામાં તલ્લીન થયેલો રુગ્ણ પાગલ બનેલો સાધુ. સૂત્રમાં એવા રુગ્ણ સાધુની સેવા કરવાનો નિર્દેશ છે. રુગ્ણ સેવા વગેરેથી સંબંધિત સાધુના માટે ધન પ્રાપ્તિનો અર્થ અને વિવેચન કરવું સારુ નથી.
(૨૭) વ્યવહાર સૂત્ર ઉદ્દેશા ૩ સૂત્ર ૧-૨ માં ગળધારણ નો વિષય છે, જેનો અર્થ મુખી બની વિચરણ કરવું અથવા મુખી બની વિચરણ કરવાવાળો છે. ત્યાં એના માટે યોગ્ય હોવાનું પણ કહ્યું છે. સાથે જ આજ્ઞા લઈને વિચરણ કરવાનું કહ્યું છે. વગર આજ્ઞાએ વિચરણ કરવાનો નિષેધ કર્યો છે અને તેનું પ્રાયશ્ચિત પણ કહ્યું છે. આનો અર્થ વ્યાખ્યાકારોએ આચાર્ય બનવું, ગણી યા ગચ્છાધિપતિ બનવાથી જોડી દીધો છે તે ઉપયુક્ત નથી. કેમ કે આચાર્ય, ઉપાધ્યાય વગેરેની યોગ્યતા, ગુણ, શ્રુત વગેરેના કથન આ સૂત્રના આગળના સૂત્રમાં જ છે.
(૨૮) વ્યવહાર સૂત્ર ઉદ્દેશા ૯ માં સોહિય શાના શબ્દ છે. જેમાં શ્રમણનો ગોચરી જવાનો પ્રસંગ છે. જેનો અર્થ થાય છે— ખાવાની સામગ્રી’ અથવા ‘મિષ્ટાન્ન સામગ્રી’. એવો અર્થ ન કરીને મદિરા શાળા અર્થ વિવેચનમાં કરી દીધો છે. જ્યારે મદિરા શાળામાં સાધુને જવાનો પ્રસંગ થતો જ નથી.
(૨૯) વ્યવહાર સૂત્ર ઉદ્દેશા ૧૦માં શ્રમણોના અધ્યયન સંબંધી વર્ણન દીક્ષા પર્યાયના વર્ષો સાથે જોડીને કહેવામાં આવ્યું છે. તેનો એવો અર્થ કરી દીધો કે આટલા વરસ પહેલા તે સૂત્રો ભણાવવા જ નહીં. આવો અર્થ આગમના આશયથી વિપરીત જાય છે, કારણ કે આ જ વ્યવહાર સૂત્રમાં ત્રણ વરસની દીક્ષાવાળા સાધુને બહુશ્રુત હોવાથી અને આચારાંગ અને નિશીથ સૂત્રને અર્થ સહિત ધારણ કરવાવાળો હોવાથી તેમને ઉપાધ્યાયની પદવી આપવાનું વિધાન કર્યુ છે. મતલબ એ થયો કે ત્રણ વરસવાળો સાધુ ઉપાધ્યાય બનવાની યોગ્યતા જેટલા શાસ્ત્રો ભણીને પૂર્ણ કરી શકે છે. માટે ત્રણ વરસની દીક્ષા પર્યાય પહેલાં સાધુને શાસ્ત્ર ભણાવવું જ નહીં એવો અર્થ કરવો શાસ્ત્રકારના આશયથી તદ્દન વિપરીત છે. (૩૦) વ્યવહાર ઉદ્દેશા માં ‘નિરુદ્ધ પરિયાયે અને નિરુદ્ધવાસ પરિયાયે' શબ્દ છે. જેનો સીધો અને સાચો અર્થ ક્રમથી આ છે કે (૧) અત્યલ્પ = સર્વથી ઓછી દીક્ષા પર્યાય (એક દિવસ) (૨) અલ્પ વરસ દીક્ષા પર્યાય = ત્રણ વરસથી ઓછી દીક્ષાવાળાને કોઈ ખાસ સંજોગોમાં આચાર્ય ઉપાધ્યાય પદવી દેવામાં આવી શકે. આવો સાચો અને સીધો અર્થ છોડીને ટીકાકારે એમ અર્થ કર્યો છે કે— કોઈ સાધુના પરિવારવાળાઓ જોર જબરીથી તેમને દીક્ષા છોડાવીને ઘેર લઈ ગયા પછી એની બીજી દીક્ષા થવાથી ઓછી દીક્ષા પર્યાયવાળો થઈ ગયો. તેમને આચાર્ય પદ દઈ શકાય એવું કથન માત્ર કલ્પના રૂપ છે. એ સૂત્રના પાઠથી પણ વિરુદ્ધ છે. કારણ કે તે સૂત્રમાં એ સાધુના પરિવારના ઘણા વખાણ કરવામાં આવ્યા છે. જેમાં તે પરિવાર વાળાઓને મહાધર્મિષ્ટ અને ધર્મ પ્રત્યે તેમની ઘણી નિષ્ઠા બતાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org