________________
તત્ત્વ શાસ્ત્ર ઃ જીવાભિગમ સૂત્ર પરિશિષ્ટ-૪
(૨૨) વિસુયાવે– નિશીથ ઉદ્દેશક બે માં પાદ પ્રોંછનમાં સૂત્રના અંતિમ સૂત્રોમાં વિસુયાવે ક્રિયા છે. જેનો અર્થ છે પૃથક્ કરવું અર્થાત્ લાકડાના દંડથી પાદપ્રોંછનને અકારણ ખોલીને અલગ કરવું. પરંતુ આ સાચા અર્થને છોડીને ધૂપ દેવો, સુકવવું, ધોવું વગેરે અર્થ કર્યા છે, પરંતુ ઉપધિને ધૂપદેવો, સૂર્યના તાપમાં સુકવવું એ કોઈ દોષ બનતો નથી પરંતુ ગુણકારી જ થાય છે અને કદાચ કોઈ પણ કારણસર ઉપકરણ ભીનું થઈ જાય તો તેને સુકવવું આવશ્યક કર્તવ્ય બને છે; એને દોષરૂપમાં કથન કરીને પ્રાયશ્ચિત કહેવાનું કોઈ પ્રયોજન નથી.
63
(૨૩) નિશીથ ઉદ્દેશા ૩ સૂત્ર ૭૩મોત્તેહળિયાસુ ભૂમિનું વિશેષણ છે. જેનો અર્થ છે હળ ચલાવેલી જમીન ઉપર લઘુનીત કે વડીનીત પરઠવાનું નહીં અને પરઠે તો સચિત્ત માટીના કારણે પ્રાયશ્ચિત આવે છે. આ સીધો અને સાચો અર્થ છોડીને ગાયો અને જાનવરોની ચાટવાની ભૂમિ વગેરેનો અયુક્ત અસંગત અર્થ કર્યો છે. વિશેષ જાણકારી માટે આગમ પ્રકાશન સમિતિ બ્યાવરથી પ્રકાશિત આ સૂત્રનું વિવેચન જોવું જોઈએ.
(૨૪) નિશીથ ઉદ્દેશા ૩ માં અનુર્ સૂરિ શબ્દ છે. જેનો આશય છે જે સ્થાન ૫૨ સૂર્યનો તાપ નથી આવતો એવા અયોગ્ય સ્થાનમાં મળનો ત્યાગ ન કરવો જોઈએ. ભલે રાત્રિ હોય કે દિવસ ક્યારે ય પણ એવા સ્થાન પર શૌચનિવૃત્તિ ન કરવી જોઈએ. આ અર્થ છોડીને એવો અર્થ કર્યો છે કે સૂર્યોદય પહેલા મળ-મૂત્ર નહીં પરઠવું જોઈએ. પરંતુ ભાજનમાં શોચ નિવૃત્તિ કરીને રાખી દેવું. પછી સવારે પરઠવું એવો અર્થ આગમ વિરુદ્ધ કથન છે.
આગમમાં તો એવા વર્ણનો છે કે– સાધુને રહેવાનું મકાન પરઠવાની ભૂમિવાળું હોવું જોઈએ. સાંજના સમયે રાત્રિ માટે પરઠવાની ભૂમિનું પ્રતિલેખન કરવું. રાત્રિમાં બાધા થાય તો મલ વિસર્જન કરીને પરઠવાની રીત બતાવવામાં આવી છે. માટે રાત્રિમાં મકાન બહાર ન જાવું અને ન પરઠવું, આવો અર્થ કરવો આગમ આશયથી વિરુદ્ધ જાય છે.
(૨૫) નિશીથ ઉદ્દેશા ૧૯માં ઔષધ સંબંધી સાત સૂત્ર છે. અંતિમ સાતમા સૂત્રમાં વિહારમાં દવા લઈ જવા સંબંધી પ્રાયશ્ચિત છે. એ જગ્યાએ પ્રયુક્ત વિયડ શબ્દના અર્થ ભાવાર્થને મધ-માદક પદાર્થથી સંબંધિત કરી દીધા છે. જે જૈન શ્રમણ માટે અયોગ્ય છે. મધ-માંસનું સેવન નરકનું કારણ છે અને સાધુ ઉપયોગમાં લે અને વિહારમાં રાખે અને પછી એનું લધુ પ્રાયશ્ચિત કહેવામાં આવે એ ઉપયુક્ત નથી. (૨૬) વ્યવહાર સૂત્ર ઉદ્દેશા ૨ માં શ્રમણ માટે ફુગાયં વિશેષણ દીધું છે જેનો અર્થ છે ‘કોઈ ઈચ્છામાં તીવ્રતાથી રુગ્ણ બનેલા સાધુ’ પરંતુ અહીં અર્થ કરી દીધો છે કે ધનની ઈચ્છા કરવાવાળા સાધુ' અર્થાત્ પરિવારવાળા માટે ધનની પ્રાપ્તિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org